તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકાની ચૂંટણીમાં વિદેશી દખલ:માઈક્રોસોફ્ટની ચેતવણી- ચીનના નિશાન પર બાયડન, ઈરાનના ટાર્ગેટ પર ટ્રમ્પ કેમ્પેઈન; રશિયા બન્ને પાર્ટીઓના કેમ્પેઈનને નિશાન બનાવી રહ્યું છે

વોશિંગ્ટન6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીન દ્વારા બાઈડનના કેમ્પેઈનને નિશાન બનાવવું તે અચરજ પમાડે તેવી વાત
  • રશિયાની મિલિટ્રી ઈન્ટેલિજન્સ જીઆરયુના હેકર સૌથી ખતરનાક

અમેરિકામાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમા વિદેશી દખલ વધી રહી છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ, ફેસબુક અને ટ્વિટર પછી હવે માઈક્રોસોફ્ટે પણ તેની ચેતવણી આપી છે. રશિયા સાથે ચીન અને ઈરાનના હેકર પણ ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના કેમ્પેઈન સ્ટાફ, કન્સલ્ટેન્ટ અને થિંક ટેન્કને નિશાન બનાવી રહી છે.

જોકે માઈક્રોસોફ્ટે અચરજ પમાડે તેવી વાત કરી છે. એ તે છે કે ચીનના હેકર ટ્રમ્પ કેમ્પેઈનથી વધારે બાઈડન કેમ્પેઈનને નિશાન બનાવી રહ્યા છે. તો ઈરાન ટ્રમ્પ કેમ્પેઈનને હેક કરવાની કોશિશમાં છે, જ્યારે રશિયા બન્ને પાર્ટીઓને નિશાન બનાવી રહી છે.

ચીન બાઈડન કેમ્પેઈનને હેક કરવાની કોશિશમાં
ગત મહિને નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટરે કહ્યું હતું કે ચીન ઈચ્છે છે કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડન 2020ની ચૂંટણીમાં જીતે. જો કે માઈક્રોસોફ્ટે બીજીવાત એ જણાવી છે કે ચીનના હેકર બાઈડનની કેમ્પેઈન ટીમના લોકોના ઈ-મેઈલને હેકર કરવાની કોશિશ કરી રહ્યા છે.

સાથે એકેડમિક અને નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલા લોકોને પણ નિશાન બનાવી રહ્યા છે. માઈક્રોસોફ્ટે જણાવ્યું છે કે ચીનના હેકરોના ટાર્ગેટમાં ટ્રમ્પ સાથે જોડાયેલ માત્ર એક અધિકારી છે. તેનું નામ જણાવ્યું નથી.

રશિયા 2016ની સરખામણીમાં વધારે ગુપ્ત રસ્તો અપનાવી રહ્યું છે
માઈક્રોસોફ્ટ મુજબ રશિયાની મિલિટ્રી ઈન્ટેલિજેન્સ યૂનિટ જીઆરયુ આ વખતે વધારે ગુપ્ત રસ્તો અપનાવી રહ્યું છે.તેનો હેતુ કેમ્પેઈન સાથે જોડાયેલા લોકોના ઈ-મેઈલ હેક કરી અને લીક કરવાનો છે. 2016માં હિલેરી ક્લિન્ટનના કેમ્પેઈનના ઈમેઈલને હેક કરી લીક કર્યા હતા.

રશિયાના હેકર ટોર (એક સોફ્ટવેર)ના માધ્યમથી એટેક કરી રહ્યા છે. તેનાથી હેકરની ઓળખ સરળતાથી થતી નથી. ચીન અને ઈરાનના હેકરોની પણ દખલ છે, પરંતુ એટલી નથી જેટલી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેની પાર્ટીના લોકો જણાવી રહ્યા છે.

બાઈડન કેમ્પેઈનનો ટ્રમ્પ ઉપર હુમલો
માઈક્રોસોફ્ટની ચેતવણી પછી બાઈડન કેમ્પેઈને ટ્રમ્પને નિશાન બનાવ્યા છે. બાઈડનના લાંબા સમય સુધી ફોરેન પોલિસી એડવાઈઝર એન્ટની જે બ્લિંકને કહ્યું હતું કે ચીન ટ્રમ્પ પરી એક વાર ટ્રમ્પને ચૂંટણી જીતાડવા ઈચ્છે છે. તેની પાછળ મોટું સ્પષ્ટ કારણ છે. ટ્રમ્પે ચીનની ઘણી રીતે મદદ કરી છે. તેણે અમેરિકાના સહયોગીઓને નબળા કર્યા છે.

વિશ્વમાં એવી જગ્યાઓને ખાલી છોડી જેને ચીન ભરી શકે. હોંગકોંગ અને શિનજિયાંગમાં માનવાધિકારનું હનન થયું તેને માન્યતા આપી. તેમણે કહ્યું કે ટ્રમ્પ પોતે માને છે કે તેઓ કોવિડ-19ની ગંભીરતા જાણતા હોવા છતાં ખોટું બોલ્યા. આ બધુ ચીનને લાભ પહોંચાડવા માટે કરાયું.

ઈરાનના હેકરોના નિશાન પર ટ્રમ્પ કેમ્પેઈન
માઈક્રોસોફ્ટ મુજબ ઈરાનના હેકર પણ ચૂંટણીને પ્રભાવિત કરવામાં લાગેલા છે. તેમનો ટાર્ગેટ ટ્રમ્પ કેમ્પેઈનના લોકો છે. માઈક્રોસોફ્ટ મુજબ તેઓએ ઈરાનના હેકર્સ દ્વારા ઉપયોગમાં લેવાયેલા 155 વેબ ડોમિન કબજે કરી લીધા છે. મે અને જૂનથી ઈરાનના હેકર ટ્રમ્પ સરકારના અધિકારીઓના ઈ-મેઈલ એકાઉન્ટને હેક કરવાની કોશિશ કરી રહ્યા છે. જોકે તેઓને હજુ સફળતા મળી નથી.

રશિયાના હેકર સૌથી ખતરનાક
માઈક્રોસોફ્ટની ચેતવણી મુજબ ચીન અને ઈરાનના હેકરોની સરખામણીમાં રશિયાના જીઆરયુના હેકરો સૌથી વધારે ખતરનાક છે. માઈક્રોસોફ્ટની ચેતવણી પહેલા ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે રશિયાની સંસદના ત્રણ અને યુક્રેનની સંસદના એક મેમ્બર ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેઓ ઉપર આગામી ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ છે. રશિયા ઘણી રીતે ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશમાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો