તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતની દીકરીએ રચ્યો ઈતિહાસ:અમેરિકામાં પહેલા મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે કમલા હેરિસ, એક સાથે 3 રેકોર્ડ બનાવ્યાં

18 દિવસ પહેલા
કમલા હેરિસે ટ્વીટ કરીને ઉપરાષ્ટ્રપતિ બન્યાં તે અંગેની ખુશી વ્યક્ત કરી (ફાઈલ ફોટો)

ડેમોક્રેટિક પાર્ટીની જીતથી નિશ્ચિત થઈ ગયું છે કે અમેરિકામાં હવે જો બાઈડન રાષ્ટ્રપતિ અને કમાલ હેરિસ ઉપરાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં છે. આપણાં માટે કમલા હેરિસનું નામ એટલા માટે જરૂરી થઈ જાય છે કેમકે તેઓ ભારતવંશી છે. આ ચૂંટણી જીત્યાં બાદ તેઓએ એક નહીં પરંતુ 3 નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. કમલા હેરિસ અમેરિકાની પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ બનશે. આ પદ ગ્રહણ કરનારા તેઓ પહેલાં સાઉથ એશિયન અને અશ્વેત છે.

વડાપ્રધાન મોદીએ હેરિસને જીતની શુભેચ્છા આપી

મોદીએ કહ્યું કે તમને જીત બદલ અભિનંદન. મને પૂરો વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ અને સહયોગથી ભારત અને અમેરિકાના સંબંધ વધુ મજબૂત બનશે.

માતા ભારતીય, પિતા જમૈકા મૂળના હતા

1964માં હેરિસનો જન્મ ઓકલેન્ડ (કેલિફોર્નિયા)માં થયો હતો. તેમના માતા ભારતીય અને પિતા જમૈકાના રહેવાસી હતા. માતાનું નામ શ્યામલા ગોપાલન હેરિસ હતું. તેમના પિતા ડોનાલ્ડ હેરિસ હતા. ડોનાલ્ડ હેરિસ બ્રેસ્ટ કેન્સરના વૈજ્ઞાનિક હતા. મળતી માહિતી મુજબ કમલા હેરિસના માતા કેન્સરનો ઈલાજ કરાવવા માટે અમેરિકા પહોંચ્યા હતા. ત્યાં જ તેમની મુલાકાત ડોનાલ્ડ હેરિસ સાથે થઈ હતી.

જીત મેળવ્યા બાદ બાઈડનને કહ્યું- WE DID IT JOE

કેમ્પેઈનમાં પોતાની વાત લોકોને જણાવી હતી

  • 12 વર્ષની ઉંમરમાં કમલા પોતાની બહેન માયા અને માતાની સાથે ઓકલેન્ડથી વ્હાઈટ મોન્ટ્રિયલ ચાલ્યા ગયા હતા. આ વચ્ચે તેઓ અનેક વખત ભારતની મુલાકાતે પણ આવતા રહ્યાં.
  • 1972માં કમલાના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા. જે બાદ કમલા અને તેમની બહેનની સારસંભાળ તેમની માતાએ કરી.
  • વ્હાઈટ મોન્ટ્રિયલ ગયા બાદ કમલાની માતાએ મેકગિલ યુનિવર્સિટીમાં ટીચિંગની જોબ શરૂ કરી. આ સાથે જ તેઓ જ્વેશ જનરલ હોસ્પિટલમાં રિસર્ચ પણ કરતા હતા.
  • તેઓ પોતાની માતાની સૌથી નજીક હતા. કમલા હેરિસે કેમ્પેઈનમાં જણાવ્યું હતું કે તેમની માતા ઘણાં જ કડક સ્વભાવના હતા.
  • હાવર્ડ યુનિવર્સિટીથી કમલાને 1986માં ગ્રેજ્યુએશન કર્યું. જે બાદ 1989માં કેલિફોર્નિયામાંથી લૉનો અભ્યાસ પૂર્ણ કર્યો.

2003માં સાન ફ્રાંસિસ્કોએ કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટોર્ની તરીકે ચૂંટાયા હતા

55 વર્ષના કમલા હેરિસે 1998માં બ્રાઉન યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું. જે બાદ કેલિફોર્નિયા યુનિવર્સિટીથી લૉનો અભ્યાસ પૂર્ણ કર્યો. 2003માં તેઓએ સિટી અને સાન ફ્રાંસિસ્કોથી કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટોની તરીકે ચૂંટાયા હતા. 2010માં કેલિફોર્નિયાના એર્ટોની જનરલ બનીને તેઓએ ઈતિહાસ રચ્યો હતો. તેઓ પહેલા અશ્વેતા મહિલા હતા, જેઓએ આ પદ મેળવ્યું હતું. 2016માં તેઓ બીજા અશ્વેત મહિલા તરીકે યુએસ સેનેટર તરીકે ચૂંટાયા હતા.

અમેરિકામાં બ્લેક લાઈવ્સ મેટર કરે છે

CNNના રિપોર્ટ મુજબ, કમલા હવે લાખો-કરોડો અમેરિકન મહિલાઓનું પ્રતિનિધિત્વ કરશે. કમલાની જીતનો તેવો પણ નિષકર્ષ કાઢવામાં આવે છે કે અમેરિકામાં લોકો રંગ આધારે ભેદભાવ બંધ કરવા માગે છે. ચૂંટણીમાં અશ્વેત નાગરિકોની સાથે ભેદભાવનો મુદ્દો પણ હાવી રહ્યો હતો. લોકોએ "બ્લેક લાઈવ મેટર્સ" કેમ્પેઈન ચલાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ પર શરૂઆતથી જ અશ્વેત નાગરિકોની સાથે ભેદભાવ કરવાનો આરોપ લાગતો રહ્યો હતો.

હું અહીં છું, તેની પાછળ અનેક લોકોનો સંઘર્ષ છે

અશ્વેત જ્યોર્જ ફ્લોયડના મોત પછી હેરિસે ટ્રમ્પનો જોરદાર વિરોધ શરૂ કર્યો. અહીંથી જ તેઓને ડેમોક્રેટ્સ સમર્થકો વચ્ચે પસંદ કરવામાં આવવા લાગ્યા. તેઓએ સમલેંગિક વિવાહનું પણ સમર્થન કર્યું. હેરિસે ઓગસ્ટમાં ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં ભાષણ આપતા બેકર મોટલે, ફેની લૂ હેમર અને શિરીષ ચિશોલ્મ જેવી અમેરિક મહિલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હું અહીં સુધી પહોંચી શકી તેની પાછળ આ મહાન હસ્તિઓનો સંઘર્ષ રહેલો છે. મહિલાઓ અને પુરૂષોમાં સમાનતા, સ્વતંત્રતા અને તમામ માટે ન્યાય હોવો જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો