તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી:ટ્રમ્પના વિજયની આશા ધૂંધળી, તેમણે વધારે તાકાત બતાવવી પડશે; 63% લોકોએ કહ્યું- રાષ્ટ્રપતિ કોરોનાનો સામનો કરવામાં બેજવાબદાર જોવા મળ્યા

વોશિંગ્ટન14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રમ્પ કેમ્પેને વીતેલા સપ્તાહમાં ફેસબુક પર પ્રચાર કરવામાં 5.2 મિલિયન ડોલર (લગભગ 38 કરોડ રૂપિયા) અને બાઈડને 5.9 મિલિયન ડોલર (લગભગ 43 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો
  • પોલ્સમાં સ્પષ્ટ છે કે કોરોના પોઝિટિવ થવા પર ટ્રમ્પને કોઈ સહાનુભૂતિ મળવાની નથી, CNNના પોલમાં તેઓ બાઈડનથી 16 પોઈન્ટ પાછળ છે

(એની કર્ની અને એસ્ટિડ ડબ્લ્યુ હર્નડન) બાઈડન કેમ્પેને આ વર્ષે અત્યારસુધીના પ્રચારમાં 500 મિલિયન ડોલર (લગભગ 3665 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. ગત મહિને બાઈડન કેમ્પેને ટેલિવિઝન અને રેડિયો પર 40.3 મિલિયન ડોલર (295 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા હતા. એડ ટ્રેકિંગ ફર્મ એડવર્ટાઈઝિંગ એનાલિટિક મુજબ ટ્રમ્પ કેમ્પેને 23.3 મિલિયન ડોલર (લગભગ 170 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા છે. ટ્રમ્પ કેમ્પેને ગત સપ્તાહમાં ફેસબુક દ્વારા પ્રચાર પર 5.2 મિલિયન (કરીબ 38 કરોડ રૂપિયા) અને બાઈડને 5.9 મિલિયન ડોલર (લગભગ 43 કરોડ રૂપિયા) ખર્યા હતા.

આ સપ્તાહે પોલ્સમાં ટ્રમ્પની જીતની આશા ધૂંધળી દેખાઈ રહી છે. એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના પોઝિટિવ થવા છતાં તેમને સહાનુભૂતિ મળવાની નથી. CNNના પોલમાં તેમને જો બાઈડનથી 16 પોઈન્ટ ઓછા મળી રહ્યા છે. CNNના સર્વેમાં આ વર્ષના અત્યારસુધીના પોલમાં ટ્રમ્પ વિશેના પોલમાં આટલું ખરાબ પરિણામ આવ્યું નથી.

ટ્રમ્પ વિશે શું કહે છે પોલ્સ
CNNનો પોલ ટ્રમ્પની વાઈરસની તપાસ પછી કરવામાં આવ્યો છે. એમાં 63% અમેરિકન કહ્યું કે તેઓ વિચારે છે કે ટ્રમ્પે બેજવાબદાર બનીને કામ કર્યું છે. તેમણે આસપાસ રહેનારા લોકોની સુરક્ષા અને સંક્રમણના જોખમને નજરઅંદાજ કર્યું. ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિએના કોલેજના પોલમાં પણ ટ્રમ્પ પાછળ રહ્યા હતા.

ટ્રમ્પના વર્તનથી વોટર્સ તેમનાથી દૂર થયા
ચૂંટણી આડે ત્રણ સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. ઘણાં રાજ્યોમાં તે શરૂ પણ થઈ ગઈ છે. તેમના વર્તનથી મહિલાઓ, વડીલો અને ગામડાંમાં રહેનાર વોટર્સ તેમનાથી દૂર થઈ ગયાં છે. કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાંથી પરત આવ્યા પછી તેઓ ચૂંટણીપ્રચાર કરવા ઉતાવળા બન્યા છે. તેમણે ડોક્ટરની નોટ પણ મેળવી લીધી છે, જેમાં કહેવાયું છે કે તેઓ લોકો વચ્ચે જઈ શકશે, જેનાથી સંક્રમણ નહીં ફેલાય.

ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં કાર્યક્રમ કરવાની યોજના બનાવી રહ્યા છે
ટ્રમ્પ વ્હાઈટ હાઉસની સાઉથ લોન પર હજારો લોકોની મેજબાની કરવાની યોજના બનાવી રહ્યા છે. કોરોના પોઝિટિવ આવ્યા પછી આ ટ્રમ્પની પ્રથમ ઈવેન્ટ હશે. તેઓ એ બતાવવા ઉતાવળા છે કે તેમની તબિયત સારી છે, હવે ચિંતાની કોઈ જરૂર નથી. ડિબેટ કમિશને સુરક્ષાને ધ્યાનમાં રાખીને 15 ઓક્ટોબરે વર્ચ્યુઅલ ડિબેટ કરાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે ટ્રમ્પે તેમા સામેલ થવાનો ઈન્કાર કરતાં તેને કેન્સલ કરી દેવાઈ છે.

કેમ્પેનમાં પુનરાગમનથી ટ્રમ્પને લાભ નહીં
ટ્રમ્પની મુશ્કેલી છે કે જો તે વ્યક્તિગત રીતે કેમ્પેનમાં પરત આવશે તો એ જરૂરી નથી કે તે રાજકીય રીતે લાભ કરાવે. તેમણે બે સપ્તાહ પહેલાં જો બાઈડન સાથે ડિબેટ કરી હતી, જેમાં તેઓ બાઈડનને વચ્ચે અટકાવતા રહ્યા, તેઓ અટેક કરતા રહ્યા. જોકે ફોકસ ગ્રુપ મુજબ આ ડિબેટથી તેમમે અનડિસાઈડેડ વોટર્સ (જેઓ કોઈ પાર્ટીના સપોર્ટમાં હોતા નથી)ને પોતાનાથી દૂર કરવાનું કામ કર્યું છે.

ટ્રમ્પે બધું બરાબર હોવાનો દેખાડો કર્યો
ટ્રમ્પે ગુરુવારે ફોનથી બે ઈન્ટરવ્યુ આપ્યા, જેમાં તેમણે પોતાના સમર્થકોને એ કહેવાની કોશિશ કરી કે બધું બરાબર છે. તેમણે વિરોધીઓ પર આરોપો લગાવ્યો હતો. જોકે વાતચીતમાં તેઓનો અવાજ ભારે લાગતો હતો.

ટ્રમ્પ કેમ્પ સાથે રોકડ ફ્લો સાથે જોડાયેલી મુશ્કેલી
ટ્રમ્પનું કેમ્પેન માત્ર ટીવી વિજ્ઞાપન પૂરતું સીમિત રહી ગયું છે. જોકે હવે ટ્રમ્પ કેમ્પેન ટીવી વિજ્ઞાપન પર થનારા ખર્ચમાં ઘટાડો કરી રહ્યું છે. તે રોકડ ફ્લો સાથે જોડાયેલી મુશ્કેલીનો સામનો કરી રહી છે.

પેન્સે ટ્રમ્પની ઈમેજ સુધારવાની કોશિશ કરી
વાઈસ પ્રેસિડેશિયલ ડિબેટમાં માઈક પેન્સે ટ્રમ્પની ઈમેજ સુધારવાની કોશિશ કરી. તેઓએ કહ્યું કે ટ્રમ્પે કોરોના વાઈરસને ગંભીરતાથી લીધો છે. જો કે તેઓ ઈલેક્ટોરલ પ્રોસેસ પર ટ્રમ્પ દ્વારા ઉઠાવાયેલા સવાલોને નજરઅંદાજ કરતા જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો