તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ખોટું છે:અમેરિકામાં ચૂંટણીના દિવસે બાઈડન સમર્થકોએ 75% અને ટ્રમ્પ સપોર્ટર્સે 33% વધુ દારૂ ખરીદ્યો

વોશિંગ્ટન19 દિવસ પહેલા

અમેરિકામાં ત્રણ નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થયું હતું. પરિણામોની જાહેરાત નથી થઈ. જો કે, ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડનની જીત નક્કી હોવાનું લાગી રહ્યું છે. રિપબ્લિકન ઉમેદવાર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ છે. જો કે, મતદાનના અંતિમ દિવસ એટલે ત્રણ નવેમ્બરે અમેરિકામાં દારૂનું ભારે વેચાણ થયું.

ડેમોક્રેટિક પાર્ટીની સરકાર વાળા રાજ્યો(બ્લૂ સ્ટેટ)માં દારૂ અને અન્ય આલ્કોહોલિક ડ્રિંક્સનું વેચાણ 75% વધ્યું. સાથે જ રિપબ્લિકન પાર્ટીની સરકાર વાળા રાજ્યોમાં આ આંકડો 33% રહ્યો. ખાસ વાત તો એ છે કે સ્વિંગ સ્ટેટ્સમાં પણ દારૂના વેચાણમાં 55% વધારો થયો.

ડેમોક્રેટ્સને જીતનો વિશ્વાસ હતો
એક અમેરિકન કંપનીએ ઈલેક્શન ડે પર દારૂના વેચાણના આંકડા જાહેર કર્યા. જેના પ્રમાણે, ડેમોક્રેટ્સને જીતનો વિશ્વાસ હતો. કદાચ આટલા માટે બ્લૂ સ્ટેટમાં દારૂનું સૌથી વધુ વેચાણ થયું. બ્લૂ સ્ટેટ એટલે કે એવા રાજ્ય જ્યાં ડેમોક્રેટિક પાર્ટી(જો બાઈડન)નું વર્ચસ્વ છે. અહીંયા ત્રણ નવેમ્બરે દારૂનું વેચાણ 75% વધ્યું. હવે જ્યારે પરિણામ આવી રહ્યાં છે ત્યારે પણ જો બાઈડન રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરતા આગળ છે. જો કે, પરિણામ હાલ સત્તાવાર રીતે જાહેર કરાયું નથી.

મુખ્ય બ્લૂ સ્ટેટ
કેલિફોર્નિયા
કનેક્ટિકટ
મૈસાચ્યુસેટ્સ
ન્યૂયોર્ક
રોડ્સ આઈલેન્ડ
વોશિંગ્ટન
ન્યૂજર્સી
ઈલિનોય

રિપબ્લિકન પાછળ રહ્યાં
જે રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટીની સરકાર છે, ત્યાં ઈલેક્શન ડે પર દારૂ અથવા અન્ય માદક પદાર્થોનું વેચાણ 33% વધારે થયું. પરિણામમાં ટ્રમ્પ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બાઈડન કરતા પાછળ છે. જો કે, આ દરમિયાન તે કાઉન્ટિંગમાં ગોટાળા અને જીતનો દાવો પણ કરતા જોવા મળ્યા.

રેડ સ્ટેટસ
વ્યોમિંગ
ઈદાહો
લુસિયાના
ટેનેસી
મિસૌરી
ઓક્લાહોમા

સ્વિંગ સ્ટેટ્સ પણ ખુશ
રોચક આંકડો સ્વિંગ સ્ટેટ્સનો છે. સ્વિંગ સ્ટેટ્સ એટલે કે એવા રાજ્યો જેમને કોઈ પાર્ટીનો સ્ટ્રોન્ગ હોલ્ડ ન કહી શકાય. અહીંયાના મતદાતા તેમની પસંદ બદલતા રહે છે. આ વખતે 9 રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ માનવામાં આવ્યા હતા. અહીંયા માદક પદાર્થોના વેચાણમાં 55% વધારો નોંધાયો છે.

સ્વિંગ રાજ્યો
કોલોરાડો ફ્લોરિડા મિનેસોટા નોર્થ કેરોલિના ઓહિયો એરિઝોના જ્યોર્જિયા પેન્સિલવેનિયા ટેક્સાસ

કયા માદક પદાર્થ સામેલ
દારૂ, બિયર, વાઈન, મૈરિયુઆનાને સર્વે કંપનીમાં સામેલ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો