તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મંતવ્ય:સુપરમેન નહીં, સુપર સ્પ્રેડર છે ડોનાલ્ડ ટ્રમ્પ;તેમને ફરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા સામૂહિક ગાંડપણ હશે

વોશિંગ્ટન19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામારીના સમયમાં ટ્રમ્પના વલણે તેમની સાથે દેશને પણ નુકસાન પહોંચાડ્યું છે.
  • ફેસ માસ્ક સંસ્કૃતિનું પ્રતીક નથી, આ જવાબદારી અને કોમન સેન્સની વાત છે

આજની તારીખમાં સૌથી મોટો સવાલ એ નથી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના પોઝિટીવ થયા પછી શું શીખ્યું. કારણ કે તે એવા લોકોમાં સામેલ છે, જે ક્યારેય શીખતા નથી. મોટો સવાલ તો એ છે કે એક નાગરિક તરીકે આપણે શું શીખ્યું? આનાથી પણ વધુ જરૂરી એ છે કે ટ્રમ્પના સમર્થકોએ શું શીખ લીધી. જો કે, ટ્રમ્પ સુપરમેન નથી, પણ સુપર સ્પ્રેડર છે. મહામારીના સમયમાં તેમના વલણે તેમની સાથે દેશને પણ ખતરનાક રીતે નુકસાન પહોંચાડ્યું છે. જો તેમ છતા તેમને ફરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવશે તો તે સામૂહિક ગાંડપણ સિવાય બીજું કંઈ જ નહીં હોય.

શું આપણે જે રીતે વિચારીએ છીએ, શું એવું બીજા મતદાતાઓ પણ વિચારી રહ્યા છે? હવે તે એ વાત પર નિર્ભર કરે છે કે બાઈડન કેવા લોકોને ટ્રમ્પની પાયાની ભૂલો વિશે જણાવી શકે છે. મહામારી દરમિયાન સાવધાની રાખવી નબળાઈ નથી, પણ સમજદારી છે. ફેસ માસ્ક સંસ્કૃતિનું પ્રતીક નથી. આ જવાબદારી અને કોમન સેન્સની વાત છે. દરેકે પહેરવું જોઈએ. મહામારીમાં પોતાના બાહુબલીની જેમ રજુ કરવા શક્તિશાળી નથી હોતું. લોકડાઉનમાં નિયમોનું પાલન કરવું આઝાદી છીનવાઈ જવી એવું નથી. વૈજ્ઞાનિક અને નેતાઓમાં ફરક હોય છે. જો તમારા ગ્રાહકો અને સ્ટાફ માસ્ક પહેરીને રાખે તો આનાથી બન્નેને જ ફાયદો થશે.

રાષ્ટ્રપતિએ ભૂલ કરી
આમ તો સરકારનું કામ હંમેશા ગંભીર હોય છે, પણ મહામારીના સમયમાં તો આ લોકોના જીવન અને મોતનો મામલો બની જાય છે. આજે ટીચર્સથી માંડી વૈજ્ઞાનિકો સુધી દરેક લીડર તરફ જોઈ રહ્યા છે. લોકો નિરાશ અને હેરાન છે. એટલા માટે ટ્રમ્પ લીડર અને વ્યક્તિગત રીતે ભૂલો કરતા જોવા મળી રહ્યા છે. મહામારીના સમયમાં તો તેઓ ખરાબ લીડર સાબિત થયા છે.

એથિક્સ એન્ડ કમ્પ્લાયન્સ કંપનીના ચેરમેન ડવ સીડમેન કહે છે કે, જે લોકો પર લોકોના જીવન બચાવવાની જવાબદારી હોય છે, જો તે ખોટી સલાહ અથવા ઉદાહરણ આપશે તો શું થશે. આજે આપણે એ જ લીડરશીપના સંકટનો સામનો કરી રહ્યા છીએ. લોકોને એ સમજાતું નથી કે તે શેના પર વિશ્વાસ કરી રહ્યા છે.

કુદરત સાથે યુદ્ધ ખોટું
મહામારી કુદરતી કારણે આવી છે. પરંતુ ટ્રમ્પ તેને બજાર સાથે જોડીને જોઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ અને તેમના સલાહકાર તેની ગંભીરતાને ઓછી કરીને બતાવી રહ્યા છે, જેથી બજારમાં હોબાળો ન થાય. આનું કારણ એ જ છે કે માર્કેટ તગડું રહેશે તો ટ્રમ્પની ફરી જીતવાની શક્યતાઓ પ રહેશે.
માર્ચની વાત છે. વ્હાઈટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન કૈલીન કોન્વે એક સવાલ પર એટલા માટે ઉશ્કેરાયા હતા. કારણ કે તેમને એક રિપોર્ટરે પૂછ્યું હતું કે, શું તમે ડોક્ટર કે વકીલ છો? જે એવું કહી રહ્યા છો કે વાઈરસ અટકી નહીં શકે. મહામારી દરમિયાન પ્રકૃતિ તમને ઘણા સવાલ કરે છે. પણ યોગ્ય જવાબ ન મળે તો સમાજે તેનું નુકસાન ભોગવવું પડે છે. ટ્રમ્પ પ્રકૃતિ પ્રત્યે નરમ નથી. તેમની નજરમાં આની સામે પહોંચી વળવાની વિચારધારા, રાજકારણ, બજાર અને ઈલેક્શન કેલેન્ડરમાં છુપાઈ છે.

તો પછી ટ્રમ્પ ઈચ્છે છે શું?
રાષ્ટ્રપતિ ઈચ્છે છે કે લોકો માત્ર બે વાતો પર વિશ્વાસ કરે. પહેલી ઈકોનોમીને ખોલી દેવામાં આવે અને વાઈરસને નજરઅંદાજ કરવામાં આવે. બીજી ઈકોનોમી બંધ કરી દેવામાં આવે અને વાઈરસથી ડરીને ઘરમાં બંધ થઈ જવું જોઈએ. ટ્રમ્પનો દાવો છે કે ડેમોક્રેટ્સ ગભરાવાનો ઓપ્શન જ પસંદ કરી રહ્યા છે. પણ સવાલ એ છે કે શું આપણે સાવધાન થઈને ઈકોનોમીને વધારે સારી રીતે ન ખોલી શકીએ. શું વાઈરસને નજરઅંદાજ કરવો જ જરૂરી છે.

યોગ્ય પદ્ધતિ અપનાવો
ઈકોનોમી ખોલવામાં કોને મુશ્કેલી થઈ શકે છે. પણ અમુક સરળ પગલા લઈને પણ આવું કરી શકાય છે. જેવું કે, માસ્ક પહેરવું, સોશિયલ ડિસટન્સીંગ મેઈન્ટેન કરવામાં આવે. આનાથી લોકો દુકાન, શાળા અથવા પોતાના કામે સરળતાથી જઈ શકશે. બિમારીથી પણ બચી શકાશે. જો બાઈડન પણ તો આ જ પ્રસ્તાવ કરી રહ્યા છે. પણ ટ્રમ્પ ચિંતા વગર ઈકોનોમી ખોલવાની વાત કરી રહ્યા છે. ન માસ્કને પ્રાથમિકતા આપે છે અને ન તો સોશિયલ ડિસટન્સીંગને. માણસ ઘરેથી નીકળશે તો બિમાર થઈને પાછો આવશે.

જો કે, ટ્રમ્પ ન તો પ્રકૃતિનું સન્માન કરી રહ્યા છે અને ન તો જનતાનું. હું પ્રાર્થના કરું છું કે તેમના સમર્થક યોગ્ય વાત શીખશે અને સમજે. અને ત્રણ નવેમ્બરે ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કરશે. ઘણા અમેરિકન્સ નાગરિકોનું જીવન અને રોજીરોટી તેની પર નિર્ભર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો