તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વેક્સીન પર જાસૂસી એજન્સીઓ વચ્ચે પણ ટક્કર:ચીન અને રશિયા અમેરિકાની કોરોના વેક્સીનનો રિસર્ચ ડેટા ચોરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે, અમેરિકાએ સુરક્ષાની પુરતી તૈયારી કરી

વોશિંગ્ટન લેખકઃ જૂલિયસ બાર્નેસ, માઈકલ વેનુટોલો12 દિવસ પહેલા
  • અમેરિકાના ઘણા શહેરો અને યુનિવર્સિટીમાં વેક્સીન પર રિસર્ચ ચાલી રહ્યું છે
  • નોર્થ કેરોલિના યુનિવર્સિટીને FBIએ વેક્સીન સેફ્ટી અંગે અલર્ટ કરી છે

અમેરિકાના ઈન્ટેલિજન્સે એક વખત ફરી કહ્યું છે કે રશિયા અને ચીન અમેરિકાનું વેકસીન રિસર્ચ અને ડેવલોપમેન્ટ ડેટા ચોરવાનું ષડયંત્ર બનાવી રહ્યાં છે. અમેરિકામાં ફાઈઝર સહિતની કેટલીક કંપનીઓ તૈયારીઓ કરી રહી છે. નોર્થ કેરોલિના યુનિવર્સિટી સિવાય ઘણી હાઈટેક લેબ્સમાં રિસર્ચ ચાલી રહ્યું છે. ચીન અને રશિયાની જાસૂસી એજન્સીઓ રિસર્ચનો ડેટા ચોરવાની ભરપૂર કોશિશ કરી રહી છે. બ્રિટનની ઈન્ટેલિજન્સ એજન્સીએ ફાઈબર ઓપ્ટિક્સ કેબલ્સના એનાલિસિસ પછી આ અંગેનો ખુલાસો કર્યો હતો. ઈરાન પણ આ ચોરીમાં સામેલ હોવાનો શક છે.

સામાન્ય રીતે જોઈએ તો વિશ્વના દરેક વિકસિત દેશ એ જાણવા ઈચ્છે છે કે બીજા દેશ વેક્સીન પર કઈ રીતે આગળ વધી રહ્યાં છે. તેના માટે જાસૂસી એજન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાએ પણ તેના વેક્સીનના રિસર્ચનો અને ડેવલોપમેન્ટનો ડેટા ચોરી થતો રોકવા માટે પુરતી તૈયારીઓ કરી છે. નાટોનું ઈન્ટેલિજન્સ નેટવર્ક પણ તેમાં મદદ કરી રહ્યું છે.

ચીન શું કરી રહ્યું છે
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટા સર્વોચ્ચ અધિકારી જોન ડિમર્સે ગત સપ્તાહે કહ્યું હતું કે જે ડેટાને ચોરવા માટેનું ષડયંત્ર બનાવવામાં આવી રહ્યું છે તે આર્થિક અને સૈન્ય કરતા પણ વધુ કિંમતી છે. તમે જાણો છોકે આ કામ કોણ કરી રહ્યું છે. ટ્રમ્પ WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)નું ફન્ડિંગ બંધ કરી ચૂક્યા છે અને તેને ચીનની કઠપુતળી ગણાવી ચૂક્યા છે. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ અમેરિકાના અધિકારીઓને ચીનની માહિતી માર્ચમાં જ મળી ગઈ હતી. તેમને શક છે કે WHO ચીનના ષડયંત્રમાં સામેલ છે.

દરેક ષડયંત્ર નિષ્ફળ રહ્યું
FBI(ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)એ ચીનની અત્યાર સુધીની તમામ કોશિશને નિષ્ફળ બનાવી છે. UNCના પ્રવકતા લેસ્લી મિંટને થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જાસૂસી એજન્સીઓ અમને ખતરા વિશે પણ એલર્ટ મોકલે છે. અમે બધા બાયોટેક્નોલોજી લેબ્સને આ અંગે જણાવીએ છીએ. અમે જાણીએ છીએ કે આ ષડયંત્રમાં ત્યાંની સરકાર પણ સામેલ છે. બ્રિટનની ઈલેક્ટ્રોનિક સર્વિલન્સ એજન્સી GCHQ(ગવર્મેન્ટ કમ્યુનિકેશન્સ હેડક્વાર્ટર)એ અમેરિકાને રશિયાના ષડયંત્ર વિશે જણાવ્યું હતું. પછીથી હોમલેન્ડ સિક્યોરિટી અને FBI એક્ટિવ થઈ.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો