તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઈડનની જીતના 5 કારણો:કોરોના પર ખુલીને સરકારના વિરોધમાં આવ્યા, પોતાનો મેસેજ વોટર્સ સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં

વોશિંગ્ટન18 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકારણમાં પોતાના જીવનના 50 વર્ષ વિતાવનાર જો બાઈડન હંમેશા અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું સપનું જોતા રહ્યાં. 77 વર્ષમાં પહેલી વખત તેમને રાષ્ટ્રપતિ તરીકે વ્હાઈટ હાઉસની સીઢી ચઢવાની તક મળી રહી છે. આ કોઈ એવું અભિયાન ન હતું, જેની કોઈએ ભવિષ્યવાણી કરી હતી.તેમનો આ પ્રયાસ સદીની પહેલી મહામારી અને અમેરિકન સમાજમાં અશાંતિ વચ્ચે ચાલું રહ્યો. તે એવા વ્યક્તિ સાથે મુકાબલામાં હતા, જે તમામ પરંપરા તોડી રહ્યાં હતા.

છેલ્લે તેમના ત્રીજા પ્રયાસમાં બાઈડન અને તેમની ટીમે રાજકીય અટકળો પાર કરવા અને જીતનો દાવો કરવાનો રસ્તો કાઢી લીધો. અમે તમને એ પાંચ કારણો જણાવી રહ્યાં છીએ, જેના કારણે ડેલાવેયરમાં કાર વેચનારનો દીકરો રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી ગયો.

કોરોના, કોરોના અને કોરોના
બાઈડનની જીતનું સૌથી મોટું કારણ કદાચ એવું છે, જેની પર કોઈનું નિયંત્રણ નથી. કોરોના વાઈરસની મહામારીએ 2 લાખ 30 હજારથી વધુ લોકોના જીવ લીધા.જેને અમેરિકન્સના જીવન અને 2020ના રાજકારણને પણ બદલી દીધું. શરૂઆતમાં નકાર્યા પછી ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આ વાતને માનવા લાગ્યા હતા.

ટ્રમ્પે ગત સપ્તાહે વિસ્કોન્સિનમાં રેલી કરી હતી. અહીંયા હાલના દિવસોમાં નવા કેસ વધી ગયા છે. તેમ છતા રેલીમાં ટ્રમ્પે કહ્યું કે, ખોટા સમાચારો સાથે બધું કોવિડ, કોવિડ અને કોવિડ છે.

કોવિડ પર મીડિયાનું ફોકસ, આ મહામારી વિશે લોકોમાં ચિંતાનું જ પ્રતિબિંબ હતું. વોટિંગમાં પણ તેની અસર જોવા મળી. ગત મહિને પ્યૂ રિસર્ચના પોલમાં જણાવવામાં આવ્યું હતું કે, બાઈડનના કોરોના સામે પહોંચી વળવાની યોજના પર લોકોના વિશ્વાસે તેમને ટ્રમ્પ કરતા 17% પોઈન્ટનો વધારો અપાવી દીધો છે.

બાઈડને સ્પષ્ટ કહ્યું કે, ટ્રમ્પ પ્રશાસનની મહામારી સામે પહોંચી વળવાની રીત યોગ્ય ન હતી. આનાથી દેશમાં ઘણા મોત થયા છે. 92 લાખ લોકો સંક્રમિત થયા હતા.

મહામારી અને તેના કારણે અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનને ટ્રમ્પ કેમ્પેઈનના સૌથી ખાસ મેસેજ વિકાસ અને સમુદ્ધિને નબળા કરી દીધા. જેને એ ચિંતાને પણ ઉજાગર કરી, જે ઘણા અમેરિકન્સના મનમાં તેમના રાષ્ટ્રપતિ વિશે હતી.

એક જાહેર ઝુંબેશ
પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન ઘણી મુશ્કેલીઓ છતા બાઈડને પોતાના માટે એક યોગ્ય સ્થાન બનાવ્યું છે. 1987માં એક જુઠ્ઠાણાએ તેમના પહેલા રાષ્ટ્રપતિના અભિયાનને પાટા પરથી ઉતારી દીધું હતું. 2007માં પણ તે આ સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા હતા. તેમની 40 વર્ષની રાજકીય મહત્વાકાંક્ષા અને વ્હાઈટ હાઉસ માટે ત્રણ પ્રયાસો દરમિયાન તે પોતાને ઘણી મજબૂતાઈથી સામે નહોંતા રાખી શક્યાં.
આ વખતે તેમની સામે એવા રાષ્ટ્રપતિ હતા, જે પોતે માહિતીનો વિશ્વાસપાત્ર સ્ત્રોત ન હતા. આ દરમિયાન દેશમાં ઘણી ઘટનાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું. આમા કોરોના વાઈરસ, પોલીસની હેરાનગતિથી અશ્વેત જ્યોર્જ ફ્લોયડનું મોત અને અર્થવ્યવસ્થાનું પાટા પરથી ઉતરી જવું સામેલ છે.

બાઈડન કેમ્પેઈનને તેનો થોડાક શ્રેય આપવો જોઈએ કે તેને ઠોસ રાજકારણ હેઠળ તેમના ઉમેદવારના પ્રદર્શનને સીમિત રાખ્યું.તેમણે તેમના પ્રચાર અભિયાનને યોગ્ય ગતિથી ચલાવ્યું. થાક અને બેદરકારીથી થતા નુકસાનની સંભાવનાઓને ઓછી કરી દીધી. તેમણે આખાય કેમ્પેઈનને સંતુલિત રાખવા અંગે ધ્યાન આપ્યું. બીજી બાજુ ટ્રમ્પ સતત ટિપ્પણીઓ કરતા રહ્યાં. છેલ્લે તેમને આની કિંમત ચુકવવી પડી.

ગમે તે હોય, પણ ટ્રમ્પ નહીં
વોટિંગ વાળા દિવસથી એક સપ્તાહ પહેલા બાઈડન કેમ્પેઈને ટીવી પર વિજ્ઞાપનોની શરૂઆત કરી. જેમાં ઓગસ્ટમાં નોમિનેશન દરમિયાન આપવામાં આવેલી બાઈડનની સ્પીચ પણ હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણી અમેરિકાની આત્માની લડાઈ છે. આ તક એવી છે કે દેશ છેલ્લા ચાર વર્ષથી ચાલતી આવતી અરાજકતા અને લોકોના ભાગલા પાડવાના પ્રયાસને નકારી દે.

આ નારા પાછળ એકદમ સામાન્ય વાત હતી. બાઈડને એ શરત પર પોતાના રાજકીય ભાગ્યને દાવ પર લગાવી દીધું કે, ટ્રમ્પ ધ્રુવીકરણ કરનાર અને ઉશ્કેરનાર હતા. તો આ તરફ અમેરિકન્સ શાંત અને સ્થિર નેતૃત્વ ઈચ્છતા હતા. તેમનું એક ઉદાહરણ ફ્રાન્સના મૂળ નિવાસી થિયરી એડમ્સ છે. તેમનું કહેવું છે કે હું ટ્રમ્પના વલણથી થાકી ગયો છું. 18 વર્ષ ફ્લોરિડામાં રહ્યાં પછી તેમણે મિયામીમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પોતાનો પહેલો મત આપ્યો.

ડેમોક્રેટ આ ચૂંટણીને બે ઉમેદવાર વચ્ચે મુકાબલાની જગ્યાએ ટ્રમ્પના વિરુદ્ધ જનમત સંગ્રહ બનાવવામાં સફળ રહ્યાં. બાઈડનનો વિજયી સંદેશ માત્ર એટલો જ રહ્યો કે, તે ટ્રમ્પ ન હતા. ડેમોક્રેટ્સમાં એક સામાન્ય ધારણા એ હતી કે બાઈડનની જીતનો અર્થ હતો કે હવે રાજકારણ વિશે વિચાર્યા વિના અમેરિકન્સ થોડાક સપ્તાહ રહી શકે છે. આ મજાકમાં હતું, પણ તેમાં વાસ્તવિકતા પણ હતી.

હંમેશા સેન્ટરમાં રહ્યાં
ડેમોક્રેટિક ઉમેદવાર બનવાના અભિયાન દરમિયાન બાઈડનનો મુકાબલો બર્ની સેંડર્સ અને એલિજાબેથ વોરેન સાથે થયો. બન્ને ઘણું સંગઠિન અભિયાન ચલાવી રહ્યાં હતા. તેમના કાર્યક્રમોમાં કોઈ રોક કોન્સર્ટની જેમ ભીડ પહોંચી રહી હતી.

તેમની ઉદારવાદી પુષ્ઠભૂમિ છતા બાઈડન અમુક મુદ્દાઓ પર ફસાયા. જેમાં સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલા હેલ્થકેર પ્રોગ્રામ, ફ્રી કોલેજ એજ્યુકેશન અને વેલ્થ ટેક્સનો ઈન્કાર સામેલ હતો.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસને પસંદ કરવા બાઈડનની રણનીતિનો ભાગ હતો, જ્યારે પાર્ટીની લેફ્ટ વિંગમાંથી કોઈ મજબૂત ઉમેદવારને પસંદ કરી શકતા હતા.એક મુદ્દા પર બાઈડન સેંડર્સ અને વારેનના નજીક જોવા મળ્યા. જે પર્યાવરણ અને જળવાયું પરિવર્તનનો મુદ્દો હતો.કદાચ તેની પાછળ ઉર્જા ક્ષેત્ર પર નિર્ભર સ્વિંગ સ્ટેટના યુવા વોટર્સના દૂર જવાનું જોખમ હતું.

વધુ પૈસા, ઓછી સમસ્યાઓ વર્ષની શરૂઆતમાં બાઈડન કેમ્પઈનનો ખજાનો ખાલી હતો. આ જ સ્થિતિમાં તેમણે ટ્રમ્પ સામેના મુકાબલા માટે પ્રચાર અભિયાનમાં પ્રવેશ કર્યો. જો કે, તે ટ્રમ્પની તુલનામાં નુકસાનમાં હતા, જેમણે તેમના પ્રચાર પર લગભગ એક અબજ ડોલર ખર્ચ કર્યા હતા. એપ્રિલ પછી બાઈડન કેમ્પેઈને પોતાનામાં એકદમ ચેન્જ લાવી દીધો હતો. આર્થિક મદદ ભેગી કરવાના મામલામાં તેમણે તેમના હરીફ કરતા વધુ મજબૂતા મેળવી લીધી. ઓક્ટોબરની શરૂઆતમાં બાઈડન કેમ્પેઈન પાસે ટ્રમ્પની તુલનામાં 1065 કરોડ રૂપિયા વધારે હતા. આનાથી તેમને કાંટાની ટક્કર આપનારા દરેક મુખ્ય વિસ્તારમાં વિજ્ઞાપનના મામલામાં રિપબ્લિકનને પાછળ છોડવામાં મદદ મળી.

જો કે, આ કામમાં પૈસા જ બધુ ન હતું. 4 વર્ષ પહેલા પણ હિલેરી ક્લિન્ટ કેમ્પેઈન પાસે ટ્રમ્પ કરતા વધારે રકમ હતી. 2020માં જ્યારે દેશભરમાં કોરોના વાઈરસના કારણે અમેરિકન ઘરોમાં હતા. મીડિયા અને ટીવીને વધારે સમય આપી રહ્યાં હતા. ત્યારે બાઈડને ભરપૂર પૈસા ખર્ચ કરીને છેલ્લે સુધી પોતાનો મેસેજ પહોંચાડ્યો. તેમને ટેક્સાસ, જ્યોર્જિયા, ઓહિયો અને આયોવા જેવા મોટા રાજ્યોમાં આ કામમાં ખુબ પૈસા ખર્ચ કર્યાં.

જેનો ફાયદો રિપબ્લિકનની મજબૂતાઈ વાળા એરિજોના અને ટક્કર વાળા જ્યોર્જિયામાં પણ મળ્યો. પૈસા પ્રચાર અભિયાનને શ્રેષ્ઠ બનાવવા અને વિકલ્પ તૈયાર કરવામાં મદદ કરે છે અને બાઈડને તેનો યોગ્ય ઉપયોગ કરીને ફાયદો ઉઠાવ્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો