રશિયા-યુક્રેન યુદ્ધ અપડેટ્સ:બૂચા નરસંહારનો નવો વીડિયો સામે આવ્યો; રશિયાના સૈનિક 9 યુક્રેનના નાગરિકોને બિલ્ડિંગમાં લઈ ગયા, પછી ફાયરિંગ કર્યું

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

યુક્રેન પર રશિયાના હુમલાને બે મહિનાથી વધુ સમય પસાર થઈ ચુક્યો છે. બીજી બાજુ ફિનલેન્ડની મોટી ગેસ કંપની ગેસમે કહ્યું છે કે રશિયા શનિવારથી તેને કુદરતી ગેસનો પુરવઠો બંધ કરી દેશે. ગેસમ ફિનલેન્ડની રાજ્ય ગેસ કંપની છે.

રશિયાનું કહેવું છે કે ફિનલેન્ડ રૂબલમાં ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યું છે, આ સંજોગોમાં તે આ પગલુ ભરી રહ્યું છે જો કે ક્રેમલિન ભૂતકાળમાં રશિયન ઊર્જા પુરવઠાનો રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યું છે. ગયા અઠવાડિયે રશિયાએ ફિનલેન્ડનો વીજ પુરવઠો પણ અટકાવી દીધો હતો. એવું માનવામાં આવે છે કે ફિનલેન્ડ દ્વારા નાટો સભ્યપદ માટે અરજી કરવાને કારણે રશિયા આ પગલુ ભરી રહ્યુ છે.

બીજી બાજુ, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયન સૈનિકોએ ડોનબાસ વિસ્તારને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધુ છે. તેમણે કહ્યું કે રશિયાએ તેના આક્રમણને વધુ ઘાતક બનાવ્યું છે. રશિયન સેનાને શક્ય તેટલા વધુ યુક્રેનિયનોને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે રશિયા ફરીથી નરસંહાર કરી રહ્યું છે.

રશિયા-યુક્રેન યુદ્ધના મુખ્ય અપડેટ્સ...

  • અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને વિશ્વભરમાં ખાદ્ય કટોકટીનો સામનો કરવા માટે $2.3 બિલિયનની જાહેરાત કરી છે.
  • વિલ્ખીવકા ગામ પર બોમ્બમારો કર્યો, ઘણા ઘરોનો નાશ કર્યો. આ ગામ યુક્રેનના ઉત્તરપૂર્વીય શહેર ખાર્કિવથી લગભગ 25 કિમી દૂર છે. તે ઘણા અઠવાડિયા સુધી રશિયન સેના દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.
  • રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મેરીયુપોલના એઝોવસ્ટલ સંકુલમાં 16 મેથી અત્યાર સુધીમાં 1,700 થી વધુ યુક્રેનિયન સૈનિકોએ આત્મસમર્પણ કર્યું છે.
  • બુચા હત્યાકાંડનો નવો વીડિયો સામે આવ્યો છે બુચા શહેરનો આ વીડિયો 4 માર્ચનો છે, જે એક ઘરના સીસીટીવીમાં કેદ થયો છે. કેટલાક સ્થાનિક લોકોએ તેમના ઘરેથી આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.
  • વીડિયો બનાવનારા લોકોનું કહેવું છે કે રશિયન સૈનિકો તમામ યુક્રેનિયનોને એક બિલ્ડિંગમાં લઈ ગયા જેને રશિયન સૈનિકોએ પોતાનો બેઝ બનાવ્યો હતો. ત્યારપછી ગોળીબારનો અવાજ આવ્યો, થોડીવાર પછી સૈનિકો બહાર આવ્યા, પરંતુ યુક્રેનિયન નાગરિકો બહાર ન આવ્યા. બાદમાં ત્યાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા.