રશિયાના રાષ્ટ્રપતિનો દાવો:પુતિને કહ્યું- યુક્રેનની સેનાએ 3 હજાર ભારતીય સહિત ઘણા વિદેશીઓને બંધક બનાવ્યા, વિદેશી નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ થાય છે

મોસ્કો5 મહિનો પહેલા
  • ચીનના લોકોને પણ યુક્રેને બંધક બનાવ્યા હતા
  • પુતિને સિક્યોરિટી કાઉન્સિલની બેઠક પછી માહિતી આપી

રશિયાના રાષ્ટ્રપતિ વોલોદિમિર પુતિને કહ્યું છે કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. વિદેશીઓને બંધક બનાવીને તેમનો ઢાલની જેમ ઉપયોગ યુક્રેનની સેના કરી રહી છે. પુતિને દાવો કર્યો કે 3 હજાર ભારતીયોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેને રશિયાની સેનાએ મુક્ત કરાવ્યા છે. તેમણે કહ્યું કે ચીનના લોકોને પણ યુક્રેને બંધક બનાવ્યા હતા. પુતિને સિક્યોરિટી કાઉન્સિલની બેઠક પછી આ વાત કહી છે.

રશિયાની સેના નાગરિકોને કાઢવામાં મદદ કરી રહી છે
પુતિને યુક્રેન પર આરોપ લગાવતા કહ્યું કે યુક્રેન વિદેશી નાગરિકોને ઢાલ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારી સેના ત્યાંથી નાગરિકોને કાઢવામાં મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે ચીનના નાગરિકોને પણ બંધક બનાવવામાં આવ્યા હતા. આ નાગરિકોને પણ સેનાએ મુક્ત કરાવ્યા છે. પુતિને એ પણ કહ્યું કે યુક્રેનના રહેણાક વિસ્તારોમાં રશિયા તરફથી કોઈ સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

રશિયાની સેનાએ વિદેશી નાગરિકોને યુક્રેનથી નીકળવામાં મદદ કરી
પુતિને દાવો કર્યો છે કે યુક્રેનની સેના વિદેશીઓને યુક્રેનની બહાર જવા દઈ રહી નથી. તેમણે કહ્યું કે રશિયાની સેનાએ વિદેશી નાગરિકોને યુક્રેનથી નીકળવામાં મદદ કરી. પુતિને કહ્યું કે યુક્રેન વિદેશીઓને બહાર કાઢવામાં મોડું કરી રહ્યું છે. જેના કારણે તેમને ખતરો છે. તેમણે વધુમાં આરોપ લગાવતા કહ્યું કે યુક્રેન ડોનેટ્સ્ક અને લુહાંસ્કમાં વસ્તીની સાથે અમાનવીય વ્યવહાર કરી રહ્યું છે.

અમાર રક્ષા મંત્રાલયે અત્યાર સુધીના તમામ ઉદેશ્યોને પ્રાપ્ત કરી લીધાઃ પુતિન
પુતિને કહ્યું કે ડોનેટ્સ્ક અને લુહાંસ્કના લોકોને તંબૂની અંદર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે અમે ડોનટ્સ અને લુહાન્સ્કના લોકોને શાંતિપૂર્ણ જીવન આપવા માટે કઈ પણ કરીશું. તેમને શિક્ષિત કરીને સ્વતંત્ર અને સન્માન સાથે જીવન જીવવા માટે સમર્થન આપીશું. રશિયાની સેનાના તમામ પરિવારના સભ્યો અને મૃત્ય પામનાર સૈનિકોને સન્માન મળશે. પુતિને કહ્યું કે અમે અમારા પાડોશીઓને પરમાણુ હથિયારોથી અમને ધમકાવવાની પરવાનગી નહિ આપીએ. અમાર રક્ષા મંત્રાલયે અત્યાર સુધીના તમામ ઉદેશ્યોને પ્રાપ્ત કરી લીધા છે.

રશિયા તેની સેના અમારી જમીન પરથી હટાવી લેઃ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી
ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ વોલોદિમિર પુતિનને કહ્યું કે રશિયા તેની સેના અમારી જમીન પરથી હટાવી લે. તેમણે કહ્યું કે જો રશિયા અમારી જમીનમાંથી જવા ઈચ્છતું નથી તો ફરી પુતિને મારી સાથે વાતચીતના ટેબલ પર બેસવું જોઈએ. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હું એક પાડોશી છું, હું એક સામાન્ય માણસ છું, મારી સાથે બેસો, મારી સાથે વાત કરો, તમે કઈ વસ્તુથી ડરો છો?

અન્ય સમાચારો પણ છે...