રશિયા-યુક્રેન યુદ્ધને આજે 54મો દિવસ છે. રશિયાના સૈનિકોએ યુક્રેનના શેહરો પર હુલમા વધારી દીધા છે. રશિયાએ લવીવ શહેરમાં 5 શક્તિશાળી મિસાઈલથી હુમલો કર્યો છે. તેમા ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા છે અને 8 લોકો ઘાયલ થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયા પૂર્વી ડોનબાસ વિસ્તારને સંપૂર્ણ તબાહ કરવા માંગે છે.
ખારકીવમાં રશિયન સૈનિકોના ફાયરિંગમાં પાંચ લોકોના મોત
રશિયાએ યુક્રેન ઉપર તેના હુમલાને વધુ આક્રમક બનાવી દીધા છે. મેરિયુપોલ, દોનેત્સ્ક, લુહાંસ્ક જેવા શહેરોમાં મોટાપાયે બોંબમારો કરવામાં આવી રહ્યો છે. મેરિયૂપોલને સૌથી વધારે મુશ્કેલ સ્થિતિ છે. આ શહેરો પર કબજો કરવા માટે રશિયા અહીં તમામ શક્તિ કામે લગાડી રહ્યું છે. જ્યારે ઈરપિન શહેરમાં પણ ભારે નુકસાન થયું છે.આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના પરમાણુ હુમલા અંગે વિશ્વને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે રશિયાના પરમાણુ હથિયારના હુમલા સામે દુનિયાએ તૈયાર રહેવાની જરૂર છે.
24 કલાકમાં ખારકીવ ઉપર 23 વખત ફાયરિંગ
ખારકીવમાં રશિયાએ ફાયરિંગ કરતાં પાંચ લોકોના મોત થયા છે અને 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અહીંના ગવર્નર ઓલેહ સિનેહુબોવે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં રશિયાના દળોએ ખારકીવ ઉપર 23 વખત ફાયરિંગ કર્યું છે.
લાઈવ અપડેટ્સ
પોપે રશિયાના હુમલાને 'યુદ્ધનું ઈસ્ટર' ગણાવ્યું
યુક્રેન પર રશિયાના હુમલાને પોપ ફ્રાંસે આકરી ટીકા કરી છે. પોપે કહ્યું કે આ 'યુદ્ધનું ઈસ્ટર' છે. તેમણે પોતાના ઈસ્ટર સંબોધનમાં કહ્યું કે આપણે ઘણુબધુ લોહી વહાવ્યું છે, ઘણી હિંસા જોઈ છે. અમારી આંખો આ યુદ્ધના ઈસ્ટરના સાક્ષી બની ગયેલ છે.
એન્ટી રેડિએશન દવાનો સ્ટોક કરો
AFP અનુસાર કિવમાં યુક્રેનિયન પત્રકારો સાથે વાત કરતા ઝેલેન્સ્કીએ કહ્યું, આપણે એ ક્ષણની રાહ જોવી જોઈએ નહીં જ્યારે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો નિર્ણય કરે. આ માટે આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ. રશિયા કોઈપણ હથિયારનો ઉપયોગ કરી શકે છે, મને તેના વિશે સંપૂર્ણ ખાતરી છે. તેમણે વધુંમાં કહ્યું હતુ કે એન્ટી રેડિએશન દવાઓ અને હવાઈ હુમલાથી બચવાના આશ્રયસ્થાનોની જરૂર પડશે.
યુક્રેનનું ઈરપિન શહેર સંપૂર્ણ તબાહ, મૈરિયુપોલમાં એક લાખ લોકો પાસે ભોજન નથી
રશિયા-યુક્રેન યુદ્ધને 50 દિવસથી વધુ સમય થઈ ગયો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોના જવાબમાં રશિયા કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે જ રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટનના પીએમ બોરિસ જોનસન અને વિદેશ સચિવ લિઝ ટ્રસ સહિત 10 બ્રિટિશ રાજદ્વારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ લોકો રશિયામાં પ્રવેશી શકશે નહીં. રશિયાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, બ્રિટનના પ્રતિકૂળ વલણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.