યુક્રેનની લડત:યુક્રેનનું સૈન્ય 112 વર્ષ જૂની મશીનગનથી પુટિનના અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ સૈન્યના છક્કા છોડાવી રહ્યું છે

ન્યુયોર્ક9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1910ની મશીનગન યુક્રેનના સૈન્ય માટે કારગર નિવડી

રશિયન સેનાના હુમલા સામે યુક્રેનની સેના પોતાના દેશની રક્ષા માટે અનેકવિધ હથિયારોથી લડત આપી રહી છે. તેમાંથી એક હથિયાર લગભગ 112 વર્ષ જૂની મશીનગન છે, જેનો સંબંધ 20ની સદીના રશિયન શાસક જારથી છે. આ મશીનગનનું નામ મેક્સિમ એમ 1910 છે. આ 68 કિલોની છે અને તેમાં ખાસ પ્રકારના બે પૈડા લાગેલા છે. જેથી કરીને તેને કોઇપણ વાહન સાથે બાંધીને સંચાલિત કરી શકાય છે.

યુક્રેનમાં આ મશીનગન વિશેષ કરાર હેઠળ જ સેનાની કેટલીક ટૂકડીઓને આપવામાં આવે છે. તેને 1910માં જારની સેનામાં સામેલ કરાઇ હતી. તે પોતાના જમાનાની પ્રથમ ઓટોમેટિક મશીનગન છે. તેને અમેરિકી-બ્રિટિશ શોધક હીરામ મેક્સિમે બનાવી હતી. તેની ખાસિયત એ છે કે તેમાંથી ગોળી છોડ્યા બાદ તે ફરીથી ઓટોમેટિક લોડ થઇ જાય છે. તેના બેરલને ઠંડું કરવા માટે અંદર જ પાણી વહેતું રહે છે.

19-20મી સદીમાં યૂરોપિયન સેનાઓ માટે સામ્રાજ્યવાદની લડાઇમાં તે કારગર નિવડી હતી. 2012માં કરાયેલા ઓડિટમાં સામે આવ્યું કે, યુક્રેનની સેનાની પાસે 35,000 એમ 1910 મશીનગન છે. તેનું નિર્માણ 1920 થી 1950 વચ્ચે કરાયું હતું. રશિયન સેના વિરુદ્વ યુક્રેની સેના માટે તે કારગર સાબિત થઇ છે. તેનાથી સટિક નિશાન સાધી શકાય છે. યુક્રેની સેનાના એક જવાન અનુસાર, તેનાથી દુશ્મનનો 1 કિમી દૂરથી ખાત્મો બોલાવી શકાય છે. અમે કોઇપણ આધુનિક હથિયાર સાથે તેની અદલાબદલી નથી કરવા ઇચ્છતા.

એમ 1910 મશીનગને રશિયન દાવાને ખોટો સાબિત કર્યો
રશિયન મશીનગન પીકેએમથી 5 ગણી ભારે હોવા છતાં જળ સંચાલન પ્રણાલીને કારણે એમ 1910નું બેરલ ખરાબ નથી થતું. તે જવાનોની પહેલી પસંદ છે. તેને રશિયાના દાવાને ખોટો સાબિત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...