ઈન્ડિયન એમ્બેસીએ પોલેન્ડમાં મિશન ઇમ્પોસિબલને પાર પાડ્યું:યુક્રેન સીમાની 30 કિલોમીટર અંદર ઘૂસીને કાઢ્યા સંખ્યાબંધ ઈન્ડિયન સ્ટુડન્ટ્સને

નવી દિલ્હી5 મહિનો પહેલા

યુક્રેન પર રશિયાના હુમલા પછી પોલેન્ડ બોર્ડર પહેલાં ભારતીય વિદ્યાર્થીઓએ ઘણા કિલોમીટર સુધી ચાલીને આવવું પડતું હતું. પછીથી સમાચાર પણ આવવા લાગ્યા કે યુક્રેન બોર્ડર પોલીસ ભારતીયોને ટોર્ચર કરી રહી છે, એવામાં પોલેન્ડમાં ભારતીય એમ્બેસીએ એવા મિશનને શરૂ કર્યું, જે યુદ્ધની સ્થિતિમાં શક્ય જ નહોતું.

એમ્બેસીએ ભારતીયોને લાવવા માટે યુક્રેન બોર્ડરની અંદર ઘૂસવાનો નિર્ણય લીધો છે. સતત બગડી રહેલી સ્થિતિ અને ગોળીબાર વચ્ચે આ વાત શક્ય નહોતી. મિશન એવું હતું કે યુક્રેનમાં 30 કિલોમીટર અંદર ઘૂસવું અને તમામ ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે કાઢીને પોલેન્ડ પહોંચાડવા.

એમ્બેસીની સાથે આ મિશનને લીડ કરનાર ભારતીય મૂળના બિઝનેસમેન અમિત લાથે ભાસ્કરને જણાવ્યું હતું કે પોલેન્ડમાંથી 444 ભારતીય વિદ્યાર્થીને મંગળવારે સાંજે ભારત માટે રવાના કરવામાં આવ્યા છે.

પોલેન્ડથી 444 ભારતીય વિદ્યાર્થીને મંગળવારે સાંજે ભારત માટે રવાના કરવામાં આવ્યા છે.
પોલેન્ડથી 444 ભારતીય વિદ્યાર્થીને મંગળવારે સાંજે ભારત માટે રવાના કરવામાં આવ્યા છે.

બોર્ડર સુધી ચાલતા આવવામાં વિદ્યાર્થીઓને 4 દિવસ લાગતા હતા
આ વિદ્યાર્થીઓને કાઢવા માટે યુદ્ધ શરૂ થતાંની સાથે જ ઈન્ડિયન એમ્બેસી એક્ટિવ થઈ ગઈ હતી. તેને આ મિશનમાં ઈન્ડો-પોલીસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે સ્ટ્રેટેજી બનાવવામાં મદદ કરી. આ મિશનને પાર પાડવા માટે યુદ્ધગ્રસ્ત યુક્રેન બોર્ડરની અંદર 30થી 50 કિલોમીટર પગે ચાલીને આવી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને પોલેન્ડના સુરક્ષિત ક્ષેત્રમાં લાવવાનો હતો.
પગે ચાલીને આવવામાં 4 દિવસનો સમય લાગી રહ્યો હતો. આ સિવાય ભારે ઠંડીમાં રાત પસાર કરવાના કારણે તબિયત પણ બગડી રહી હતી.

મિશનમાં ઈન્ડો-પોલીસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ(IPCCI)એ રણનીતિ બનાવવામાં મદદ કરી છે.
મિશનમાં ઈન્ડો-પોલીસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ(IPCCI)એ રણનીતિ બનાવવામાં મદદ કરી છે.

મિશન ઈમ્પોસિબલ માટે સ્ટ્રેટેજી
24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો ત્યારથી અહીં ઈન્ડિયન કમ્યુનિટી એક્ટિવ થઈ ગઈ છે. IPCCIએ સાથે મળીને એમ્બેસીએ 7 ટીમ બનાવી છે. એમાંથી કેટલાકને ભારતીયોને કાઢવાની જવાબદારી આપવામાં આવી છે. બીજા કેટલાકને રહેવાની અને ખાવાની વ્યવસ્થા કરવાની જવાબદારી આપવામાં આવી હતી. એક સ્પેશિયલ કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. અહીંથી જ સમગ્ર ઓપરેશનના કો-ઓર્ડિનેશન અને એક્ઝિક્યૂશન પર નજર રાખવામાં આવી રહી હતી.

IPCCIની સાથે મળીને એમ્બેસીએ 7 ટીમની સાથે એક સ્પેશિયલ કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે.
IPCCIની સાથે મળીને એમ્બેસીએ 7 ટીમની સાથે એક સ્પેશિયલ કન્ટ્રોલ રૂમ બનાવ્યો છે.

ભારતીય વિદ્યાર્થીઓને રેસ્ક્યૂ કઈ રીતે કર્યા
મિશનને પૂરું કરવા માટે 30 બસના કાફલાને સોમવારે સાંજે યુક્રેનથી આવી રહેલા વિદ્યાર્થીને લેવા માટે રવાના કરવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓ યુક્રેનના પશ્ચિમ છેડે પોલેન્ડ તરફ જવાના રસ્તા પર હતા. પશ્ચિમી યુક્રેનનું શહેર યાવોરિવ પોલેન્ડ બોર્ડરથી 49 કિલોમીટર દૂર છે.

આ રસ્તા પરથી ભારતીય વિદ્યાર્થી ચાલતા પોલેન્ડ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં આ લોકોને યુક્રેનની સેના અને બોર્ડર પોલીસ ટોર્ચર કરી રહી હતી. એવામાં મિશનને પાર કરવું એ ભારતીય દૂતાવાસનું સૌથી મોટું ફોકસ હતું.

પોલેન્ડના બસ ટ્રાન્સપોટર્સને યુક્રેનથી વિદ્યાર્થીઓને લાવવામાં તૈયાર કરવા એ એક મોટો પડકાર રહ્યો.
પોલેન્ડના બસ ટ્રાન્સપોટર્સને યુક્રેનથી વિદ્યાર્થીઓને લાવવામાં તૈયાર કરવા એ એક મોટો પડકાર રહ્યો.

મિશનમાં અડચણ
સૌથી મોટો પડકાર વિદ્યાર્થીઓનો સંપર્ક કરવો અને તેમને ભરોસો અપાવવો કે ભારત સરકારે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે શક્ય એટલી તમામ કોશિશ કરી રહી છે. IPCCIએ યુક્રેનમાં પોતાના સંપર્કો સાથે વાત કરીને આ સુનિશ્ચિત કર્યું. એ પછી પોલેન્ડના બસ ટ્રાન્સપોર્ટર્સને આ મુશ્કેલ મિશન પર જવા માટે તૈયાર કરવા એ પણ એક પડકાર હતો. એ પછી IPCCIના પ્રભાવનો યુઝ કરવામાં આવ્યો.

લગભગ 500 ભારતીયને સુરક્ષિત પોલેન્ડના રેજજો શહેરની હોટલ પ્રેસિડેન્સ્કી ધી પહોંચાડવામાં આવ્યા.
લગભગ 500 ભારતીયને સુરક્ષિત પોલેન્ડના રેજજો શહેરની હોટલ પ્રેસિડેન્સ્કી ધી પહોંચાડવામાં આવ્યા.

મિશન પૂરું કરવામાં કેટલો સમય લાગશે
મિશનને પૂરું કરવામાં 5થી 6 દિવસ લાગશે. પોલેન્ડથી યુક્રેન તરફ જતી બસોને ઓછો સમય લાગ્યો, જોકે ભારતીયોને પરત લાવતી વખતે તેમને બે ગણો સમય લાગ્યો હતો. યુક્રેનથી પોલેન્ડ આવનારા રેફ્યુજીને કારણે આખો રોડ જામ થઈ ગયો હતો. અંતે બે બેચમાં લગભગ 500 ભારતીયોને સુરક્ષિત પોલેન્ડના રેજજો શહેરની હોટલ પ્રેસિડેન્સ્કી પહોંચાડવામાં આવ્યા.

અહીં તમામ વિદ્યાર્થીઓને મેડિકલ હેલ્પ કરવામાં આવી. રહેવા અને ખાવા માટે 5 સ્ટાર એરેન્જમેન્ટ કરવામાં આવી. આ તમામ વિદ્યાર્થી પોલેન્ડથી બુધવારે વહેલી સવારે ઈન્ડિગોની બે ફ્લાઈટ્સથી ભારત પહોંચ્યા છે.

(અમિત લાથની અમારા પત્રકાર રવિ દુબે સાથે થયેલી વાતચીત મુજબ. અમિત ઈન્ડો-પોલીસ ચેમ્બર ઓફ કોમર્સ(IPCCI)ના વાઈસ-પ્રેસિડેન્ટ છે.)

અન્ય સમાચારો પણ છે...