યુક્રેન પરના હુમલાનો 9મો દિવસ LIVE:યુક્રેનના નેતાનો દાવો- પોલેન્ડની US એમ્બેસીમાં છુપાયા છે ઝેલેન્સ્કી; બાઇડેને બે દિવસ પહેલાં જ એરલિફ્ટ કરવાની આપી હતી ઓફર

4 મહિનો પહેલા
 • રશિયન ફાઈટર જેટ્સ દ્વારા યુક્રેનની ચોથી સ્કૂલ પર બોમ્બમારો
 • બાળકોના પ્લેગ્રાઉન્ડમાં મિસાઈલ પડી
 • ઝપોરિઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર રશિયાનો કબજો,

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ 9માં દિવસે પણ યથાવત છે. રશિયન સેનાએ ઝપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. અગાઉ પણ અહીં ફાયરિંગ થયું હતું, જેના કારણે પ્લાન્ટમાં આગ લાગી હતી. રશિયાના સૈનિકોએ પ્લાન્ટના એડમિન અને કંટ્રોલ ઈમારતોને કબજે કરી લીધી છે. આ તરફ રશિયન સૈનિકો ચેર્નિહિવમાં 24 કલાકથી હવાઈ હુમલાઓ કરી રહ્યા છે. આ હુમલાઓમાં 47 લોકોના મોત થયા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કી યુક્રેનની રાજધાની કીવના બંકરથી નીકળીને પોલેન્ડ ભાગી ગયા છે. આ દાવો રશિયાના મીડિયાએ કર્યો છે. યુક્રેનના એક વિપક્ષી નેતાના જણાવ્યા મુજબ ઝેલેન્સ્કી પોલેન્ડમાં આવેલી અમેરિકી એમ્બેસીમાં છુપાયા છે. માત્ર બે દિવસ પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સાર્વજનિક રીતે કહ્યું હતું કે ઝેલેન્સ્કી જ્યારે ઈચ્છે ત્યારે તેમને યુક્રેનમાંથી એરલિફ્ટ કરવામાં આવશે. જો કે યુક્રેન તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઝેલેન્સ્કી રાજધાન કીવમાં જ છે.

સ્કૂલ પર હુમલાઓ યથાવત
રશિયન ફાઈટર જેટ્સે તમામ અપીલો છતાં સ્કૂલ પર હુમલાઓ બંધ નથી કર્યા. થોડી વાર પહેલાં જ રશિયન ફાઈટર જેટ્સે ઝાયટોમિરમાં એક સ્કૂલ પર હુમલો કર્યો. સ્કૂલની બિલ્ડિંગ નષ્ટ થઈ ગઈ છે. જેના થોડીવાર પહેલાં આ સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં મિસાઈલ પડી હતી. સ્કૂલ બંધ હતી. જેના કારણે કોઈને નુકસાન થયું ન હતું. રશિયાએ અત્યાર સુધીમાં ચાર સ્કૂલોને નષ્ટ કરી દીધી છે. બીજી તરફ ચેર્નીહાઈવમાં મૃત્યુઆંક 47 થઈ ગયો છે.

યુક્રેનમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે 130 રશિયન બસ તૈયાર છે
રશિયન નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના વડા કર્નલ જનરલ મિખાઈલ મિઝિન્ટસેવે જાહેરાત કરી હતી કે 130 રશિયન બસ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને યુક્રેનના ખાર્કિવ અને સુમીથી રશિયાના બેલ્ગોરોડ પ્રદેશમાં સ્થળાંતર કરવા માટે તૈયાર છે.

ઝપોરિઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટ પર રશિયાનો કબજો, રેડિયેશનનો સ્તર પણ સામાન્ય
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા સાથે વાત કર્યા બાદ ઝપોરિઝિયામાં ન્યૂક્લિયર સાઈટ પર સ્થિતિને કાબૂમાં લેવા માટે ઈમર્જન્સી ટીમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. યુએસમાં વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાંથી રેડિયેશન લેવલ વધવાના કોઈ સંકેત નથી.

અપડેટ્સ...

 • રશિયન સૈનિકો 24 કલાકથી ચેર્નિહાવમાં હવાઈ હુમલા કરી રહ્યા છે. આ હુમલાઓમાં 47 લોકોના મોત થયા છે.
 • યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયામાં નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. હવે રશિયામાં સેના વિરુદ્ધ ખોટા સમાચાર પ્રકાશિત કરવા બદલ 15 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
 • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીની છેલ્લા એક સપ્તાહમાં ત્રણ વખત હત્યા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ ચોંકાવનારો ખુલાસો બ્રિટનના સમાચાર પત્ર The Timesએ કર્યો છે.
 • યુક્રેનનો દાવો- રશિયાની સેનાએ ઝાયટોમીર શહેરમાં બીજી એક શાળાને બોમ્બથી ઉડાવી દીધી, અત્યાર સુધીમાં 25 શાળાઓમાં બોમ્બ ફેંક્યા.
 • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ જાપાનના વડાપ્રધાન સાથે વાત કરી.
 • યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેમણે 250 રશિયન ટેન્કનો નાશ કર્યો છે. તેમણે લગભગ 10,000 રશિયન સૈનિકોને માર્યા હોવાનો પણ દાવો કર્યો છે.
 • બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને યુક્રેનમાં ન્યૂક્લિયર પ્લાન્ટ પરના હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમર્જન્સી બેઠક બોલાવવાની માગ કરી છે.
 • બ્રિટિશ પીએમ જોનસને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર ઝેપોરિઝિઝ્યા પર હુમલા બાદ સમગ્ર યુરોપને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે.
 • યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારની યુરોપને અપીલ- યુદ્ધનો અંત લાવવા આગળ આવો.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયા-યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. યુક્રેનમાંથી ભારતીયોનું સ્થળાંતર અને ત્યાંની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને NSA અજિત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા.
 • Google અને TripAdvisorએ બેલારુસ, રશિયા અને યુક્રેનમાં નકશા, રેસ્ટોરાં, હોટલની સમીક્ષા કરતા યુદ્ધ સમાચારને બ્લોક કર્યા છે.
 • રશિયાની સેનાએ ખેરસોનમાં ટીવી ટાવર પર કબજો કરી લીધો છે.
 • અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રેહામે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની હત્યાની માગ કરી છે.
 • બાઈડનનો મોટો નિર્ણય, રશિયાના 50થી વધુ દિગ્ગજોને USના વિઝા નહીં મળે.
 • બાઈડન પ્રશાસને યુક્રેનને 10 બિલિયન ડોલર (લગભગ 75 હજાર 911 કરોડ રૂપિયા)ની મદદ આપવા માટે યુએસ કોંગ્રેસને પ્રસ્તાવ મોકલ્યો છે. પરવાનગી મળ્યા બાદ આ રકમ યુક્રેન મોકલવામાં આવશે.
 • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ પુતિનને તાત્કાલિક યુદ્ધ બંધ કરવા અને સૈનિકોને પાછા ફરવાનો આદેશ આપવા વિનંતી કરી છે. ઝેલેન્સ્કીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેની બીજા રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ.

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી, કિવની હોસ્પિટલમાં દાખલ
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી. આ દરમિયાન યુક્રેનમાં પંજાબના હરજોત સિંહને ગોળી વાગી છે. તે કાર દ્વારા લીવ શહેર તરફ જઈ રહ્યો હતો. હાલ હરજોતને કિવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ હરજોતે ભારત સરકારને ટ્વીટ કરીને મદદ માગી છે.

મળતી માહિતી મુજબ, હરજોત સિંહ યુક્રેનની પશ્ચિમી સરહદ તરફ જઈ રહ્યો હતો, જેથી કરીને તે ભારત પરત ફરી શકે. જ્યારે તે લીવ સિટી જઈ રહ્યો હતો એ દરમિયાન તેને ગોળી વાગી હતી અને તે ઘાયલ થયો હતો. સ્થાનિક લોકો તેને એમ્બ્યુલન્સની મદદથી કિવ શહેરની હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ હરજોતે ભારતીય દૂતાવાસને મદદ માટે અપીલ કરી છે. તેનું કહેવું છે કે તે ભારતીય દૂતાવાસથી માત્ર 20 મિનિટના અંતર પર છે.

જોનસને કહ્યું- પુતિને આખા યુરોપને જોખમમાં ધકેલી દીધું છે
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર સમગ્ર યુરોપને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે. જોનસને કહ્યું હતું કે રશિયન સેનાએ યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરીને સમગ્ર યુરોપને જોખમમાં ધકેલી દીધું છે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનની બેદરકારીભરી કાર્યવાહી હવે સમગ્ર યુરોપની સુરક્ષાને સીધું જ જોખમ થઈ શકે છે.

આ પહેલાં નવીન નામના 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું ખાર્કિવમાં ગોળીબારમાં મોત થયું હતું. 21 વર્ષીય નવીન યુક્રેનના ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં આભ્યાસ કરતો 4થા વર્ષનો વિદ્યાર્થી હતો. યુદ્ધની વચ્ચે યુએનનો અંદાજ છે કે રશિયન હુમલાને કારણે 10 લાખ યુક્રેનિયન્સને તેમનું વતન છોડીને અન્ય દેશોમાં આશરો લેવાની ફરજ પડી છે. યુએનના પ્રવક્તાએ કહ્યું હતું કે યુક્રેનમાં આ હુમલાથી 209 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, 1500થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.

ઝેપોરિઝિઝ્યા પ્લાન્ટમાં બ્લાસ્ટનો ખતરો કેમ છે?
યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ શુક્રવારે સવારે કહ્યું હતું કે રશિયાએ યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ ઝાપોરિઝિયા પર ચારેબાજુથી ગોળીબાર કર્યો છે. પ્લાન્ટમાં આગ પહેલેથી જ લાગી છે. જો એમાં બ્લાસ્ટ થશે તો તે ચેર્નોબિલ કરતાં 10 ગણો મોટો હશે. જ્યાં 6 ન્યૂક્લિયર રિએક્ટર છે. પાવર પ્લાન્ટ સાઇટ્સ નજીક રેડિયેશનના ઉચ્ચ સ્તરની જાણ થઈ છે. આ પ્લાન્ટ યુક્રેનના વીજ ઉત્પાદનનો લગભગ 25% હિસ્સો ધરાવે છે.

ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)એ એક ટ્વીટમાં કહ્યું હતું કે - IAEA ઝપોરિઝિયા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટની સ્થિતિ વિશે યુક્રેનિયન અધિકારીઓના સંપર્કમાં છે. IAEAના ડાયરેક્ટર-જનરલ રાફેલ મારિયાનો ગ્રોસી યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શ્માયગલ અને યુક્રેનિયન ન્યૂક્લિયર રેગ્યુલેટર અને ઓપરેટર સાથે વાત કરી છે. તેમણે દળોને રોકવાની અપીલ કરી છે. તેમણે રિએક્ટરના વિસ્ફોટથી ગંભીર ખતરાની ચેતવણી આપી છે.

યુદ્ધના નવમા દિવસે રશિયન સેના બ્લેક સીના યુક્રેન કોસ્ટગાર્ડની નજીક પહોંચી ગઈ છે. એવું મનાય છે કે રશિયા અહીં ગમે ત્યારે માઈકોલિવ કોસ્ટગાર્ડ પર એટેક કરી શકે છે. પેન્ટાગોને દાવો કર્યો છે કે લગભગ દોઢ લાખ રશિયન સૈનિકોએ કિવ અને ખાર્કિવને પણ ઘેરી લીધા છે. કિવમાં ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયો છે. ઝેપોરિઝિઝ્યા ન્યૂક્લિયર પ્લાન્ટમાં ભાષણ આગ લાગી છે.

યુદ્ધ દરમિયાન યુએનએ અનુમાન લગાવ્યું છે કે રશિયન હુમલાના કારણે લગભગ 1 કરોડ યુક્રેનવાસીઓને વતન છોડીને અન્ય દેશોમાં આશરો લેવો પડ્યો છે. યુએનના પ્રવક્તાએ કહ્યું હતું કે યુક્રેનમાં હુમલાથી 209 નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે 1500થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.

યુક્રેનમાં હજુ સૌથી ખરાબ સમય આવવાનો બાકી: મેક્રોન
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે લગભગ 90 મિનિટ સુધી વાતચાત કરી હતી. આ વાતચીત બાદ મેક્રોને ટાંકીને કહ્યું હતું કે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સૌથી ખરાબ સમય હજુ આવવાનો બાકી છે. ગુરુવારે માહિતી આપતાં મેક્રોનના સહયોગીઓએ કહ્યું હતું કે પુતિનની વાતોથી એવું લાગે છે કે તે આખા યુક્રેન પર કબજો કરવા માગે છે. સૂત્રોનું કહેવાનું એ છે કે પુતિને મંત્રણામાં એવું કોઈ આશ્વાસન આપ્યું નથી, જે સૂચવે કે રશિયા યુદ્ધ રોકવા માગે છે.

યુક્રેન સરકારે યુદ્ધ અગાઉ 18-60 વર્ષ સુધીના લોકો માટે દેશ છોડવા પ્રતિબંધ લગાવ્યો હતો. સરકાર યુદ્ધ લડવા માટે નાગરિકોને હથિયાર પણ આપી રહી છે.
યુક્રેન સરકારે યુદ્ધ અગાઉ 18-60 વર્ષ સુધીના લોકો માટે દેશ છોડવા પ્રતિબંધ લગાવ્યો હતો. સરકાર યુદ્ધ લડવા માટે નાગરિકોને હથિયાર પણ આપી રહી છે.

વાતચીતમાં કંઈક તો સહમતી બની
બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડમાં માનવતાવાદી કોરિડોર બનાવવા પર સહમતી બની છે. આ કોરિડોર હેઠળ યુદ્ધ ક્ષેત્રના લોકોને ખોરાક અને દવા પહોંચાડવાનું કામ કરવામાં આવશે. વાતચીત બાદ યુક્રેને કહ્યું હતું કે તે મંત્રણાથી સંતુષ્ટ નથી, ટૂંક સમયમાં ત્રીજા રાઉન્ડની બેઠક બોલાવવામાં આવશે.

રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટેની બેઠકનો બીજો રાઉન્ડ ગુરુવારે સમાપ્ત થયો હતો. બેલારુસ સરહદ પર આ બેઠકથી યુક્રેન સંતુષ્ટ નથી.
રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માટેની બેઠકનો બીજો રાઉન્ડ ગુરુવારે સમાપ્ત થયો હતો. બેલારુસ સરહદ પર આ બેઠકથી યુક્રેન સંતુષ્ટ નથી.

રશિયન ઈન્ટેલિજન્સ વડાએ કહ્યું- અમારી પાસે પરમાણુ શક્તિ છે, અમેરિકાએ તેને હળવાશથી ન લેવું જોઈએ
રશિયાના વિદેશમંત્રી બાદ ત્યાંના ગુપ્તચર વિભાગના SPYના વડા સર્ગેઈ નારીશ્કિને કહ્યું હતું કે રશિયા પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને અમેરિકાએ અમને હળવાશથી ન લેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે
પ્રતિબંધ લગાવવા એ એક પ્રકારનો દેખાડો છે. નારીશ્કિને કહ્યું હતું કે અમેરિકા યુક્રેનને કઠપૂતળી તરીકે રાખવા માગે છે.

SPY ચીફે કહ્યું, NATO સાથે ચાલી રહેલું શીતયુદ્ધ હવે હોટ વોરમાં ફેરવાઈ ગયું છે. અમેરિકાએ રશિયાને હળવાશથી ન લેવું જોઈએ. અમે યુક્રેન સાથે વાતચીત કરી રહ્યા છીએ.
SPY ચીફે કહ્યું, NATO સાથે ચાલી રહેલું શીતયુદ્ધ હવે હોટ વોરમાં ફેરવાઈ ગયું છે. અમેરિકાએ રશિયાને હળવાશથી ન લેવું જોઈએ. અમે યુક્રેન સાથે વાતચીત કરી રહ્યા છીએ.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન તંત્રએ રશિયન ઓલીગાર્ક્સ પર નવા પ્રતિબંધો મૂક્યા છે, જેમાં પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસકોવ અને રશિયાના સૌથી ધનિક લોકોમાંના એક અલીશર બરહાનોવિચ ઉસ્માનોવ સામેલ છે. આ લોકો પર વિઝા પ્રતિબંધ મુકાયો છે. અમેરિકાએ આ રીતે 19 કુલીન લોકો અને તેનાં પરિવાજનો પર પ્રતિબંધ મૂક્યા છે. તેઓ યુએસ ફાઈનાન્સિયલ સિસ્ટમથી પણ હવે અળગા થઈ જશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે મોડી રાત્રે સિક્યોરિટી કાઉન્સિલની સાથે મીટિંગ કરી
યુક્રેન પર રશિયાના હુમલાનો આજે નવમો દિવસ છે. ત્યારે આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે મોડી રાત્રે સિક્યોરિટી કાઉન્સિલની સાથે મીટિંગ કરી. આ દરમિયાન કહ્યું- હું હંમેશાંથી કહી રહ્યો છું કે રશિયા અને યુક્રેનના નાગરિક એક છે. ત્યાં કેટલાક રાષ્ટ્રવાદી અને વિદેશી મળીને વાતાવરણ બગાડી રહ્યા છે, જેમાં મિડલ ઈસ્ટના લોકો પણ સામેલ છે. યુક્રેનમાં હજારો ભારતીય અને ચીનના છાત્રો અને સામાન્ય લોકોને બંધક બનાવવામાં આવી રહ્યા છે. અમારી સેનાએ તેમને હ્યુમન કોરિડોર ઓફર કર્યું છે, જેથી તેઓ જંગના મેદાનમાંથી સુરક્ષિત રીતે નીકળી શકે, પરંતુ યુક્રેનમાં કેટલાક લોકો તેમને રોકી રહ્યા છે. બીજી બાજુ રશિયા અને યુક્રેનની પોલેન્ડ બોર્ડર પર વાતચીત ચાલી રહી છે.

યુક્રેન અને રશિયા વચ્ચેની બીજા તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ મુજબ બંને પક્ષોએ ત્રીજા તબક્કાની વાતચીત પર સહમતી દાખવી છે. અધિકારીઓએ કહ્યું હતું કે યુક્રેનને વાતચીતમાં સારાં પરિણામ નથી મળ્યા, પરંતુ બંને દેશ એ વાત પર સહમત થઈ ગયા છે કે યુક્રેનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે કોરિડરો બનાવવામાં આવે.

ઝેલેન્સ્કીએ પુતિનને સીધી વાતચીતની અપીલ કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની સાથે સીધી વાતચીતની અપીલ કરતાં કહ્યું હતું કે આ યુદ્ધને રોકવાનો આ એકમાત્ર ઉપાય છે. એક સંવાદદાતા સંમેલનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પુતિનને સંબોધિત કરતાં કહ્યું હતું કે અમે રશિયા પર હુમલો નથી કરી રહ્યા અને અમે આવી કોઈ યોજના પણ નથી બનાવી રહ્યા. તમે અમારી પાસેથી શું ઈચ્છો છો? અમારી જમીન છોડી દો.

પુતિન દ્વારા વૈશ્વિક નેતાઓને લાંબા મેજ પર બેસીને ચર્ચાનો ઉલ્લેખ કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું- મારી સાથે બેસો, 30 મીટર દૂર નહીં

યુક્રેનમાં જપ્ત થશે રશિયન સંપત્તિ
ન્યૂઝ એજન્સી રોઈટર્સ મુજબ યુક્રેનની સંસદે દેશમાં રશિયા અને રશિયન નાગરિકોની સંપત્તિ જપ્ત કરવાનું બિલ પાસ કર્યું છે.

કેનેડાએ રશિયા અને બેલારુસથી આયાત પર 35 ટકા ટેક્સ લગાવ્યો
રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા પ્રતિબંધ લગાડવાનું યથાવત્ છે. કેનેડાએ પોતાના દેશમાં રશિયા અને બેલારુસથી આયાત થતી વસ્તુઓ પર 35 ટકા ટેરિફ લગાવી દીધો છે. AFPએ કેનેડાના ડેપ્યુટી PMનાં સૂત્રોથી આ જાણકારી આપી.

પરમાણુ ઊર્જા સંયંત્રો તરફ વધી રહી છે રશિયન સેના
યુક્રેનના દક્ષિણમાં બે મુખ્ય પરમાણુ ઊર્જા સંયંત્રો તરફ રશિયન સેના ઝડપથી આગળ વધી રહી છે. યુક્રેન સરકાર દ્વારા સંચાલિત પરમાણુ કંપની એનરગોટોમના કાર્યવાહક પ્રમુખ પેટ્રો કોટિને આ જાણકારી આપી છે. કોટિને કહ્યું હતું કે હજુ પણ યુરોપના સૌથી મોટા પરમાણુ ઊર્જા સંયંત્ર ઝેપોરિઝિઝ્યા (Zaporizhzhia) સહિત બંને સંયંત્રોને નિયંત્રિત કરે છે, પરંતુ રશિયન સૈનિક Zaporizhzhia સંયંત્ર અને દક્ષિણ યુક્રે વીજળી સંયંત્રના 21 માઈલ અંદર સુધી આગળ વધી રહ્યા છે. Zaporizhzhia સંયંત્ર એનરહોડામાં સ્થિત છે અને અહીંના મેયરે કહ્યું હતું કે યુક્રેનની સેના શહેર પર નિયંત્રણ માટે રશિયન સૈનિકનો સામનો કરી રહી છે.

ક્વાડની બેઠકમાં PMએ કહ્યું- વાતચીત અને કૂટનીતિથી દરેક સમસ્યાનું સમાધાન કાઢવું જોઈએ
વડાપ્રધાન મોદીએ ગુરુવારે ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લીધો. આ વર્ચ્યુઅલ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ઉપસ્થિત રહ્યા. બેઠકમાં યુક્રેન મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વાતચીત અને કૂટનીતિના રસ્તે આવવાની વાત પર જોર આપ્યું. તેમણે કહ્યું હતું કે વાતચીતથી જ દરેક મુદ્દાનું સમાધાન થઈ શકે છે. એવામાં હિંસાનો રસ્તો છોડીને વાતચીત અને કૂટનીતિથી સંકટને ખતમ કરવું જોઈએ.

બેઠકમાં સપ્ટેમ્બર 2021માં થયેલી ક્વાડ શિખર સંમેલનમાં નક્કી કરાયેલા મુદ્દે પણ સમીક્ષા થઈ. આ દરમિયાન ચારેય દેશોના નેતાઓએ આ વર્ષના અંતમાં જાપાનમાં થનારા શિખર સંમેલન પહેલાં ઠોસ પરિણામ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી કામ કરવામાં આવે અને અંદરોઅંદરના સહયોગમાં ઝડપ લાવવામાં આવે એ વાત પર જોર આપ્યું.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જોર આપતાં કહ્યું હતું કે ક્વાડને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવાના વાતને મહત્ત્વ આપવું જોઈએ. મીટિંગ દરમિયાન નેતાઓએ અન્ય મુદ્દે પણ ચર્ચા કરી, જેમાં દક્ષિણ પૂર્વ એશિયા, હિંદ મહાસાગર ક્ષેત્ર અને પ્રશાંત દ્વીપ સમૂહની સ્થિતિ પર ચર્ચા કરી.

ચેર્નિહિવમાં રશિયન હુમલામાં 22નાં મોત
યુક્રેનના ચેર્નિહિવ ક્ષેત્રમાં ગુરુવારે રશિયાએ હવાઈહુમલામાં બે સ્કૂલ અને ઘરો પર હુમલા કર્યા હતા, જેમાં 22 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. ચેર્નિહિવના ગવર્નરે એક ઓનલાઈન પોસ્ટમાં આ જાણકારી આપી. તેમણે કહ્યું હતું કે બચાવકાર્ય ચાલુ છે. કિવ ઈન્ડિપેન્ડન્ટનો રિપોર્ટ છે કે નજીકના વિસ્તારમાં માત્ર કેટલીક સ્કૂલ, કિંડરગાર્ટન અને એક હોસ્પિટલ હતી.

કિવથી 70 કિલોમીટર દૂર સુકાચી શહેરમાં પણ રશિયન આર્મીએ બોમ્બવિસ્ફોટ કર્યા
કિવથી 70 કિલોમીટર દૂર સુકાચી શહેરમાં પણ રશિયન આર્મીએ બોમ્બવિસ્ફોટ કર્યા
આ સેટેલાઈટ તસવીરમાં કિવ પાસે બુકા શહેરમાં થયેલા વિસ્ફોટની અસર જોવા મળી રહી છે.
આ સેટેલાઈટ તસવીરમાં કિવ પાસે બુકા શહેરમાં થયેલા વિસ્ફોટની અસર જોવા મળી રહી છે.

UNHCમાં ભારતે કહ્યું- તાત્કાલિક હિંસાનો અંત આવે
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 49મા સત્રમાં ભારતે કહ્યું હતું કે અમે હિંસાને તાત્કાલિક ખતમ કરવા અને શત્રુતા સમાપ્ત કરવાની વાત પર ભાર આપીએ છીએ. માનવજીવનની કિંમત પર કદી કોઈ સમાધાન ન થઈ શકે. મતભેદ અને વિવાદોનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિથી જ લાવી શકાય.

યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોની સુરક્ષાને લઈને અમે ચિંતિત છીએ. અમે પાડોશી દેશની સાથે મળીને તેમને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવા પર કામ કરી રહ્યા છીએ. અમે યુક્રેનમાં લોકોના માનવાધિકારોનું સન્માન અને સંરક્ષણનું આહ્વાન કરીએ છીએ.

ભારતે વધુમાં કહ્યું હતું કે યુક્રેનમાં અમે માનવીય સહાયતા મોકલી છે, જેમાં દવાઓ, ચિકિત્સાનાં સાધનો અને અન્ય રાહત સામગ્રી સામેલ છે. અમે આવનારા દિવસોમાં વધુ સહાયતા મોકલીશું. આ એક તાત્કાલિક સહાય છે, જેને પૂરી કરવી જરૂરી છે.

અમેરિકા યુક્રેનને કરશે આર્થિક સહાય
બાઇડન એડમિનિસ્ટ્રેશને સંસદની સામે યુક્રેનની ઈમર્જન્સી હેલ્પ માટે 10 અબજ ડોલરની મદદનો પ્રસ્તાવ રાખ્યો. માનવામાં આવે છે કે તેને ઝડપથી પાસ કરી દેવામાં આવશે, કેમ કે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને જ આ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ, બીજા દેશમાં રહેતા લગભગ 50 હજાર યુક્રેનવાસીઓ સ્વદેશ પરત ફર્યા છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે. રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત પોલેન્ડ-બેલારુસ બોર્ડર પર શરૂ થઈ ગઈ છે. યુક્રેનનું ડેલિગેશન લગભગ 24 કલાક મોડું વેન્યુ પર પહોંચ્યું હતું. રશિયાની સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું- અમને આશા છે કે વાતચીત કોઈ પરિણામ પર પહોંચશે. આ વચ્ચે બે કલાકની શાંતિ પછી રશિયન સેનાએ કિવ પર હુમલાઓ વધારી દીધા છે. આ વચ્ચે બે કલાકની શાંતિ પછી રશિયન સેનાએ કીવ પર ફરી હુમલાઓ શરૂ કરી દીધાં છે.

પુતિન અને મેક્રોન વચ્ચે થઈ વાતચીત
ફ્રાંસના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોનએ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન સાથે 90 મિનિટ સુધી વાતચીત કરી. એ બાદ મેક્રોનના હવાલાથી કહેવામાં આવ્યું કે- રશિયા-યુક્રેન જંગમાં સૌથી ખરાબ સમય આવવાનો છે. પુતિન સમગ્ર યુક્રેન પર કબજો કરવા માગે છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા મુજબ, યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાનનો હેતુ તેમનું અસૈન્યીકરણ અને તટસ્થ સ્થિતિને યથાવત્ રાખવાની છે. અમે આ લક્ષ્યને કોઈપણ સ્થિતિમાં પ્રાપ્ત કરીને રહીશું. પુતિને કહ્યું હતું કે યુક્રેન તરફથી વાતચીતમાં કોઈપણ પ્રકારનું મોડું કરાશે તો રશિયા પોતાની માગ વધારી શકે છે.

ભારતમાં ફ્રાંસના રાજદૂતનું મોટું નિવેદન

ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનિન.
ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનિન.

ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનિને દિલ્હીમાં કહ્યું હતું કે 'અમે યુક્રેનની ઘણી મદદ કરી રહ્યા છીએ. યુરોપના તમામ દેશોએ યુક્રેનને માનવીય સહાયતા ઉપરાંત હથિયાર, ઉપકરણ મોકલવાનો નિર્ણય કર્યો છે. અમે રાજનીતિક સમર્થન પણ આપી રહ્યા છીએ. રેકોર્ડ સમયે અમે રશિયા અને તેમની બેંકિંગ સંસ્થાઓ પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. ત્યારે આ મુદ્દે ભારતનો અવાજ પણ ઘણો જ મહત્ત્વનો છે.'

અન્ય સમાચારો પણ છે...