રશિયા-યુક્રેન યુદ્ધનો 44મો દિવસ:રશિયાનો ડોનેત્સ્ક પાસે રેલવે સ્ટેશન પર ક્રૂઝ મિસાઇલથી હુમલો, 35 લોકોનાં મોત, 100થી વધુ ઘાયલ

કીવ4 મહિનો પહેલા
  • યુરોપિયન યુનિયને રશિયા વિરુદ્ધ પાંચમા તબક્કાના પ્રતિબંધોને મંજૂરી આપી

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 44મો દિવસ છે. રશિયાએ પૂર્વ યુક્રેનના એક રેલવે સ્ટેશન પર ક્રૂઝ મિસાઇલથી હુમલો કર્યો છે, જેમાં 35 લોકોનાં મોત થયાં છે અને 100થી વધારે લોકો ઘાયલ થયા છે. આ હુમલો ડોનેત્સ્કના ક્રામટોરસ્કમાં થયો છે. ડોનેત્સ્કના ગવર્નરે કહ્યું હતું કે જ્યારે હુમલો થયો ત્યારે હજારો લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા.

રશિયા પર યુક્રેનના નાગરિકોની હત્યા કરવાનો આદેશ આપવાના આરોપ
યુક્રેનના બુચા શહેરમાં નરસંહારના આરોપોનો સામનો કરી રહેલા રશિયાની મુશ્કેલીઓમાં જર્મનીના દાવાએ વધારો કર્યો છે. જર્મનીએ જણાવ્યું હતું કે તેના ગુપ્તચર વિભાગે સેટેલાઇટ દ્વારા રશિયન સેનાના રેડિયો ટ્રાન્સમિશનને રેકોર્ડ કર્યું છે. આ વાતચીતમાં રશિયન સેનાના અધિકારીઓને નાગરિકોની હત્યા કરવા માટેના આદેશ આપી રહ્યા છે.

જર્મનીએ પણ આ ઓડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે આ ઓડિયો બુચા શહેરનો હોઈ શકે છે, જ્યાં ગયા દિવસોમાં સેંકડો નાગરિકો માર્યા ગયા હતા. જોકે રશિયાએ એને પ્રોપગેન્ડા ગણાવીને ફગાવી દીધો છે તેમજ બુચા હત્યાકાંડની તપાસની માગનો પુનરુચ્ચાર કર્યો હતો. અહીં રશિયન હુમલાનો સામનો કરી રહેલા યુક્રેને દાવો કર્યો છે કે તે યુદ્ધમાં લડ્યું છે. અત્યારસુધીમાં રશિયાના 18 હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે.

જુઓ યુદ્ધની આ હૃદયસ્પર્શી તસવીર...

રશિયાએ કહ્યું- યુદ્ધમાં અમને મોટું નુકસાન થયું છે
યુક્રેનના સંરક્ષણ વિભાગે કહ્યું હતું કે 18,000 રશિયન સૈનિક માર્યા ગયા, પરંતુ રશિયાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે રશિયન રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તા દિમિત્રી પેશકોવે એક ઈન્ટરવ્યુ દરમિયાન સ્વીકાર્યું હતું કે અમે યુદ્ધમાં ઘણું નુકસાન થયું છે.

યુદ્ધ અપડેટ્સ...

  • ઓસ્ટ્રેલિયાએ યુક્રેનની મદદ માટે 20 સશસ્ત્ર વાહનો મોકલ્યા છે, જ્યારે જાપાને રશિયા પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે.
  • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું- બોરોડિયાંકા શહેરની સ્થિતિ બુચા કરતાં પણ ખરાબ છે. ત્યાં રશિયન સેનાએ લોકોની હત્યા કરી છે.
  • જર્મનીમાં યુક્રેનના રાજદૂતે કહ્યું હતું કે રશિયન લોકો દુશ્મન જેવું વર્તન કરી રહ્યા છે. રશિયાના નાગરિકો પુતિનને રોકવામાં નિષ્ફળ રહ્યા છે.
  • UNએ કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે 43 લાખ લોકોએ અન્ય દેશોમાં આશ્રય લીધો છે. લગભગ 65 લાખ લોકો પોતાના જ દેશમાં વિસ્થાપિત છે.
કિવને અડીને આવેલા બુચામાં 400 લોકોને રશિયન સૈનિકોએ ગોળી મારી હતી. આ ઘટના બાદ સમગ્ર વિશ્વમાં રશિયાની ટીકા થઈ રહી છે.
કિવને અડીને આવેલા બુચામાં 400 લોકોને રશિયન સૈનિકોએ ગોળી મારી હતી. આ ઘટના બાદ સમગ્ર વિશ્વમાં રશિયાની ટીકા થઈ રહી છે.

લોકોને માથામાં ગોળી મારવામાં આવી હતી
યુક્રેનના બુચામાં હુમલા બાદ માર્યા ગયેલા લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે. રાહત ટીમના એક અધિકારીએ જણાવ્યું - અમે ઘરોમાંથી મૃતદેહોને બહાર કાઢી રહ્યા છીએ. એક મૃતદેહના માથામાં ગોળી મારી હતી. રોડ અને યાર્ડમાંથી પણ ઘણા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુઆંક એટલો વધારે છે કે મૃતદેહોનું રેન્ડમ પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બુચામાં રાહત ટીમો અને NGOના લોકો ઘરોના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. મૃતકોની સંખ્યા વધુ હોવાને કારણે રેન્ડમ પોસ્ટમોર્ટમનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બુચામાં રાહત ટીમો અને NGOના લોકો ઘરોના કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. મૃતકોની સંખ્યા વધુ હોવાને કારણે રેન્ડમ પોસ્ટમોર્ટમનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે હાલ બોરોડીઆન્કા શહેરમાં યુદ્ધ દરમિયાન થયેલા હુમલાથી સર્જાયેલા કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ શહેરની જે સ્થિતિ છે એ બુચા કરતાં પણ વધુ ભયાનક જોવા મળી રહી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ગુરુવારે મધરાતે સંબોધન કર્યું એ સમયની તસવીર (સૌજન્યઃ CNN)
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ગુરુવારે મધરાતે સંબોધન કર્યું એ સમયની તસવીર (સૌજન્યઃ CNN)

ગુરુવારે રાત્રે પોતાના એક સંબોધનમાં વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આજના સમયમાં ધરતી પર સ્વતંત્રતા માટે સૌથી ભયજનક રશિયા અને તેની સેના છે, જેનાથી માનવ સુરક્ષા પર પણ જોખમ છે. બુચાની સ્થિતિ જોયા પછી તો આ વાત વાસ્તવિક બની છે. ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે બુચાની જેમ મારિયુપોલમાં પણ આવી બર્બરતા જોવા મળી છે. તેમણે સવાલો કર્યો હતો કે એ વખતે શું થશે જ્યારે દુનિયા જાણશે કે મારિયુપોલમાં રશિયન મિલિટરીએ શું કર્યું હતું?

EUએ રશિયા વિરુદ્ધ પાંચમા તબક્કાના પ્રતિબંધોને મંજૂરી આપી
યુરોપિયન યુનિયને રશિયા વિરુદ્ધ પાંચમા તબક્કાના પ્રતિબંધો માટે મંજૂરી આપી દીધી છે. આ દાવો કાઉન્સિલ ઓફ યુરોપમાં રહેલા ફ્રેન્ચ પ્રેસિડેન્સીએ કર્યો છે. આ નવા પ્રતિબંધોમાં રશિયન જહાજો માટે ઈયુ પોર્ટ્સ બંધ કરવાની વાત પણ સામેલ છે. આ ઉપરાંત મોસ્કોને હાઈ ટેક પ્રોડક્ટ્સની નિકાસ પર પણ પ્રતિબંધ સામેલ છે.

રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 44મો દિવસ છે. યુક્રેનના મારિયુપોલમાં રશિયાએ ભારે તબાહી શરૂ કરી છે. અહીંના મેયરે જણાવ્યું હતું કે શહેરમાં અત્યારસુધીમાં 5000 લોકોનાં મોત નીપજ્યાં છે. મેયર વાડિયમ બોઈચેંકોએ જણાવ્યું હતું કે માર્યા ગયેલામાં 210 બાળક છે, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે થયેલા વોટિંગમાં રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માંથી બહાર કરી દેવાયું છે. વોટિંગ દરમિયાન રશિયા વિરુદ્ધ 93 અને પક્ષમાં 24 મત પડ્યા. ભારત સહિત 58 દેશે વોટિંગ કર્યું નહોતું. બુચા એટેક પછી આજે UN જનરલ એસેમ્બ્લીની બેઠક મળી હતી. આ બેઠકમાં રશિયાને UNHRCથી બહાર કરવા માટે વોટિંગ કરાવવામાં આવ્યું હતું. UNHRCમાં કુલ 47 દેશ સામેલ છે.

દોનેત્સ્કમાં એરસ્ટ્રાઈકથી ટ્રેન વ્યવહાર ખોરવાયો
દોનેત્સ્કમાં બાર્વિન્કોવ સ્ટેશનની પાસે રશિયા દ્વારા એરસ્ટ્રાઈક કરી હતી જેને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. યુક્રેનના મીડિયાના જણાવ્યા મુજબ આ ટ્રેનથી હજારોની સંખ્યામાં લોકો આ વિસ્તારમાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

યુક્રેનના વિદેશમંત્રીએ નાટો પાસે હથિયારોની માગ કરી
યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ આજે નાટો હેડક્વાર્ટરમાં કહ્યું હતું કે અમને જેટલાં વધુ હથિયાર મળશે અમે એટલા ઝડપ જીવ બચાવી શકીશું. શહેરો તેમજ ગામડાં બરબાદ નહીં થાય તેમજ બીજું બુચા પણ નહીં બને. તેમણે આ પહેલાં કહ્યું હતું કે ડોનાબાસમાં ચાલી રહેલું યુદ્ધ બીજા વિશ્વયુદ્ધ જેવું બની શકે છે. તો બીજી બાજુ યુક્રેનની સેનાએ કહ્યું હતું કે રશિયા ફરી એક વખત કિવ પર કબજો મેળવવાના પ્રયાસમાં છે.

માનવાધિકાર પરિષદમાં રશિયા બહાર
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે થયેલા વોટિંગમાં રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માંથી બહાર કરી દેવાયું છે. વોટિંગ દરમિયાન રશિયા વિરુદ્ધ 93 અને પક્ષમાં 24 મત પડ્યા. ભારત સહિત 58 દેશોએ વોટિંગ કર્યું નહોતું. બુચા એટેક પછી આજે UN જનરલ એસેમ્બ્લીની બેઠક મળી હતી. આ બેઠકમાં રશિયાને UNHRCથી બહાર કરવા માટે વોટિંગ કરાવવામાં આવ્યું હતું. UNHRCમાં કુલ 47 દેશ સામેલ છે.

યુક્રેન પરના હુમલાને લઈને UNHRCની બેઠક બોલાવવામાં આવી હતી.
યુક્રેન પરના હુમલાને લઈને UNHRCની બેઠક બોલાવવામાં આવી હતી.

ભારત ફરી એક વખત UNGAમાં મતદાનથી દૂર રહ્યું
ભારત યુક્રેનમાં રશિયાના હુમલાની નિંદા કરવાના તમામ પ્રસ્તાવ અંગે UNSCમાં થયેલા વોટિંગ દરમિયાન ગેરહાજર રહ્યું. ગત મહિને વિદેશ-સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું હતું- અમે સંયુક્ત રાષ્ટ્રમાં સાવધાનીપૂર્વક એવું વલણ અપનાવીએ છીએ, જે વિચારો પર આધારિત હોય છે. અમે નિંદા પ્રસ્તાવ પર વિચાર જરૂરથી કરીશું, પરંતુ અમારા હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈશું.

અન્ય સમાચારો પણ છે...