રશિયા-યુક્રેન યુદ્ધ LIVE:યુક્રેનના રાષ્ટ્રપતિની ચેતવણી, કહ્યું- દુનિયા રશિયાના પરમાણુ હુમલા સામે તૈયાર રહે, એન્ટિ-રેડિયેશન દવા એકત્રિત કરવાનું શરૂ કરો

એક મહિનો પહેલા
  • ઝેલેન્સ્કીએ કહ્યું,રશિયા કોઈપણ હથિયારનો ઉપયોગ કરી શકે છે

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના પરમાણુ હુમલા અંગે વિશ્વને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે રશિયાના પરમાણુ હથિયારના હુમલા સામે દુનિયાએ તૈયાર રહેવાની જરૂર છે.

એન્ટી રેડિએશન દવાનો સ્ટોક કરો
AFP અનુસાર કિવમાં યુક્રેનિયન પત્રકારો સાથે વાત કરતા ઝેલેન્સ્કીએ કહ્યું, આપણે એ ક્ષણની રાહ જોવી જોઈએ નહીં જ્યારે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો નિર્ણય કરે. આ માટે આપણે અગાઉથી તૈયારી કરવી જોઈએ. રશિયા કોઈપણ હથિયારનો ઉપયોગ કરી શકે છે, મને તેના વિશે સંપૂર્ણ ખાતરી છે. તેમણે વધુંમાં કહ્યું હતુ કે એન્ટી રેડિએશન દવાઓ અને હવાઈ હુમલાથી બચવાના આશ્રયસ્થાનોની જરૂર પડશે.

યુક્રેનનું ઈરપિન શહેર સંપૂર્ણ તબાહ, મૈરિયુપોલમાં એક લાખ લોકો પાસે ભોજન નથી
રશિયા-યુક્રેન યુદ્ધને 50 દિવસથી વધુ સમય થઈ ગયો છે. પશ્ચિમી દેશોના પ્રતિબંધોના જવાબમાં રશિયા કડક કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે જ રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટનના પીએમ બોરિસ જોનસન અને વિદેશ સચિવ લિઝ ટ્રસ સહિત 10 બ્રિટિશ રાજદ્વારીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે આ લોકો રશિયામાં પ્રવેશી શકશે નહીં. રશિયાના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, બ્રિટનના પ્રતિકૂળ વલણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યુક્રેનમાં એર એલર્ટ
રશિયા તરફથી હવાઈ હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને સમગ્ર યુક્રેનમાં એર એલર્ટ જાહેર કરાયું છે. લોકોને નજીકના શેલ્ટરમાં જવાની સલાહ અપાઈ છે. ગમે તે સમયે હવાઈ હુમલા થઈ શકે છે.

મૈરિયુપોલમાં એક લાખ લોકો પાસે ભોજન નથી: UN
યુક્રેનના મૈરિયુપોલ શહેરમાં એક લાખથી વધારે લોકો પાસે ખાવા-પીવાનો સામાન નથી. આ માહિતી UN તરફથી આપવામાં આવી છે.

યુક્રેનનું આ શહેરમાં સંપૂર્ણ તબાહ
યુક્રેનના ઈરપિનમાં ભારે ખાના-ખરાબી સર્જાઈ છે. અહીં 71% ઈમારતો તબાહ થઈ ગઈ છે. ઈરપિનના મેયર એલેક્ઝેન્ડર મારકુશિનના જણાવ્યા મુજબ 1 હજારથી વધારે ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે.

યુક્રેનની સેનાના વળતા હુમલામાં અન્ય એક રશિયન જનરલ માર્યો ગયો. સેન્ટ પીટર્સબર્ગના ગવર્નર એલેક્ઝાન્ડર બેગ્લોવના જણાવ્યા અનુસાર, મેજર જનરલ વ્લાદિમીર ફ્રોલોવ યુદ્ધમાં શહીદ થયા હતા. તેમને શનિવારે સેન્ટ પીટર્સબર્ગમાં દફનાવવામાં આવ્યા હતા. યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 7 રશિયન જનરલ માર્યા ગયા છે.

અપડેટ્સ…

  • રશિયન અબજોપતિ રોમન અબ્રામોવિચે રશિયા-યુક્રેન પીસ ડાયલોગ ફરી શરૂ કરવા માટે કિવની મુલાકાત લીધી હતી.
  • યુક્રેનના જનરલ સ્ટાફનું કહેવું છે કે, આ યુદ્ધના કારણે રશિયાએ સીરિયામાં સૈન્ય પરિભ્રમણ બંધ કરી દીધું છે.
  • ફોર્બ્સના અહેવાલ મુજબ, રશિયાના 8 અબજોપતિઓ પાસે ફ્રાન્સમાં 92 કરોડ ડોલરથી વધુ સંપત્તિ છે.
  • રશિયા દાવો કરે છે કે, તે ચેક રિપબ્લિકની પરવાનગી વિના યુક્રેનને સોવિયત નિર્મિત શસ્ત્રો આપી શકે નહીં.
  • ઇટાલીએ 17 એપ્રિલ એટલે કે આજથી તેના બંદરો રશિયન જહાજો માટે બંધ કરી દીધા છે.
યુક્રેનની નાગરિક લ્યુડમિલા બલીઉરા પોતાની સાત વર્ષની પુત્રી સાથે યુક્રેનમાં પોતાના ઘરે પરત ફરવા માટે ટ્રેનની રાહ જોઈ રહી છે. યુદ્ધ શરૂ થતા તે પોલેન્ડ જતી રહી હતી.
યુક્રેનની નાગરિક લ્યુડમિલા બલીઉરા પોતાની સાત વર્ષની પુત્રી સાથે યુક્રેનમાં પોતાના ઘરે પરત ફરવા માટે ટ્રેનની રાહ જોઈ રહી છે. યુદ્ધ શરૂ થતા તે પોલેન્ડ જતી રહી હતી.

યુક્રેનને લઈ રશિયાએ વધુ આક્રમક વલણ અપનાવી લીધુ છે તો બીજી બાજુ સતત યુક્રેનને સૈન્ય મોરચે મદદ કરી રહેલા અમેરિકાને પણ ચેતવણી આપવામાં આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સ્વીકાર કર્યો છે કે આ યુદ્ધમાં તેમના 3000થી વધારે સૈનિકોએ જીવ ગુમાવ્યા છે અને 10 હજારથી વધારે સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. PM જોનસન સહિત બ્રિટનના અનેક નેતાની યાત્રા પર પ્રતિબંધ બાદ બ્રિટને કહ્યું છે કે તેઓ યુક્રેનને મદદ કરવા માટે અડગ છે.

સ્કોટલેન્ડના મંત્રીએ કહ્યું- પુતિન યુદ્ધ ગુનેગાર
રશિયાના વિદેશ મંત્રી દ્વારા શનિવારે કરવામાં આવેલી જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા સ્કોટલેન્ડના મંત્રી નિકોલા સ્ટર્જને કહ્યું છે કે પુતિન યુદ્ધ ગુનેગાર છે અને તેમની તથા તેમના શાસનની ટીકા કરતાં ડરીશ નહીં. સ્કોટલેન્ડે રશિયાને અલગ-થલગ કરવા તથા દંડિત કરવા માટે સૌથી મજબૂત કાર્યવાહી કરવા અને યુક્રેનના લોકોનું સમર્થન કરવા માટે શક્ય તમામ પ્રયત્નની ખાતરી આપી હતી.

યુક્રેને દાવો કર્યો છે કે ખાર્કિવ પર રશિયાએ ક્રુઝ મિસાઈલથી હુમલો કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા છે અને 18 ઘાયલ થયા છે.
યુક્રેને દાવો કર્યો છે કે ખાર્કિવ પર રશિયાએ ક્રુઝ મિસાઈલથી હુમલો કર્યો હતો. જેમાં બે લોકોના મોત થયા છે અને 18 ઘાયલ થયા છે.

કીવમાં રશિયાનો મિસાઈલ હુમલો
કીવમાં આજે પણ રશિયા તરફથી સતત મિશાઈલ હુમલા થયા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ટેલિગ્રામમાં એક અપડેટમાં શહેરના મેયર વિટાલી ક્લિટ્સસ્કોએ કહ્યું કે હવાઈ સુરક્ષાએ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ દુશ્મનો ઘણા ક્રુર છે.

બ્રિટનના રાજકીય નેતાઓ ઉપર રશિયાએ પ્રતિબંધ મુક્યો
ક્રેમલિન બ્રિટીશ રાજનેતાઓ સામે પ્રતિબંધોનું વિસ્તરણ કરશે,જેને રશિયા વિરોધી ઉન્માદની લહેર કહે છે. ડોમિનિક રોબ, ગ્રાન્ટ શાપ્સ, પ્રીતિ પટેલ, ઋષિ સુનક, ક્વાસી ક્વાર્ટેગ, નાદિન ડોરિસ, જેમ્સ હેપ્પી, નિકોલા સ્ટર્જન, સુએલા બ્રેવરમેન, બોરિસ જોનસન, લિઝ ટ્રસ સહિતના નેતાઓના નામને બ્લેક લિસ્ટમાં નાંખી દીધા છે.

યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારના ઉપયોગનું જોખમ વધ્યું છે. યુક્રેન શહેરની તબાહીને જોતો એક ફાયર કર્મચારી.
યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારના ઉપયોગનું જોખમ વધ્યું છે. યુક્રેન શહેરની તબાહીને જોતો એક ફાયર કર્મચારી.
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન માટે 800 મિલિયન ડોલર (લગભગ 6,089 કરોડ રૂપિયા)ની સૈન્ય સહાયને મંજૂરી આપી છે. જેમાં 11 હેલિકોપ્ટર, 18 હોવિત્ઝર તોપ અને 300 સ્વિચબ્લેડ ડ્રોન સામેલ છે.શનિવારે ખાર્કિવમાં રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. જેમાં એક 7 મહિનાનું બાળક પણ સામેલ છે. તેમજ 35 લોકો ઘાયલ થયા છે.
  • શુક્રવારે રશિયાએ દક્ષિણ યુક્રેનના માયકોલાઈવ શહેર પર હુમલો કર્યો હતો. રહેણાંક મકાનો પર થયેલા હુમલામાં યુક્રેનના પાંચ નાગરિકો માર્યા ગયા છે. તેમજ 15 ઘાયલ થયા છે.
  • IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ શુક્રવારે કહ્યું કે અમે યુક્રેનમાં મોટા પાયે રિકન્સ્ટ્રકશનની તૈયારી કરી રહ્યા છીએ.
યુક્રેનની તબાહી વચ્ચે સેના અને ફાયર વર્કર લોકોને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. રશિયાના હુમલા પછીની તબાહીના દ્રશ્યો.
યુક્રેનની તબાહી વચ્ચે સેના અને ફાયર વર્કર લોકોને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. રશિયાના હુમલા પછીની તબાહીના દ્રશ્યો.

રશિયાના 20 હજારથી વધારે સૈનિકોના મોત