પુતિનના બિહારી ધારાસભ્યનો ઇન્ટરવ્યુ:યુક્રેન સામે જંગ નથી, ભારતની જેમ સર્જિકલ સ્ટ્રાઇક છે; ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાનો યુક્રેનનો બદલો

5 મહિનો પહેલાલેખક: પૂનમ કૌશલ

યુક્રેન જેવા દેશને જીતવું રશિયા માટે માત્ર એક દિવસનું કામ છે. સમગ્ર વિશ્વ આને યુદ્ધ કહે છે, પરંતુ આ માત્ર એક આર્મી ઓપરેશન હોવાની વાત જાણવા મળી છે. રશિયા મુજબ આ માત્ર એક ભારતે બાલાકોટમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈક સમાન છે.

એવામાં જો યુક્રેનમાં માર્યા ગયેલા વિદ્યાર્થીની વાત કરીએ તો તેને રશિયાએ યુક્રેનનો બદલો લેવાની કાર્યવાહી જણાવી છે. રશિયા અને યુક્રેનની આ લડાઈના સંદર્ભમાં ભાસ્કર ગ્રુપે પુતિનની પાર્ટીના ભારતીય મૂળના ધારાસભ્ય અભય સિંહે આ તમામ મુદ્દા પર ચર્ચા કરી હતી. તો ચલો, આપણે આ ઈન્ટરવ્યુના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર ફેરવીએ...

પ્રશ્ન: રશિયાના દૃષ્ટિકોણથી જોઈએ તો આ યુદ્ધની સ્થિતિ શું છે, રશિયા ક્યાં ઊભું છે?
જવાબ:
રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ યુદ્ધ નથી. એક રીતે જોઈએ તો આ રશિયન સેનાનું ઓપરેશન છે, જેમ ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, એ પણ એવું જ ઓપરેશન છે. આ ઓપરેશન હેઠળ યુક્રેનના લોકો કે સંપત્તિને કોઈ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું નથી. એને જોતાં રશિયન સેના ધીમે ધીમે આગળ વધી રહી છે.

જો આનું ધ્યાન ન રાખવામાં આવ્યું હોત તો આ અભિયાન એક દિવસમાં ખતમ થઈ શક્યું હોત. આ રશિયા માટે એક દિવસનું યુદ્ધ હતું.

પ્રશ્ન: લાખો રશિયન સૈનિકો યુક્રેનમાં છે, જો આપણે એને હુમલો ન કહીએ તો શું?
જવાબઃ આ લશ્કરી ઓપરેશન છે, જો હુમલો થયો હોત તો બંને તરફથી બોમ્બમારો થયો હોત, ગોળીબાર થયો હોત. આવું કંઈ થઈ રહ્યું નથી.

તમામ રશિયન સૈનિકોને સૂચના આપવામાં આવી છે. તેમને કહેવામાં આવ્યું છે કે યુક્રેનના નાગરિકોને નુકસાન ન પહોંચાડે. નાગરિકોને સુરક્ષિત રાખીને તમારું ઓપરેશન પૂર્ણ કરવું પડશે. તેને સર્જિકલ સ્ટ્રાઈક જેવું ઓપરેશન કહો, યુદ્ધ નહીં.

કુર્સ્ક રાજ્યના ધારાસભ્ય અભય સિંહે કહ્યું કે યુક્રેન બળજબરીથી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કુર્સ્ક રાજ્યના ધારાસભ્ય અભય સિંહે કહ્યું કે યુક્રેન બળજબરીથી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પ્રશ્ન: ભારતમાં આજે ખૂબ જ ઉદાસી છે. એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ છે, તેમની સુરક્ષા માટે રશિયા શું કરી રહ્યું છે?
જવાબ: ભારતના એક હોનહાર વિદ્યાર્થીનું અવસાન થયું એ ખૂબ જ દુઃખદ છે. વિદેશ જઈને મેડિસિનનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી સાથે આવું થયું. હું માત્ર આ વિદ્યાર્થીની વાત નથી કરી રહ્યો. તમે યુક્રેનિયન સૈનિકો અથવા બોર્ડર સિક્યોરિટી ફોર્સનું ભારતીય વિદ્યાર્થિનીઓ પ્રત્યે ખરાબ વર્તન જુઓ છો.

છોકરીઓને બૂટ અને લાતો વડે માર મારવામાં આવી રહ્યો છે. ભારત પ્રત્યે યુક્રેનનું વલણ ઘણું ખરાબ છે. મને લાગે છે કે આ વિદ્યાર્થીના મૃત્યુ પાછળ કંઈક કારણ હશે. બની શકે કે ભારતે યુક્રેનને સમર્થન ન આપ્યું હોય, જેનો તે બાળકો સામે બદલો લઈ રહ્યું છે.

સવાલઃ આ યુદ્ધમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ સ્વતંત્ર દેશ પર હુમલો કર્યો છે. આ યુદ્ધમાં રશિયાની સ્થિતિ શી છે?
જવાબ: બધા દેશો આઝાદ છે. આજે કોઈ ગુલામ દેશ નથી, માત્ર બોલવાની વાત છે. રશિયાએ લાંબા સમય સુધી સહન કર્યું છે. જ્યારે સોવિયેત યુનિયન તૂટ્યું ત્યારે નાટો દેશો સાથે કરાર થયો હતો કે તમે રશિયાની સરહદો પર આવો નહીં. રશિયન સરહદથી દૂર રહો.
છેલ્લાં 30 વર્ષમાં નાટો ધીમે-ધીમે રશિયાની સરહદ તરફ આગળ વધ્યું છે. આ જ કારણ છે કે આપણે આ સંકટનો સામનો કરી રહ્યા છીએ. એ સમજી શકાય છે કે બાંગ્લાદેશ ભારતની બાજુમાં એક નાનો દેશ છે. એને પ્રભાવિત કરીને જો ચીન ત્યાં પોતાનાં સૈન્ય મથકો બનાવે છે તો ભારત માટે મુશ્કેલી ઊભી થશે.

એ જ રીતે જો તમે નાટોને યુક્રેન-રશિયાની સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપો છો, તો પછી સમસ્યા ઊભી થવાની હતી. રશિયા એક મજબૂત દેશ છે, તેથી અમારા રાષ્ટ્રપતિએ આ મજબૂત પગલું ભર્યું છે. અમારી સંસદે એને મંજૂરી આપી છે.

પ્રશ્ન: પરંતુ નાટો કહે છે કે આવી કોઈ સમજૂતી નથી?
જવાબ: જર્મનીની ફાઈલ જુઓ, એ ત્યાંના જર્મન પ્રેસ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવી છે, એવું સમાધાન છે.

પ્રશ્નઃ એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાએ આ યુદ્ધ લાંબી તૈયારી પછી શરૂ કર્યું છે. શું રશિયાએ પણ તેનાં નકારાત્મક પરિણામોની સમીક્ષા કરી છે?
જવાબ: આવું કોઈ આયોજન નહોતું. જ્યારે વાતચીત સફળ ન થઈ, ત્યારે રશિયાએ આ નિર્ણય લેવો પડ્યો. એક મહિના કરતાં પણ વધુ સમયથી, રશિયન સૈન્ય ત્યાં તહેનાત હતું. અમે કંઈ કરતા નહોતા. રશિયન સેના ત્યાં હિમવર્ષામાં મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. તાપમાન શૂન્યથી દસ ડીગ્રી નીચે હતું, પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં. રશિયન સેના એ જોવાની રાહ જોઈ રહી હતી કે મંત્રણામાંથી કોઈ પરિણામ આવે છે કે કેમ, જ્યારે મંત્રણામાંથી કંઈ ન બન્યું ત્યારે રશિયાએ આવો નિર્ણય લેવો પડ્યો.

રશિયાનો દાવો છે કે યુક્રેન સાથેના સંઘર્ષમાં તેને નજીવું નુકસાન થયું છે.
રશિયાનો દાવો છે કે યુક્રેન સાથેના સંઘર્ષમાં તેને નજીવું નુકસાન થયું છે.

પ્રશ્ન: ઘણા સુરક્ષા વિશ્લેષકો આને ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત ગણાવી રહ્યા છે. વિશ્વએ પહેલાંથી જ બે વિનાશક વિશ્વ યુદ્ધો જોયાં છે. શું તમને નથી લાગતું કે જો બીજું મોટું યુદ્ધ થશે તો તેના માટે રશિયાને જવાબદાર ઠેરવવામાં આવશે?
જવાબ: અમને નથી લાગતું કે વસ્તુઓ આટલી આગળ જશે. મને લાગે છે કે આગામી એક સપ્તાહમાં બધું બરાબર થઈ જશે.

પ્રશ્ન: પશ્ચિમી દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે, રુબલ ઘટી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાની અર્થવ્યવસ્થા પડી ભાંગશે. શું રશિયા આમાંથી બહાર આવી શકશે?
જવાબઃ આ પ્રતિબંધો આજના કે કાલના નથી, છેલ્લાં આઠ-દસ વર્ષથી લાદવામાં આવી રહ્યાં છે. આ પ્રતિબંધનું પરિણામ રશિયા માટે સારું આવવાનું છે અને એવું લાગી રહ્યું છે. જે પ્રતિબંધો હમણાં જ મૂકવામાં આવ્યા છે, તમને શું લાગે છે કે અમારો નાણાકીય વિભાગ તેના માટે તૈયાર નહતો! રશિયાએ તેમના માટે પહેલેથી જ તૈયારી કરી લીધી હતી. અત્યારે જે રુબલ ઘટી રહ્યો છે એ સમયની વાત છે, થોડા સમયમાં બધું બરાબર થઈ જશે.

પ્રશ્ન: રશિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે, તે દેશના નાગરિકો આ લડાઈને કેવી રીતે જોઈ રહ્યા છે?
જવાબ:
આપણા રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને દેશના લોકોનું મહત્તમ સમર્થન છે. તેમનો નિર્ણય જે પણ હોય, દેશની જનતા તેમની સાથે છે. આપણા દેશમાં કોઈ સમસ્યા નથી. અહીં જનજીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે.

પ્રશ્ન: શું રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ કેટલાંક શહેરોમાં પ્રદર્શન થયાં છે? અમે આવી તસવીરો અને વીડિયો જોયા છે, તમે આના પર શું કહેશો?
જવાબ: રશિયામાં 10 લાખથી વધુ યુક્રેનિયન રહે છે અને તેમાંથી મોટા ભાગનાને અત્યારસુધીમાં રશિયન નાગરિકતા આપવામાં આવી છે. તે લોકો રાષ્ટ્રપતિ પુતિનને સમર્થન આપે છે.

કેટલાક એવા લોકો છે જે વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમની સંખ્યા ઘણી ઓછી છે. દુનિયામાં એવો કોઈ નેતા નથી કે જેને તેના સો ટકા નાગરિકોનું સમર્થન હોય. કેટલાક લોકો વિરોધ કરશે.

પ્રશ્ન: એવા પણ અહેવાલો છે કે રશિયાના લોકો આ લડાઈ વિશે બહુ જાગ્રત નથી, ત્યાં સોશિયલ મીડિયા બંધ થઈ ગયું છે?
જવાબ: ના, અમારી પાસે અહીં એવું નથી. ફેસબુક પણ બંધ નથી અને રશિયાનું પોતાનું સોશિયલ મીડિયા છે જે વિશાળ છે. એ માહિતી લોકો સુધી પહોંચી રહી છે. થોડા લોકોએ ફેસબુક બંધ કર્યું છે, પરંતુ અન્ય સામાજિક નેટવર્ક્સ છે. અહીં ટ્વિટર, ટેલિગ્રામ ચાલે છે, સ્થાનિક સોશિયલ મીડિયા પણ છે, લોકો તેનાથી માહિતી મેળવી રહ્યા છે.

પ્રશ્ન: યુક્રેનનો દાવો છે કે બાળકો સહિત નાગરિકોની હત્યા થઈ રહી છે. શું રશિયન લશ્કરી દળો સીધા નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે?
જવાબઃ આ ખોટા સમાચાર છે, પરંતુ ક્યાંય પણ અભિયાન ચલાવાશે તો બંને તરફથી કંઈક થશે.

પ્રશ્નઃ યુક્રેન દાવો કરી રહ્યું છે કે અત્યારસુધીમાં પાંચ હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. શું રશિયા તેને સ્વીકારે છે?
જવાબઃ આ તદ્દન ફેક ન્યૂઝ છે. આ યોગ્ય નથી. અમારા લઘુત્તમ સૈનિકો માર્યા ગયા છે. ખૂબ ઓછા.

પ્રશ્ન: એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રશિયા ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરી રહ્યું છે?
જવાબ: ના, એવું કંઈ નથી.

પ્રશ્ન: ખાર્કિવ પર ભારે બોમ્બ મારો કરવામાં આવી રહ્યો છે. તે સામાન્ય લોકોનું શહેર છે. એવી તસવીરો અને વીડિયો છે જેમાં સામાન્ય લોકોના ઘર પર બોમ્બ પડતા જોવા મળે છે. તમે આના પર શું કહેશો?
જવાબ: રશિયન સૈનિકો માત્ર યુક્રેનમાં લશ્કરી મથકોનો નાશ કરી રહ્યા છે. નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા નથી. નાગરિકો પર હુમલાના વીડિયો સામે આવી રહ્યા છે, આ યુક્રેન દ્વારા કરવામાં આવી રહ્યા છે અને પછી તેને વાઇરલ કરવામાં આવી રહ્યા છે, જેથી તેમને મદદ મળી શકે. તેઓ આ વીડિયો બતાવીને મદદ માગી રહ્યા છે કે અમારી મદદ કરો.

પ્રશ્ન: ભારત વિશે તમારું શું કહેવું છે? ભારત રશિયાનો જૂનો મિત્ર રહ્યો છે, શું તમને લાગે છે કે આ સંબંધ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે?
જવાબઃ 1971માં જ્યારે આખી દુનિયા ભારતથી અલગ થઈ ગઈ હતી ત્યારે માત્ર રશિયાએ જ મદદ કરી હતી. આજે પણ જ્યારે રશિયાને જરૂર છે ત્યારે ભારતે રશિયાને સાથ આપ્યો છે. આ બતાવે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો કેટલા ગાઢ છે. ભારતની આ વાત રશિયા હંમેશાં યાદ રાખશે.

પ્રશ્ન: શું આપણે કહી શકીએ કે રશિયાએ યુક્રેનની શક્તિને ઓછી આંકી. ઝુંબેશને છ દિવસ થઈ ગયા છે, પરંતુ રશિયા સફળ થયું નથી?
જવાબ: અમારું માનવું છે કે આની પાછળ યુક્રેન નહીં પણ બાહ્ય શક્તિઓનો હાથ છે, પરંતુ જે પણ થઈ રહ્યું છે એ પૂર્વનિર્ધારિત હતું. આગળ અને પાછળ જવા માટે એક કે બે દિવસ લાગે છે, પરંતુ અમને લાગે છે કે રશિયન અભિયાન એક સપ્તાહમાં સમાપ્ત થઈ જશે.

પ્રશ્ન: આગળની રણનીતિ શું છે, શું તમને લાગે છે કે આ લડાઈ વધુ લાંબી ચાલશે?
જવાબ: મેં અગાઉ કહ્યું એમ, તે એક સપ્તાહમાં સમાપ્ત થઈ જવી જોઈએ.

પ્રશ્ન: કિવ રશિયાથી ઘેરાયેલું છે, શું રશિયન સેના ત્યાં પ્રવેશ કરશે? જો શહેરી યુદ્ધ થાય તો ઘણા લોકો માર્યા જશે, શું રશિયા તેના માટે તૈયાર છે?
જવાબ: અત્યારે સમાંતર વાતો ચાલી રહી છે. મને લાગે છે કે વાતચીત આગળ વધશે અને તેના દ્વારા પરિણામ પણ આવી શકે છે.

પ્રશ્નઃ જે પણ થઈ રહ્યું છે એની પાછળ રશિયાનો હેતુ શું છે?
જવાબ: મેં પહેલેથી જ કહ્યું છે. રશિયા તેની સરહદ પર નાટોને સહન કરશે નહીં.

પ્રશ્ન: તો શું એવું માની લેવામાં આવે કે રશિયા યુક્રેનને પોતાનામાં સામેલ કરવા માગે છે?
જવાબ:
ના, એક સ્વતંત્ર યુક્રેન હશે. યુક્રેન રશિયામાં ક્યારેય મળશે નહીં. ત્યાં જ સરકાર બદલાશે.

પ્રશ્ન: જો યુક્રેનના લોકો રશિયાને સ્વીકારતા નથી, તો પછી આગળ શું?
જવાબ:
આગળ, યુક્રેનના લોકો ત્યાં નક્કી કરશે. લોકો જેને ઈચ્છે તે જ રાષ્ટ્રપતિ બનશે. યુક્રેનની પોતાની સરકાર હશે.

પટનાના રહેવાસી અભય રશિયાના પણ મોટા બિઝનેસમેન છે
પટનાના રહેવાસી અભય કુમાર સિંહ રશિયાના પ્રખ્યાત રાજ્ય કુર્સ્કની સરકારમાં ડેપ્યુટી છે. રશિયામાં ડેપ્યુટીનો અર્થ ભારતીય રાજ્યમાં ધારાસભ્ય જેટલો જ છે. તે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીના સભ્ય છે. 1991માં અભય મેડિસિનનો અભ્યાસ કરવા રશિયા ગયો અને ત્યાં ફાર્માસ્યુટિકલ બિઝનેસમાં જોડાયો. આ સિવાય તેમનો તમામ વ્યવસાય ત્યાં છે.

અન્ય સમાચારો પણ છે...