રશિયન આર્મીનો ખેરસન પર કબજો:મેયરે સ્થાનિકોને પુતિનના સૈનિકોની વાત માનવા વિનંતી કરી, તેની સામે આર્મી પાસે સામાન્ય નાગરિકોની સુરક્ષા માગી

6 મહિનો પહેલા

રશિયાએ એક સપ્તાહથી વધુના યુદ્ધ પછી યુક્રેનના વધુ એક શહેર ખેરસનને પોતાના તાબા હેઠળ લઈ લીધું છે. બ્લેક સી પાસે આવેલા 3 લાખ લોકોની પ્રાદેશિક રાજધાની પર હવે પુતિનની સેનાનો કબજો રહેશે. ઉલ્લેખનીય છે કે આ શહેરના મેયર, ઇગોર કોલીખાયેવે સવારે 1 વાગ્યાની આસપાસના અપડેટમાં જણાવ્યું હતું હતું કે કાઉન્સિલની બેઠક દરમિયાન અચાનક હથિયારો સાથે કેટલાક લોકો ધસી આવ્યા હતા અને કડક કર્ફ્યૂ સહિતના નવા નિયમો સામાન્ય નાગરિકો પર લાદી દીધા હતા. જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ દરમિયાન મેયરે સ્થાનિકોને રશિયન આર્મીની વાત માનવા વિનંતી કરી છે અને તેની સામે મેયરે સિવિયન્સની સુરક્ષાની ખાતરી માગી છે. તો ચલો, આપણે ખેરસન પર રશિયન આર્મીના વર્ચસ્વથી લઈ યુદ્ધમાં આજના દિવસના ઘટનાક્રમ પર તસવીરો દ્વારા નજર ફેરવીએ....

મેયર, ઇગોર કોલીખાયેવની તસવીર
મેયર, ઇગોર કોલીખાયેવની તસવીર

USની ચેતવણી- આગામી સમયમાં યુદ્ધ ગંભીર થઈ શકે છે
જો ખેરસોન સંપૂર્ણ રશિયન નિયંત્રણ હેઠળ છે, તો એ યુક્રેન માટે ખરાબ સમાચાર છે. ઉલ્લેખનીય છે કે યુક્રેનનું મુખ્ય બંદર એવું ઓડેસા પર હવે પુતિનની સેના હુમલો કરી શકે છે. વળી, આ અંગે US આર્મીએ પણ ચેતવણી આપી છે કે સમુદ્ર માર્ગથી રશિયન આર્મી અહીં હુમલો કરી શકે છે. આગામી સમયમાં અહીં મોટે પાયે યુદ્ધ થવાનાં એંધાણ છે.

ઇગોર કોલીખાયેવે યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે ખાસ રાહત પેકેજની વ્યવસ્થા કરવા માગ કરી
ઇગોર કોલીખાયેવે યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે ખાસ રાહત પેકેજની વ્યવસ્થા કરવા માગ કરી

વળી, મેયરે રહેવાસીઓને પુતિનના સૈનિકોની વાત માનવા માટે કહ્યું અને સૈનિકોને નાગરિકોને ગોળીબાર ન કરવા પણ વિનંતી કરી છે, કારણ કે કિવમાં ભારે બોમ્બ વિસ્ફોટને કારણે ઘણી મુશ્કેલ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. રશિયાનાં યુદ્ધ જહાજો આક્રમણની શરૂઆતના એક સપ્તાહ પછી ઓડેસા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં છે.

ખેરસનના મેયર ઇગોર કોલીખાયેવે વધુમાં કહ્યું કે અમારા શહેરમાં એકપણ યુક્રેનના સૈનિકો તૈનાત નથી. અહીં માત્ર સામાન્ય નાગરિકો છે જે રહેવા માગે છે. મારો મુખ્ય ધ્યેય અત્યારે માત્ર સામાન્ય નાગરિકોની સુરક્ષાનો છે. જોકે આ દરમિયાન મેયર

બુધવારે ખેરસનમાં રશિયન આર્મીના ટેન્કર્સે માર્ચ કરવાનું શરૂ કર્યું હતું
બુધવારે ખેરસનમાં રશિયન આર્મીના ટેન્કર્સે માર્ચ કરવાનું શરૂ કર્યું હતું
બુધવારે સવારે કિવની દક્ષિણે નાશ પામેલા રશિયન લશ્કરી કાફલાના કાટમાળની તસવીરો
બુધવારે સવારે કિવની દક્ષિણે નાશ પામેલા રશિયન લશ્કરી કાફલાના કાટમાળની તસવીરો
યુક્રેનની રાજધાની કિવની નજીક, બુચામાં એક સશસ્ત્ર માણસ રશિયન લશ્કરી વાહનના કાટમાળ પાસે ઉભો છે
યુક્રેનની રાજધાની કિવની નજીક, બુચામાં એક સશસ્ત્ર માણસ રશિયન લશ્કરી વાહનના કાટમાળ પાસે ઉભો છે
કિવથી 80 માઇલ ઉત્તર પૂર્વમાં ચેર્નિહાઇવમાં સોમવારે બોમ્બ વિસ્ફોટ થતા ઘરોની બાજુમાં ધ્વસ્ત પુલ સ્પષ્ટપણે જોવા મળે છે.
કિવથી 80 માઇલ ઉત્તર પૂર્વમાં ચેર્નિહાઇવમાં સોમવારે બોમ્બ વિસ્ફોટ થતા ઘરોની બાજુમાં ધ્વસ્ત પુલ સ્પષ્ટપણે જોવા મળે છે.

રશિયાની સેનાએ ખાર્કિવમાં ત્રણ શાળા પર મિસાઈલ હુમલો કર્યો
પુતિનની સેનાએ રાજધાની કિવને ઘેરી લીધી છે. થોડા કલાકો પહેલાં જ સેનાએ કિવના એક રેલવે સ્ટેશન પર મિસાઈલ છોડી હતી. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે, જ્યારે લોકોને રેલવે સ્ટેશનથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા હતા. આ સિવાય રશિયાની સેનાએ ખાર્કિવમાં ત્રણ શાળા પર મિસાઈલ હુમલો કર્યો છે.

લડાઈ હજુ ચાલુ છેઃ ઝેલેન્સ્કી
રશિયન સેનાએ ખેરસોન શહેર પર પણ કબજો કરી લીધો છે. રશિયા પછી ખેરસોનના મેયર ઇગોર કોલ્યખેવે પુષ્ટિ કરી છે કે રશિયન સૈનિકોએ બંદર શહેર પર કબજો કરી લીધો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ઓફિસે એક નિવેદન આપ્યું છે કે લડાઈ હજુ પણ ચાલુ છે.

કિવથી ગુરુવારની સવાર સુધીના ફૂટેજમાં રાત્રે આકાશમાં એક વિશાળ વિસ્ફોટ થયો હતો. અહેવાલો અનુસાર શહેરમાં હવાઈ હુમલાના સાયરન્સમાં ઓછામાં ઓછા બે મોટા વિસ્ફોટના અવાજો સંભળાયા હતા અને રહેવાસીઓને તાકીદે આશ્રય લેવાની ચેતવણી આપી હતી.

કિવના રેલવે સ્ટેશનથી નાગરિકોને સુરક્ષિત અન્ય સ્થળે ખસેડતી ટ્રેનમાં પરિવારના સભ્યોને ગુડ બાય કહેતા મહિલા ભાવુક થઈ ગઈ હતી
કિવના રેલવે સ્ટેશનથી નાગરિકોને સુરક્ષિત અન્ય સ્થળે ખસેડતી ટ્રેનમાં પરિવારના સભ્યોને ગુડ બાય કહેતા મહિલા ભાવુક થઈ ગઈ હતી
રશિયન હુમલાઓ વચ્ચે બુધવારે કિવથી પશ્ચિમ તરફ જવાનો પ્રયાસ કરતા નાગરિકો રેલવે સ્ટેશન પહોંચ્યા
રશિયન હુમલાઓ વચ્ચે બુધવારે કિવથી પશ્ચિમ તરફ જવાનો પ્રયાસ કરતા નાગરિકો રેલવે સ્ટેશન પહોંચ્યા
પોલીસ અધિકારીઓ મંગળવારના હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને લઈ જઈ રહ્યા છે
પોલીસ અધિકારીઓ મંગળવારના હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને લઈ જઈ રહ્યા છે
કિવના મુખ્ય ટેલિવિઝન ટાવરને બોમ્બ વિસ્ફોટથી ભારે નુકસાન પહોંચ્યું છે
કિવના મુખ્ય ટેલિવિઝન ટાવરને બોમ્બ વિસ્ફોટથી ભારે નુકસાન પહોંચ્યું છે
યુક્રેનમાં હોટેલ, જીમ સહિત ઘણા સ્થળોને ભારે નુકસાન પહોંચ્યું છે.
યુક્રેનમાં હોટેલ, જીમ સહિત ઘણા સ્થળોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ટેલિવિઝન ટાવરને વિસ્ફોટકોના પગલે ભારે નુકસાન પહોંચ્યું છે
ટેલિવિઝન ટાવરને વિસ્ફોટકોના પગલે ભારે નુકસાન પહોંચ્યું છે
અન્ય સમાચારો પણ છે...