ઝેલેન્સ્કી વિશે A to Z:કૉમેડિયનથી લઈ યુક્રેનના લડવૈયા રાષ્ટ્રપતિ સુધીની સફર, ‘સર્વેંટ ઑફ ધ પીપલ’ થી લોકપ્રિય થયા હતા

અમદાવાદ9 મહિનો પહેલા

રશિયા સાથે સંઘર્ષ કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી એક સમયે એક હિટ કોમેડી શૉના સ્ટાર હતા.2019માં રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાં 44 વર્ષિય ઝેલેન્સ્કીએ પૉલિટિકલ સટાયર સર્વેંટ ઑફ ધ પીપલ માં એક સ્કૂલ ટીચરનો રોલ નિભાવ્યો હતો. આ શૉ નેટફ્લિક્સ પર પ્રસારિત થયો હતો. શૉ માં સ્કૂલ ટિચર સરકારની મજાક ઉડાવતો વીડિયો વાઈરલ કરી દે છે પછી ત્યાર બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ બનવું પડે છે. આ શૉ ઝેલેન્સ્કીના જ પ્રોડક્શન હાઉસ દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ફાઈલ તસવીર.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ફાઈલ તસવીર.

4 વર્ષ સુધી પરિવાર અર્ડેનેટમાં રહ્યો

ઝેલેન્સ્કીનો જન્મ 25 જાન્યુઆરી 1978ના રોજ ક્રિવી રિહમાં થયો હતો. તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમનો પરિવાર 4 વર્ષ માટે એર્ડેનેટ, મંગોલિયામાં શિફ્ટ થઈ ગયો હતો. અહીંથી જ તેઓનું સ્કૂલિંગ થયું હતું. તેઓએ નાનપણમાં રશિયન ભાષા શીખી અને યુક્રેન ભાષા પર પણ પકડ઼ જમાવી. 1995 થી 2000 દરમ્યાન તેઓએ કીવ નેશનલ ઈકોનૉમિક યૂનિવર્સિટીમાંથી લૉ ની ડિગ્રી લીધી.

અભ્યાસ દરમ્યાન થિયેટર સાથે જોડાયા

અભ્યાસ દરમ્યાન ઝેલેન્સ્કી થિયેટરમાં સક્રિય થઈ જાય છે. 1997માં તેઓનું પરફોર્મન્સ ગ્રુપ, કવાર્ટલ 95, KVN ના ટેલીવિઝન ફાઈનલમાં જોવા મળ્યું. KVN લોકપ્રિય કૉમેડી કોમ્પિટીશન છે જેને સ્વતંત્ર રાજ્યોના રાષ્ટ્રમંડળમાં પ્રસારિત કરાયો હતો. ઝેલેન્સ્કી 2011 સુધી કંપનીના આર્ટ ડાયરેક્ટર રહ્યા ત્યાર બાદ યૂક્રેની ટેલીવિઝન ચેનલ ઈંટર ટીવીના જનરલ પ્રોડ્યૂસર બન્યા.

ઈંટર ટીવી છોડી રાજનીતિમાં આવ્યા

2012માં તેમણે ઈંટર ટીવી છોડી અને રાજનીતિમાં આવવાનું મન બનાવ્યું. આ દરમ્યાન ટેલીવિઝનમાં કામ કરવાની સાથે ઝેલેન્સ્કી ઘણી ફિચર ફિલ્મોમાં પણ જોવા મળ્યા. જેમા રોમેન્ટિક કૉમેડી 8 First Dates (2012) અને 8 New Dates (2015) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

રશિયા સામેના સંઘર્ષ વેળાની તસવીર.
રશિયા સામેના સંઘર્ષ વેળાની તસવીર.

‘સર્વેંટ ઑફ ધ પીપલ’ થી રાષ્ટ્રપતિ સુધી

2015માં આવેલા શૉ ‘સર્વેંટ ઑફ ધ પીપલ’ માં તેઓના પાત્રને બહુ જ પસંદ કરવામાં આવ્યું હતું. 19 એપ્રિલ 2019 ના રોજ તેઓ યૂક્રેનના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામ્યા અને 20 મેના રોજ તેઓએ શપથ ગ્રહણ કર્યા. ઝેલેન્સ્કી રાષ્ટ્રપતિ બન્યાના થોડા દિવસો બાદ જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધગ્રસ્ત પૂર્વી યુક્રેનના અલગાવવાદી નિયંત્રિત ક્ષેત્રોમાં યુક્રેનના નાગરિકોને રુસી પાસપોર્ટ ફાળવવાના જાહેરાત કરી દીધી હતી.ઝેલેન્સ્કીની ઓળખ કડક નિર્ણયો લેતા નેતા તરીકેની છે. રશિયા સામેના યુદ્ધમાં એક સમયના આ હાસ્ય કલાકાર યુક્રેનના યોદ્ધા બની લડત આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...