યુક્રેનમાં ઈન્ડિયન એમ્બેસી સામે ગંભીર આક્ષેપ:સ્ટુડન્ટ્સે કહ્યું- ઓફિસર્સે ફોન કટ કર્યા, વોટ્સએપ મેસેજનો જવાબ ન આપ્યો; ભારત સરકાર કેવા પગલાં લેશે?

5 મહિનો પહેલાલેખક: સંધ્યા દ્વિવેદી
  • કૉપી લિંક
  • કોઈ વ્યવસ્થા નહીં, માત્ર કહી દીધું કે રેલવે સ્ટેશન પહોંચો - વિદ્યાર્થીઓ

રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ જંગમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈન્ડિયન એમ્બસી સામે આકરા આક્ષેપો કર્યો છે. તેમણે કહ્યું કે અમે યુક્રેનમાં આવેલી ઈન્ડિયન એમ્બેસીના અધિકારીઓનું વલણ ક્યારેય ભૂલી શકીશું નહીં. વિદ્યાર્થીઓએ કહ્યું છે કે ભારત સરકારે સમય રહેતા સક્રિયતા ન દાખવી હોત તો એમ્બેસીના ભરોસે તો અમે માઈનસ 3 ડિગ્રી તાપમાનમાં અત્યારસુધી બરફ બની ગયા હોત. તેમણે સરકાર પાસે આવા અધિકારી સામે પગલાં ભરવા કહ્યું છે.

ભાસ્કરે આવા જ યુક્રેનના વિસ્ફોટ અને બોમ્બ વચ્ચે હુમલાથી બચી ભારત પરત ફરેલા વિદ્યાર્થી સાથે વાતચીત કરી છે. તો ચલો આપણે આના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર ફેરવીએ....

કોઈ વ્યવસ્થા નહીં, માત્ર કહી દીધું કે રેલવે સ્ટેશન પહોંચો
યુક્રેનમાં ઈન્ડિયન એમ્બેસીએ 28 ફેબ્રુઆરીએ એક નોટીસ જાહેર કરી, જેમાં લખ્યું હતું કે તમામ ભારતીય વિદ્યાર્થીને સૂચન આપવામાં આવે છે કે તે ભારત આવવા માટે બોર્ડર પર પહોંચી જાઓ. યુક્રેન સરકારે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી છે.

કિવથી 900 કિલોમીટરની સફર કરી રોમાનિયા બોર્ડર પહોંચેલી મેડિકલ યુનિવર્સિટીની બીજા વર્ષની વિદ્યાર્થીની અવંતિકાએ કહ્યું કે આવી મિસાઈલો વચ્ચે અમે રેલવો સ્ટેશન કેવી રીતે પહોંચીશું?

નોટિસ પછી અમે એમ્બેસીમાં ઘણા ફોન કર્યા પરંતુ કોઈએ ઉપાડ્યા નહીં. વોટ્સએપ પર પણ મેસેજ મોકલ્યા પરંતુ એ લોકો વાંચી રહ્યા હતા છતા કોઈ જવાબ નહોતી આપી રહ્યા. તેવામાં અમે રિસ્ક લઈને જેમતેમ કરી સ્ટેશન પહોંચ્યા, ત્યાંથી 2 ટ્રેન બદલી લવીવ સુધી ગયા. ટ્રેનની ટોઈલેટ સીટમાં પણ લોકો ઊભા-ઊભા મુસાફરી કરી રહ્યા હતા. અમે 450 કિલોમીટર સુધી 5-6 કલાક સફર કરી હતી. આ દરમિયાન ભીડ એટલી બધી હતી કે 3 ગણા વધારે લોકો સફર કરી રહ્યા હતા.

યુક્રેનથી બહાર આવવા માટે ભારતીય વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે
યુક્રેનથી બહાર આવવા માટે ભારતીય વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે

લવીવ પહોંચ્યા તો ઈન્ડિયન એમ્બસીએ હાથ ઉંચા કરી લીધા
લવીવની સ્થિતિ જોઈ અમારા માથે આભ ફાટી ગયું હોય તેવો અનુભવ થયો. અહીં આવીને અમને જાણ થઈ કે અહીંથી બોર્ડર જવા માટે કોઈ વ્યવસ્થા કરાઈ નહોતી. અમારે રાત ક્યાં પસાર કરવી એનાથી લઈ ધાબળા, પાથરણું કંઈ જ નહોતું.

અવંતિકાએ કહ્યું કે હું તમને વીડિયો શેર કરીશ એના દ્વારા તમને જાણ થશે કે ઈન્ડિયન એમ્બેસીએ અમારી સાથે કેવો વ્યવહાર કરી રહી છે. અત્યારે કેમ્પમાં અમારે બેસવાની પણ વ્યવસ્થા નથી કરાઈ રહી.

સર્ક્યુલરમાં જે ઓફિસરોના નામ અને નંબર છે એના પર એક્શન લેવાય
કિવ મેડિકલ યૂનિવર્સિટીની એક વિદ્યાર્થીનીએ વોટ્સએપ કોલ પર કહ્યું હતું કે અમે ભારતીય વિદ્યાર્થીઓ છીએ અમને સુરક્ષિત લઈ જવાની જવાબદારી કોની છે?

એમ્બેસીનું કામ માત્ર સર્ક્યુલર જાહેર કરવાનું નથી, યુદ્ધ જેવી સ્થિતિમાં મદદ કરવાનું છે કે નહીં? તેવામાં યુક્રેનની વિદ્યાર્થીનીએ નામ ન છાપવાની શરતે આ તમામ માહિતી આપી હતી. તેને ડર હતો કે જો નામ બહાર જશે તો મુશ્કેલી થઈ શકે છે.

હાડ થીજવતી ઠંડીમાં વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા નહોતી કરાઈ
હાડ થીજવતી ઠંડીમાં વિદ્યાર્થીઓની રહેવાની વ્યવસ્થા નહોતી કરાઈ

અમે રોમાનિયા બોર્ડર પહોંચ્યા, અહીં શાંતિની કિંમત સમજાઈ
કિવથી નીકળી અમે બોર્ડર સુધી જવા લગભગ 900 કિલોમીટરની સફર વચ્ચે મેડિકલ સ્ટુડન્ટ અવંતિકાએ દરેક પડાવ પર ભાસ્કર ગ્રુપ સાથે વાતચીત કરી, વીડિયોઝ મોકલ્યા. બોર્ડર પર પહોંચ્યા પછી પહેલીવાર તેમના અવાજમાં શાંતિ હતી.

25 ફેબ્રુઆરીથી અત્યારસુધી તેમની સાથે રોજ વાતચીત થઈ અને અવાજમાં ગંભીરતા, નારાજગી અને હતાશા સ્પષ્ટપણે જોવા મળી હતી. તે માત્ર એટલું જ કહેતી હતી કે પ્રાર્થના કરો કે અમે ઘરે પહોંચી જઈએ. રોમાનિયા બોર્ડર પહોંચ્યા પછી અવંતિકાના અવાજમાં આશાનું કિરણ જોવા મળ્યું હતું.

અવંતિકાએ ફોન કટ કરી મેસેજ કર્યો કે આટલા દિવસો પછી પહેલીવાર ફ્રેશ ફુડ મળશે. ધાબળા અને ચટાઈ પણ છે. શેલ્ટર હોમ કરતા અહીં આરામ થશે.

અન્ય સમાચારો પણ છે...