વતન પરત ફર્યા વિદ્યાર્થીઓ:સ્મૃતિ ઈરાની વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા પહોંચ્યા, ગુજરાતી વિદ્યાર્થીઓને કહ્યું- દરેક ગુજરાતીનું સ્વાગત છે ઘરમાં

6 મહિનો પહેલા

રશિયા-યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાંથી ભારતીયોને હેમખેમ પરત લાવવા માટે ભારત સરકાર મિશન ગંગા ચલાવી રહ્યું છે. મિશન હેઠળ એક ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી. જેનું સ્વાગત કરવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એરપોર્ટ પહોંચ્યા હતા. તેમણે ફ્લાઈટમાં જઈને મલયાલમ, બાંગ્લા, ગુજરાતી અને મરાઠી ભાષામાં સ્ટૂડન્ટ્સનું સ્વાગત કર્યું.

સ્મૃતિ ઈરાનીએ ગુજરાતી વિદ્યાર્થીઓને ઉલ્લેખીને પુછ્યું ગુજરાતથી ક્યાંથી આવ્યા છે કોણ-કોણ છે? દરેક ગુજરાતીને સ્વાગત છે ઘરમાં. ત્યાર બાદ મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.

ઈરાનીએ એરપોર્ટ પર દરેક વિદ્યાર્થીઓને ફુલ આપી સ્વાગત કર્યું હતું
ઈરાનીએ એરપોર્ટ પર દરેક વિદ્યાર્થીઓને ફુલ આપી સ્વાગત કર્યું હતું
યુક્રેનથી પરત ફરેલી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીના ખબરઅંતર પૂછી રહેલા સ્મૃતિ ઈરાની
યુક્રેનથી પરત ફરેલી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીના ખબરઅંતર પૂછી રહેલા સ્મૃતિ ઈરાની

રોમાનિયા પહોંચ્યા સિંધિયા, કહ્યું- ચિંતા કરવાની કોઈ જરુરત નથી
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ પહોંચ્યા. ત્યાં તેમણે એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મહારાષ્ટ્રના મેડિકલ વિદ્યાર્થીઓના ખબરઅંતર પુછ્યા અને ત્યાં કેટલાક વિદ્યાર્થીઓને તેમની સ્થાનિક ભાષામાં વાતચીત કરી.

સિધિંયાએ કહ્યું કે તમારે બિલકુલ ચિંતા કરવાની જરુરત નથી. હું હમણાં જ રોમાનિયા પહોંચ્યો છું, તમને બધાને પોતાની સાથે ફ્લાઈટમાં લઈને જઈશ. આગળ વધુ 4 ફ્લાઈટ રોમાનિયા પહોંચી રહી છે. તેમણે એવા વિદ્યાર્થીઓને પર વિશ્વાસ અપાવ્યો કે તેમને ત્યાંથી ઝડપથી કાઢવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...