રશિયા-યુક્રેન યુદ્ધનો 8મો દિવસ LIVE:પુતિને કહ્યું- યુક્રેનમાં હજારો લોકોને બંધક બનાવવામાં આવ્યા છે, તેમનો ઢાલની જેમ ઉપયોગ કરાય છે- યુક્રેની અને રશિયન હંમેશા એક રહેશે

7 મહિનો પહેલા
  • યુક્રેનને 10 અબજ ડોલરની સૈન્ય અને માનવીય મદદ આપશે અમેરિકા
  • રશિયા-યુક્રેન વચ્ચે પોલેન્ડ-બેલારુસમાં બીજા તબક્કાની વાતચીત શરુ
  • દેશની રક્ષા માટે 50 હજાર યુક્રેનવાસીઓ વતન પરત ફર્યા, જેમાં મહિલાઓ પણ સામેલ

યુક્રેન પર રશિયાનો હુમલો સતત આઠમા દિવસે પણ ચાલુ છે. રાજધાની કીવ ઉપરાંત ખાર્કિવ સહિત કેટલાંક મોટાં શહેરોમાં રશિયન સેના મિસાઈલ વડે હુમલાઓ કરી રહી છે. આ વચ્ચે ઉત્તરી કીવથી લગભગ 80 કિલોમીટર દૂર ચેર્નિહાવ, સુકાચી, બુકા શહેરની સેટેલાઈટ ઈમેજ સામે આવી છે, જેમાં ચારેબાજુ વિધ્વંસતા સિવાય કંઈ દેખાતું નથી. આ ઈમેજ અમેરિકાની મેક્સાર ટેક્નોલોજીએ જાહેર કર્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે મોડી રાત્રે સિક્યોરિટી કાઉન્સિલની સાથે મીટિંગ કરી. આ દરમિયાન કહ્યું- હું હંમેશાથી કહું છું કે રશિયા અને યુક્રેનના નાગરિક એક છે. ત્યાં કેટલાંક રાષ્ટ્રવાદી અને વિદેશી મળીને વાતાવરણ બગાડી રહ્યાં છે. જેમાં મિડલ ઈસ્ટના લોકો પણ સામેલ છે. યુક્રેનમાં હજારો છાત્રો અને સામાન્ય લોકોને બંધક બનાવવામાં આવી રહ્યાં છે. અમારી સેનાએ તેમને હ્યુમન કોરિડોર ઓફર કર્યું છે કે જેથી તેઓ જંગના મેદાનમાંથી સુરક્ષિત રીતે નીકળી શકે. પરંતુ યુક્રેનમાં કેટલાંક લોકો તેમને રોકી રહ્યાં છે. બીજી બાજુ રશિયા અને યુક્રેનની પોલેન્ડ બોર્ડર પર વાતચીત ચાલી રહી છે.

અમેરિકા યુક્રેનને કરશે આર્થિક સહાય
બાઇડેન એડમિનિસ્ટ્રેશને સંસદની સામે યુક્રેનની ઈમરજન્સી હેલ્પ માટે 10 અબજ ડોલરની મદદનો પ્રસ્તાવ રાખ્યો. માનવામાં આવે છે કે તેને ઝડપથી પાસ કરી દેવામાં આવશે, કેમકે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને જ આ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યાં છે.

ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ બીજા દેશમાં રહેતાં લગભગ 50 હજાર યુક્રેનવાસીઓ સ્વદેશ પરત ફર્યા છે. જેમાં મહિલાઓ પણ સામેલ છે. રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત પોલેન્ડ-બેલારુસ બોર્ડર પર શરૂ થઈ ગઈ છે. યુક્રેનનું ડેલિગેશન લગભગ 24 કલાક મોડું વેન્યૂ પર પહોંચ્યું હતું. રશિયાની સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું- અમને આશા છે કે વાતચીત કોઈ પરિણામ પર પહોંચશે. આ વચ્ચે બે કલાકની શાંતિ પછી રશિયન સેનાએ કીવ પર હુમલાઓ વધારી દીધા છે. આ વચ્ચે બે કલાકની શાંતિ પછી રશિયન સેનાએ કીવ પર ફરી હુમલાઓ શરૂ કરી દીધાં છે.

પુતિન અને મેક્રોં વચ્ચે થઈ વાતચીત
ફ્રાંસના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોંએ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે 90 મિનિટ સુધી વાતચીત કરી. જે બાદ મેક્રોંના હવાલાથી કહેવામાં આવ્યું કે- રશિયા-યુક્રેન જંગમાં સૌથી ખરાબ સમય આવવાનો છે. પુતિન સમગ્ર યુક્રેન પર કબજો કરવા માગે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંને કહ્યું કે યુક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાનનો હેતુ તેમનું અસૈન્યીકરણ અને તટસ્થ સ્થિતિને યથાવત રાખવાની છે. અમે આ લક્ષ્યને કોઈ પણ સ્થિતિમાં પ્રાપ્ત કરીને રહીશું. પુતિને કહ્યું કે યુક્રેન તરફથી વાતચીતમાં કોઈ પણ પ્રકારનું મોડું કરાશે તો રશિયા પોતાની માગ વધારી શકે છે.

ભારતમાં ફ્રાંસના રાજદૂતનું મોટું નિવેદન

ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનિન
ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનિન

ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લેનિને દિલ્હીમાં કહ્યું કે, 'અમે યુક્રેનની ઘણી મદદ કરી રહ્યાં છીએ. યુરોપના તમામ દેશોએ યુક્રેનને માનવીય સહાયતા ઉપરાંત હથિયાર, ઉપકરણ મોકલવાનો નિર્ણય કર્યો છે. અમે રાજનીતિક સમર્થન પણ આપી રહ્યાં છીએ. રેકોર્ડ સમયે અમે રશિયા અને તેમની બેંકિંગ સંસ્થાઓ પર ઘણાં પ્રતિબંધો લગાવ્યા છે. ત્યારે આ મુદ્દે ભારતનો અવાજ પણ ઘણો જ મહત્વનો છે.'

સેટેલાઈટ તસવીરમાં જોવા મળી તબાહી
રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. પરંતુ હવે કદાચ પોતાના પર હુમલાનો ડર તેને સતાવી રહ્યો છે. જાણકારી અનુસાર રશિયાએ S-400 એર ડિફેન્સ સિસ્ટમનો યુદ્ધાભ્યાસ શરુ કર્યો છે. S-400નો ઉપયોગ દુશ્મનોના હવાઈ હુમલાને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવશે. બીજી તરફ યુક્રેનના 15 શહેરો પર હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રશિયાની સેનાએ યુક્રેનના ચેર્નિહિવ (Chernihiv) ઓઇલ ડેપો પર મિસાઈલ હુમલો કર્યો છે, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી છે.

આ સેટેલાઈટ તસવીર ચેર્નીહીવના રિવનોપિલ્યા ગામની છે. અહીં ઘણા સ્થાનિકોના ઘર ધરાશાયી થઈ ગયા છે.
આ સેટેલાઈટ તસવીર ચેર્નીહીવના રિવનોપિલ્યા ગામની છે. અહીં ઘણા સ્થાનિકોના ઘર ધરાશાયી થઈ ગયા છે.
રશિયન હુમલામાં ચેર્નીહીવમાં સ્ટ્રીજેન નદી પર બનેલો એક પુલ પણ નષ્ટ થઈ ગયો
રશિયન હુમલામાં ચેર્નીહીવમાં સ્ટ્રીજેન નદી પર બનેલો એક પુલ પણ નષ્ટ થઈ ગયો
આ સેટેલાઈટ તસવીરમાં કીવ પાસે બુકા શહેરમાં થયેલા વિસ્ફોટની અસર જોવા મળી રહી છે
આ સેટેલાઈટ તસવીરમાં કીવ પાસે બુકા શહેરમાં થયેલા વિસ્ફોટની અસર જોવા મળી રહી છે
કિવથી 70 કિલોમીટર દૂર સુકાચી શહેરમાં પણ રશિયન આર્મીએ બોમ્બ વિસ્ફોટ કર્યા
કિવથી 70 કિલોમીટર દૂર સુકાચી શહેરમાં પણ રશિયન આર્મીએ બોમ્બ વિસ્ફોટ કર્યા

NEXTAનો દાવો- રશિયન મેજર જનરલ આન્દ્રે સુખોવત્સ્કી યુક્રેનમાં માર્યા ગયા
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના આઠમા દિવસે રશિયન મેજર જનરલનું યુક્રેનમાં મોત થયું છે. સમાચાર એજન્સી NEXTAએ દાવો કર્યો છે કે યુક્રેનમાં રશિયન મેજર જનરલ આન્દ્રે સુખોવત્સ્કી માર્યા ગયા છે.

ઝેલેન્સ્કી કહ્યું- એક સપ્તાહમાં 9 હજારથી વધુ રશિયન સૈનિકોને માર્યા
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુક્રેન રશિયન સૈનિકોના મૃતદેહોને ઢાંકવા માંગતું નથી. ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે યુક્રેનની સેનાએ એક સપ્તાહમાં 9 હજારથી વધુ રશિયન સૈનિકોને માર્યા છે.

ખાર્કીવમાં ત્રણ શાળા પર મિસાઈલ હુમલો
પુતિનની સેનાએ રાજધાની કિવને ઘેરી લીધી છે. થોડા કલાકો પહેલાં જ સેનાએ કિવના એક રેલવે સ્ટેશન પર મિસાઈલ છોડી હતી. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે, જ્યારે લોકોને સ્ટેશનથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા હતા. આ તરફ રશિયાની સેનાએ ખાર્કીવમાં ત્રણ શાળા પર મિસાઈલ હુમલો કર્યો છે.

યુક્રેનનો દાવો- રશિયાના 30 ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે કિવથી 40 કિમી દૂર એક રશિયન સુખોઈ-30 વિમાનને તોડી પાડ્યું હતું. આના પરથી એ જણાવાયું છે કે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ હજી કામ કરી રહી છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા 30 રશિયન ફાઈટર જેટ, 20 હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યા છે.

રશિયન સેનાએ ખેરસોન શહેર પર પણ કબજો કરી લીધો છે. રશિયા પછી, ખેરસોનના મેયર ઇગોર કોલ્યખેવે પુષ્ટિ કરી છે કે રશિયન સૈનિકોએ બંદર શહેર પર કબજો કરી લીધો છે, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ઓફિસે એક નિવેદન આપ્યું છે કે લડાઈ હજુ પણ ચાલુ છે.

અપડેટ્સ

  • રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું- યુદ્ધ સમાપ્ત કરવા માટે મોસ્કો વાતચીત કરવા માટે તૈયાર છે.
  • રશિયામાં સેનાએ પુર્વ યુક્રેનનાં બાલાક્લીયા શહેર પર કબ્જો કર્યો છે.
  • સમાચાર એજન્સી NEXTAએ દાવો કર્યો છે કે યુક્રેનમાં રશિયન મેજર જનરલ આન્દ્રે સુખોવત્સ્કી માર્યા ગયા છે.
  • રશિયાએ દાવો કર્યો છે કે તેની સેનાએ યુક્રેનના 1600થી વધુ સૈન્ય થાણાઓને નષ્ટ કર્યા છે.
  • રશિયાની સેનાએ યુક્રેનના ચેર્નિહિવ (Chernihiv) ઓઇલ ડેપો પર મિસાઈલ હુમલો કર્યો છે, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી છે.
  • રશિયાએ ખાર્કિવ પર ભારે બોમ્બમારો કર્યો છે. મળતી માહિતી મુજબ આ બોમ્બ બ્લાસ્ટમાં બાળકો સહિત આઠ લોકોના મોત થયા છે. રશિયા યુક્રેનના ઘણા શહેરો પર હુમલો કરી રહ્યું છે.
  • ઉત્તર કિવમાં ત્રણ રહેણાંક વિસ્તારો પર રશિયાની સેનાએ બોમ્બમારો કર્યો છે.
  • જર્મની યુક્રેનને 2,700 એન્ટી એર મિસાઈલ મોકલશે.
  • સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર ફુલિપો ગ્રાંડીએ ટ્વીટ કર્યું હતુ કે, માત્ર સાત દિવસમાં જ અમે યુક્રેનના 10 લાખ શરણાર્થીઓને પડોશી દેશોમાં હિજરત કરતા જોયા છે.
  • સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, રશિયાના હુમલામાં યુક્રેનમાં અત્યારસુધીમાં 752 નાગરિકોનાં મોત થયાં છે. આ આંકડો 1 માર્ચ સુધીનો જણાવવામાં આવી રહ્યો છે.
  • ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાં થયેલા વિનાશની તપાસ શરૂ કરી છે. કોર્ટે કહ્યું કે આ રીતે લોકોને શિકાર બનાવવા સામે તપાસ અને કાર્યવાહી જરૂરી છે.
  • યુક્રેન પર રશિયાના હુમલાને જોતાં વિશ્વ બેંકે બેલારુસ અને રશિયામાં તેના તમામ પ્રોજેક્ટ બંધ કરી દીધા છે. યુદ્ધમાં રશિયાને સાથ આપવા બદલ બેલારુસ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
  • અમેરિકાએ યુક્રેનને 100થી વધુ એન્ટી એરક્રાફ્ટ સ્ટિંગર મિસાઈલ આપી છે. શસ્ત્રો પૂરાં પાડવાના પ્રશ્ન પર અમેરિકાની સરકારે કહ્યું હતું કે યુક્રેનને હજુ પણ રક્ષણાત્મક સાધનોની જરૂર છે.
  • યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન પોલેન્ડ, મોલ્ડોવા અને બેલ્જિયમની મુલાકાત લેશે. અમેરિકી રક્ષા વિભાગે આ માહિતી આપી છે.

શાંતિના પ્રયાસો ચાલુ છે
હુમલાની સાથે સાથે શાંતિના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. બંને દેશના ટોચના અધિકારીઓ બેલારુસ-પોલેન્ડ સરહદ પર બેઠક કરી રહ્યા છે. આ પહેલાં યુક્રેને માગ કરી છે કે રશિયાના ગ્લોબલ ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી તેનાં જુઠ્ઠાણાંનો પ્રચાર અટકે.

યુક્રેન આર્મીના જવાનોને કિવમાં મેદાન સ્ક્વેરની બહાર તહેનાત કરવામાં આવ્યા છે. રશિયન સેનાએ કિવને ચારેબાજુથી ઘેરી લીધું છે.
યુક્રેન આર્મીના જવાનોને કિવમાં મેદાન સ્ક્વેરની બહાર તહેનાત કરવામાં આવ્યા છે. રશિયન સેનાએ કિવને ચારેબાજુથી ઘેરી લીધું છે.

અમેરિકાએ બેલારુસ પર પણ પ્રતિબંધો લગાવ્યા છે
યુક્રેનમાં યુદ્ધને જોતાં અમેરિકાએ રશિયાની સાથે બેલારુસ પર પણ કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે રશિયા અને બેલારુસના સંરક્ષણક્ષેત્રમાં થતી નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં ફાઈટર એરક્રાફ્ટના પાર્ટસ, સેનાનાં વાહનોનો સમાવેશ થાય છે. યુક્રેન-રશિયા યુદ્ધની વચ્ચે અમેરિકાએ પહેલીવાર બેલારુસ પર પ્રતિબંધ લગાવ્યો છે.

જો બાઈડને પણ બેલારુસ પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે.
જો બાઈડને પણ બેલારુસ પર કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે.

ત્રીજું ગ્લોબમાસ્ટર ભારત પહોંચ્યું, યુક્રેનથી 208 નાગરિકો ભારત આવ્યા
પોલેન્ડથી ભારતીય વાયુસેનાનું ત્રીજું સી-17 એરક્રાફ્ટ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને લઈને હિંડન એરપોર્ટ પહોંચ્યું હતું. કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ભટ્ટે ભારતીય નાગરિકો સાથે વાતચીત કરી હતી. યુક્રેનથી 208 નાગરિકો પરત ફર્યા છે.

શું યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવવામાં આવ્યા છે?
રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા છે. હવે આ અંગે ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ સતત ભારતીય લોકોના સંપર્કમાં છે. યુક્રેનિયન ઓથોરિટીની મદદથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યારસુધી ભારતના કોઈપણ વિદ્યાર્થીને બંધક બનાવાયો હોવાની માહિતી મળી નથી.

યુક્રેનના 10 લાખ શરણાર્થીઓ પડોશી દેશોમાં હિજરત કરી ગયા છે.
યુક્રેનના 10 લાખ શરણાર્થીઓ પડોશી દેશોમાં હિજરત કરી ગયા છે.

વિશ્વ બેંકે રશિયામાં તેના પ્રોજેક્ટ અટકાવ્યા
વિશ્વ બેંકે રશિયા અને બેલારુસમાં તેના તમામ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધા છે. જ્યારે, યુક્રેનના ઘણા શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે. આ યુદ્ધ દરમિયાન યુરોપિયન યુનિયન અને અમેરિકાએ પણ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે.

રશિયા ઝેલેન્સ્કીને રાષ્ટ્રના વડા તરીકે સ્વીકારવા તૈયાર છે - લાવરોવ
રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે તેમનો દેશ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીને તેના રાષ્ટ્રના વડા તરીકે સ્વીકારવા તૈયાર છે. આટલું જ નહીં, લાવરોવે રશિયાને ખાતરી આપી હતી
ઝેલેન્સ્કીનો પણ સંપૂર્ણ રીતે બચાવ કરવા તૈયાર છે. અલ જઝીરાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે જો યુક્રેન અમને તેનાં હથિયારોની માહિતી આપશે તો અમે હુમલો અટકાવી દઈશું.

રશિયાએ રહેણાક મકાન પર હવાઈહુમલો કર્યો
રશિયન વાયુસેનાએ SU-25 એરક્રાફ્ટથી યુક્રેનની રાજધાની કિવ નજીક એક રહેણાક મકાન પર હવાઈહુમલો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, રશિયન આર્મી યુક્રેનના લશ્કરી કેમ્પ પર
સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ કોઈ પ્રવૃત્તિ ન થતાં એપાર્ટમેન્ટમાં જ હુમલો થયો હતો.

હુમલાની સાથે જ શાંતિની કોશિશો પણ ચાલી રહી છે. બંને દેશોના ટોચના અધિકારી બેલારુસ-પોલેન્ડ બોર્ડર પર બેઠક કરી રહ્યા છે. આ અગાઉ યુક્રેને માગણી કરી છે કે રશિયાને ગ્લોબલ ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધિત કરવામાં આવે, જેનાથી તેના ખોટા પ્રચારને રોકી શકાય.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બન્ને મોરચે સતત જાનહાનિ વધી રહી છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર સતત બોમ્બમારો કરી રહી છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસે રશિયા અને તેના સાથી બેલારુસ સામે વધારાના પ્રતિબંધોની જાહેરાત કરી છે, જેમાં નિકાસ નિયંત્રણો વધારવાનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધોમાં રશિયન ઓઈલ રિફાઈનરીઝ અને રશિયન તથા બેલારુસના સૈન્યને સહયોગ આપતી સંસ્થાઓને લક્ષ્ય બનાવાઈ છે.

બુધવારનાં નવાં પગલાંમાં રશિયાની સૈન્ય માટે યુદ્ધવિમાન, પાયદળનાં યુદ્ધવાહનો, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ, મિસાઇલો અને માનવરહિત હવાઈવાહનો બનાવતી 22 રશિયન સંરક્ષણ સંસ્થાઓને લક્ષ્ય બનાવતા પ્રતિબંધો છે.

યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે ઓઈલ અને ગેસ એક્સ્ટ્રેક્શનનાં સાધનો પર વધારાનાં નિકાસ નિયંત્રણોની પણ જાહેરાત કરી હતી, જે લાંબા ગાળે રશિયાની રિફાઇનિંગ ક્ષમતાને નુકસાન પહોંચાડશે.

અત્યારસુધી તો બાઈડન વહીવટીતંત્ર અને પશ્ચિમી સાથીઓએ વૈશ્વિક ઊર્જા પુરવઠાને આંચકો ન આવે એ માટે રશિયન ઊર્જાક્ષેત્રને નિશાન બનાવવાથી મોટા ભાગે દૂર રહ્યા છે. વ્હાઇટ હાઉસે, જોકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ અને સાથી દેશો "સમય સાથે અગ્રણી ઊર્જા સપ્લાયર તરીકે રશિયાની સ્થિતિને બગાડવામાં મજબૂત રસ ધરાવે છે."

યુક્રેનના શહેર ખાર્કિવના સિટી હોલને રશિયન હુમલાએ ખંડેર બનાવી દીધો છે.
યુક્રેનના શહેર ખાર્કિવના સિટી હોલને રશિયન હુમલાએ ખંડેર બનાવી દીધો છે.

રશિયાએ યુક્રેન પર પોતાના હુમલાને વધારે ઘાતક બનાવ્યા
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બન્ને મોરચે સતત જાનહાનિ વધી રહી છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર સતત બોમ્બમારો કરી રહી છે. મિસાઈલ છોડી રહી છે. આ ઉપરાંત ખેરસોન શહેર પર રશિયાનો કબજો થઈ ગયો છે અને ખાર્કિવ શહેરમાં પણ તેના સૈનિકો પહોંચ્યા છે. રશિયાએ બુધવારે યુક્રેન ઉપર પોતાના હુમલાને વધારે ઘાતક બનાવી દીધા છે.

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં બુધવારે રાત્રે રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર મતદાન યોજાયું હતું. આ પ્રસ્તાવની તરફેણમાં 41 મત જ્યારે વિરોધમાં 5 મત પડ્યા છે. ભારત સહિત 35 દેશે આ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાના પક્ષમાં મતદાન કરનારા દેશમાં રશિયા, બેલારુસ, ઉત્તર કોરિયા, ઈરિટ્રિયા અને સિરિયાનો સમાવેશ થતો હતો. જ્યારે મતદાનમાં ગેરહાજર રહેનારા દેશોમાં ભારત, ચીન, પાકિસ્તાન, ઈરાક અને ઈરાનનો સમાવેશ થતો હતો.

રશિયાએ સ્વીકાર્યું- તેના 498 સૈનિક માર્યા ગયા, 1500 સૈનિક બંદી બનાવાયા
બીજી બાજુ યુક્રેન તથા રશિયા વચ્ચે પોલેન્ડમાં થોડા કલાકોમાં જ વાતચીત શરૂ થઈ શકે છે. બન્ને દેશનાં પ્રતિનિધિમંડળ મંત્રણા સ્થળ પર જવા નીકળી ચૂક્યાં છે. તો રશિયાએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેના 498 સૈનિક માર્યા ગયા છે અને આશરે 1500 સૈનિક બંદી બનાવવામાં આવ્યા છે.

બુધવારે યુક્રેનના બે હજાર લોકોનાં મોત થયાંઃ યુક્રેનની ઈમર્જન્સી સર્વિસે સ્વીકાર્યું
બુધવારે પરિવહન સેવાઓ, હોસ્પિટલ્સ, રહેઠાણો સહિતનાં સેંકડો સ્ટ્રક્ચર્સનો સર્વનાશ કરી દીધો છે. આ હુમલામાં યુક્રેનના 2,000 કરતાં વધારે નાગરિકોનાં મોત થયાં છે,તેમ યુક્રેનની ઈમર્જન્સી સર્વિસ દ્વારા માહિતી આપવામાં આવી છે. દેશમાં પ્રત્યેક કલાકે મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ તથા સુરક્ષા દળો મોતને ભેટી રહ્યા છે. તો બીજી બાજુ વોલોડિમીર ઝેલેન્સ્કીએ પણ જણાવ્યું છે કે છેલ્લા છ દિવસમાં લગભગ 6000 રશિયનના યુદ્ધમાં મોત થયાં છે.

આજે યુક્રેન-રશિયા વચ્ચે સતત બીજા દિવસે યુક્રેન-રશિયા વચ્ચે બેઠકનો દોર યોજાવા જઈ રહ્યો છે. આ બેઠકમાં કોઈ ઉકેલ આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કહ્યું કે યુક્રેન પર હુમલો કરી પુતિને બહુ મોટી ભૂલ કરી છે.

વિશ્વમાં શરણાર્થી સંકટ સર્જાવાની દહેશત

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ બાદ યુક્રેનથી મોટી સંખ્યામાં નાગરિકો અન્ય દેશોમાં ભાગી રહ્યા છે. આ સંજોગોમાં વિશ્વ સમક્ષ શરણાર્થી સંકટ ગંભીર બનવાની શક્યતા વધી ગઈ છે. યુક્રેનની સરહદ નજીક આવેલા પોલેન્ડ, હંગેરી, માલદોવા, રોમાનિયા, સ્લોવાકિયા તથા બેલારુસમાં સૌથી વધારે શરણાર્થીઓ પહોંચી રહ્યા છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ યુક્રેનના નાગરિકો માટે વિઝા છૂટને હંગામી ધોરણે રદ કરી દીધી છે. આબુધાબીમાં યુક્રેનના દૂતાવાસે પોતાના ફેસબુક પેજ પર કોઈ કારણ દર્શાવ્યા વગર વિઝા છૂટ સેવાને રદ કરવાની જાહેરાત કરી છે.

રશિયાના વિદેશમંત્રી સર્જેઈ લાવરોવે જણાવ્યું હતું કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો એમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે અને વ્યાપક જાનહાનિ થશે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેસિયસે યુક્રેન સંકટ અંગે કહ્યું હતું કે યુક્રેનમાં હેલ્થકેર કેન્દ્રો પર હુમલો થવાની બાબત ખૂબ જ ચિંતાજનક છે. તેમણે કહ્યું હતું કે હેલ્થકેર પર હુમલા થવો એ આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ઉલ્લંઘન છે. તો બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ચોથા તબક્કાની 11મી ઈમર્જન્સી વિશેષ સત્રની શરૂઆત થઈ ગઈ છે.