રશિયા-યુક્રેન યુદ્ધ અપડેટ્સ:ખાર્કિવમાંથી પીછેહઠ કરી રહી છે રશિયન સેના; 17 મેથી કીવથી ફરી કામ શરૂ કરશે ભારતીય દૂતાવાસ

કીવ/મોસ્કો4 દિવસ પહેલા
  • કૉપી લિંક

રશિયા-યુક્રેન યુદ્ધ બે મહિનાથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી રશિયન સેના યુક્રેન પર કબજો કરવામાં નિષ્ફળ રહી છે. અહીં તેમને ઘણું નુકસાન થયું છે. જેના કારણે તેમને અનેક વિસ્તારોમાંથી પીછેહઠ કરવા મજબૂર થવું પડ્યું છે. જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે 17 મેથી ફરી કીવથી દૂતાવાસથી કામ શરૂ કરવા જઈ રહ્યું છે. રશિયા સાથે યુદ્ધ શરૂ થયા પછી દૂતાવાસને 13 માર્ચથી હંગામી ધોરણે વોરસૉ(પોલેન્ડ)માં શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું.

પીછેહઠ કરી રહેલા રશિયન સૈનિકો
રાજધાની કીવ પછી હવે રશિયાના સૈનિકો યુક્રેનના બીજા મોટા શહેર ખાર્કિવમાંથી પાછળ હટી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે ક્રેમલિન સંભવિત રીતે દક્ષિણ-પૂર્વમાં સૈનિકોની તહેનાતી કરશે. અહીં ઈઝુમમાં પોતાની સેનાને મજબૂત કરશે. રશિયાએ ઈઝુમ પર ગત મહિને કબજો કરી લીધો હતો.

આ તરફ, યુદ્ધની શરૂઆત પછી પ્રથમવાર કોઈ રશિયન સૈનિકની વિરુદ્ધ યુદ્ધ અપરાધના આરોપમાં કેસ ચલાવાશે. યુક્રેનના નાગરિકની હત્યા કરવાના મામલે એક રશિયન સૈનિક વિરુદ્ધ દાખલ કેસ પર આજે સુનાવણી થશે.

સાર્જન્ટ વાદિમ શિશિમારિન (21) પર યુક્રેનમાં ચુપખિવકા શહેરના એક ગામમાં 62 વર્ષીય એક વ્યક્તિના માથામાં ગોળી મારવાનો આરોપ છે.
સાર્જન્ટ વાદિમ શિશિમારિન (21) પર યુક્રેનમાં ચુપખિવકા શહેરના એક ગામમાં 62 વર્ષીય એક વ્યક્તિના માથામાં ગોળી મારવાનો આરોપ છે.

રશિયા-યુક્રેન યુદ્ધના મુખ્ય અપડેટ્સ...

  • જાપાન 20 મે પછી રશિયાને હાઈ-ટેક સામાન નહીં આપે.
  • ઈમેન્યુઅલ મેક્રોં કહે છે કે ફ્રાંસ નાટોમાં ફિનલેન્ડના સભ્યપદને સમર્થન આપશે.
  • રશિયાએ લુહાન્સ્કના સેવેરોદોનેટ્સ્કમાં છેલ્લા 24 કલાકમાં 9 વખત હવાઈ હુમલા કર્યા છે.
  • યુક્રેને મારિયુપોલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એલન મસ્ક પાસેથી મદદ માગી છે.
અન્ય સમાચારો પણ છે...