રશિયા-યુક્રેન યુદ્ધ:પૂર્વી યુક્રેનમાં રશિયાના સૈનિકો તહેનાત, સેટેલાઇટ તસવીરોમાં કાફલો જોવા મળ્યો; રશિયાનો દાવો- યુક્રેનના 1026 સૈનિકે સરેન્ડર કર્યું

એક મહિનો પહેલા
  • રશિયા વધુ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છેઃ ઝેલેન્સ્કી
  • રશિયાના 19 હજારથી વધુ સૈનિકોને નુકસાનઃ યુક્રેનનો દાવો

રશિયા-યુક્રેન યુદ્ધને 50 દિવસ થઈ ગયા છે. રશિયા હજુ રાજધાની કિવ પર કબજો કરવામાં નિષ્ફળ રહ્યું છે. આ તરફ પૂર્વી યુક્રેન પર મોટે પાયે હુમલો કરવા માટે રશિયા તૈયારી કરી રહ્યું છે. રશિયાની સૈનિકોની ગતિવિધિ સેટેલાઈટ તસવીરમાં જોવા મળી છે. આ તસવીરમાં બેલ્ગોરોદમાં રશિયાના સૈનિકોનો કાફલો જોવા મળ્યો છે.

આ તસવીરમાં રશિયાના સૈનિકોની મૂવમેન્ટ જોવા મળી રહી છે.
આ તસવીરમાં રશિયાના સૈનિકોની મૂવમેન્ટ જોવા મળી રહી છે.

રશિયાએ દાવો કર્યો છે કે 162 અધિકારી સહિત યુક્રેનની 36મી મરીન બ્રિગેડના 1026 નૌસૈનિકે મારિયુપોલમાં આત્મસમર્પણ કર્યું છે.

પુતિનનો ખાસ માણસ ઝડપાયો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની નજીક ગણાતો વિક્ટર મેદવેદચુકને યુક્રેનની ગુપ્તચર એજન્સીએ ઝડપી લીધો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રશિયાના હુમલા શરૂ થતાં પહેલાં યુક્રેનમાં વિપક્ષી નેતા મેદવેદચુક દેશદ્રોહના કેસમાં નજરબંધ હતો, પરંતુ યુદ્ધ શરૂ થયા સાથે ગાયબ થઈ ગયો હતો. ઝેલેન્સ્કીએ રશિયા સામે એક પ્રસ્તાવ રાખ્યો છે. તેમણે રશિયાને કહ્યું છે કે જો તેઓ મેદવેદચુકને સુરક્ષિત રીતે મુક્ત કરાવવા માગે છે તો તે બંધક બનાવાયેલા યુક્રેનના નાગરિકોને છોડી દે.

માનવાધિકાર કમિશનરનો દાવો- બુચામાં 25 યુવતીને બંધક બનાવવામાં આવી હતી, રોજ દુષ્કર્મ થતું, હાલ અનેક ગર્ભવતી
આ વચ્ચે રશિયાના ચેચન્યા ગણ રાજ્યના પ્રમુખે દાવો કર્યો છે કે રશિયા ફરી કિવ પર હુમલો કરશે અને એને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરશે. તો બીજી બાજુ, યુક્રેનની સેનાએ રશિયન સૈનિકો દ્વારા રાસાયણિક હથિયારનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ હથિયારોનો ઉપયોગ ડ્રોનથી કર્યો હોવાનો દાવો કરાયો છે.

રશિયા વધુ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છેઃ ઝેલેન્સ્કી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયા વધુ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. મારિયુપોલ પર ફરી હુમલો કરવા માટે પૂર્વ ડોનાબાસ વિસ્તારમાં તેમના સૈનિકો એકઠા થઈ રહ્યા છે. તો યુક્રેના ઉપ-રક્ષામંત્રી હના માલ્યરે કહ્યું હતું કે સરકાર મામલાની તપાસ કરી રહી છે.

પુતિનનું મોટું નિવેદન
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાનું સૈન્ય અભિયાન ત્યાં સુધી યથાવત્ રહેશે જ્યાં સુધી તેમનું લક્ષ્ય પૂરું નહીં થઈ જાય, સાથે જ તેમણે કહ્યું હતું કે તેમના દેશને અલગ-થલગ ન કરી શકાય. રશિયાના પૂર્વમાં વોસ્તોચની અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્રની મુલાકાતે પહોંચેલા પુતિને કહ્યું હતું કે રશિયાનો પોતાને અલગ કરવાનો કોઈ હેતુ નથી અને વિદેશી શક્તિઓ પણ તેને અલગ-અલગ કરવામાં સફળ નહીં થાય. આજે દુનિયામાં કોઈને પણ અલગ-અલગ કરવાનું નિશ્ચિત રીતે અસંભવ છે, વિશેષ રૂપે રશિયા જેવા વિશાળ દેશને. અમે અમારા તે ભાગીદારોની સાથે કામ કરીશું, જે સહયોગ કરવા ઈચ્છે છે.

યુક્રેનનો દાવો- રશિયાના 19 હજારથી વધુ સૈનિકોને નુકસાન

બુચામાં અનેક મહિલાઓને બંધક બનાવવામાં આવીઃ યુક્રેન
યુક્રેનના સંસદના માનવાધિકાર કમિશને દાવો કર્યો કે બુચામાં રશિયાના સૈનિકોએ મહિલાઓ તેમજ યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લગભગ 25 યુવતીને બેઝમેન્ટમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી, જેમાં અનેકની ઉંમર 14 અને 24 વર્ષ જ છે. તેમનું રોજ માનસિક તેમજ શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. બંધક બનાવવામાં આવેલી અનેક યુવતીઓ હાલ ગર્ભવતી છે.

અન્ય સમાચારો પણ છે...