ફેક ન્યૂઝ એક્સપોઝ:યુદ્ધ વચ્ચે સૈનિકો સાથે જોવા મળ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી? જાણો આ વાઇરલ વીડિયોની હકીકત

7 મહિનો પહેલા

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સ્કી સતત રશિયા વિરુદ્ધ પોતાના દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. જેલેન્સ્કી યુક્રેનની વર્તમાન સ્થિતિ વિશે પણ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી રહ્યા છે.

એક વાઈરલ વીડિયોમાં તેઓ કેટલાક સૈનિકો સાથે બેઠા છે, જેમાં તેઓ સૈનિકો સાથે કોફી પીતા નજરે આવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે શેર કર્યો છે. રાષ્ટ્રપતિના સૈનિકો સાથે બેસવાના આ વીડિયોની લોકો પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમ કરવાથી સૈનિકોનો જુસ્સો વધશે.

આ અગાઉ સમાચાર સામે આવ્યા હતા કે વોલોડિમિર જેલેન્સ્કીએ યુદ્ધ દરમિયાન યુક્રેન છોડવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે પોતાના લોકો સાથે મળીને રશિયા વિરુદ્ધ લડાઈ ચાલુ રાખવાની વાત કહી હતી.

શું છે આ વાઈરલ વીડિયોની હકીકત
આ વીડિયોને 48 લાખ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે રાષ્ટ્રપતિએ મિલિટરી બેસમાં સૈનિકો સાથે કોફી પીધી, પરંતુ આ વીડિયો ખુદ વોલોડિમિર જેલેન્સ્કીએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર 17 ફેબ્રુઆરીએ શેર કર્યો હતો, એટલે કે આ વીડિયો યુદ્ધ પહેલાંનો છે અને ખોટી કેપ્શન સાથે વાઈરલ થઈ રહ્યો છે.

પોસ્ટમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ વીડિયો 17 ફેબ્રુઆરીએ પબ્લિશ કરવામાં આવ્યો હતો.
પોસ્ટમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ વીડિયો 17 ફેબ્રુઆરીએ પબ્લિશ કરવામાં આવ્યો હતો.

અન્ય પણ તસવીરો પણ ખોટી માહિતી સાથે વાઈરલ થઈ રહી છે

રશિયા-યુક્રેન યુદ્ધના બીજા દિવસથી જ જેલેન્સ્કીની સૈનિકો સાથેની તસવીરો પણ વાઈરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ જેલેન્સ્કી યુદ્ધમાં સૈનિકો સાથે જોડાઈ ગયા છે. ગૂગલ પર વાઈરલ તસવીરો વિશે સર્ચ કરતાં જાણવા મળ્યું કે આ તસવીરો વોલોડિમિર જેલેન્સ્કીએ 9 એપ્રિલ 2021એ પોતાનાં સૈન્ય ઠેકાણાઓ પરની વિઝિટ વખતે પોસ્ટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...