ભારતની બેદરકારીના LIVE દ્રશ્યો:યુદ્ધ વચ્ચે રાત્રે 25 કીમી ચાલીને રાજકોટની યુવતી સહિત 50 લોકો પોલેન્ડ પહોંચ્યા,તંત્રએ કહ્યું: યુક્રેનમાં જતા રહો, અહીંયા વ્યવસ્થા નથી

રાજકોટ7 મહિનો પહેલા
  • વડોદરાના 300 કરતાં વધારે વિદ્યાર્થી અત્યારે યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા છે
  • રાજકોટની ક્રાંજ ગોસાઈએ પોલેન્ડનાં રસ્તે બધાને પરત લાવવાની સરકારને વિનંતી કરી

રશિયા અને યુક્રેન વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઘણા બધા ભારતીયો હાલ યુક્રેનમાં ફસાયા છે. તેમાં પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. ત્યારે યુક્રેનમાં ભારતીય તંત્રની બેદરકારીના LIVE દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં યુદ્ધ અને બોમ્બના ધડાકા વચ્ચે 50 યુવક-યુવતીઓ સાથે 25 કીમી ચાલીને રાજકોટની ક્રાંજ ગોસાઈ નામની યુવતી પોલેન્ડ પહોંચી તો ભારતીય દૂતાવાસ દ્વારા આ લોકોને યુક્રેનમાં તેમના ઘરે પરત જતા રહેવાનું કહેવામાં આવ્યું છે.જેને લઈને આ યુવતિઓને હવે ક્યાં જવું અને કેમ જવું સહિતના પ્રશ્નો ઉભા થયા છે. અને આ પ્રશ્નોનો જવાબ આપવા પણ કોઈ તૈયાર નથી. ત્યારે ક્રાંજે તમામ લોકો માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા અપીલ કરી છે.

હવે અમારા માટે જરૂરી વ્યવસ્થા કરો
ક્રાંજે આ અંગે પોતાનો ચાલવા સહિતનો વિડીયો મોકલ્યો છે. અને પોતાના સહિત તમામની કફોડી બનેલી સ્થિતિ વર્ણવી છે. જેમાં તેણીએ સરકારને ઉદેશીને જણાવ્યું છે કે, તમારા કહેવા મુજબ અમે હાલ પોલેન્ડ આવી પહોંચ્યા છીએ. તો હવે અમારા માટે જરૂરી વ્યવસ્થા કરવાની તમારી જવાબદારી છે. અમારી પાસે પરત ફરવા માટેનું કોઈ વાહન કે વ્યવસ્થા નથી. તેમજ ત્યાં ગયા પછી પણ અમારું શુ થાય તે નક્કી નથી. પ્લીઝ હેલ્પ અસ એન્ડ સેવ અસ.

50 યુવક-યુવતીઓ સાથે 25 કીમી ચાલીને રાજકોટની ક્રાંજ ગોસાઈ નામની યુવતી પોલેન્ડ પહોંચી
50 યુવક-યુવતીઓ સાથે 25 કીમી ચાલીને રાજકોટની ક્રાંજ ગોસાઈ નામની યુવતી પોલેન્ડ પહોંચી

પોલેન્ડ પહોંચી જવા કહેવામાં આવ્યું
આ અંગે યુવિતના પિતા અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, યુક્રેન ખાતે અંદાજે 10-15 હજાર જેટલા ભારતીયો ફંસાયેલા છે. પરંતુ હાલ સરકાર દ્વારા માત્ર 3 ફ્લાઈટની જ વ્યવસ્થા કરવામાં આવી છે. જે ખરેખર જશ ખાટવા પૂરતી વાત લાગી રહી છે. તેમની દીકરી સહિતની 40-50 યુવતિને ભારતીય દુતાવાસ દ્વારા પાસપોર્ટ સહિતનાં દસ્તાવેજો જમાં કરાવીને પોલેન્ડ પહોંચી જવા કહેવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં કોઈ વ્યવસ્થા નથી.ત્યારે સરકારે ત્વરિત આ માટેની કોઈ વ્યવસ્થા કરવી અનિવાર્ય બની છે.

વડોદરાની જ્હાનવી મોદીએ પોતાને તથા પોતાના ગૃપને બચાવી લેવાની દર્દભરી અપીલ કરતો વિડિયો શેર કર્યો
વડોદરાની જ્હાનવી મોદીએ પોતાને તથા પોતાના ગૃપને બચાવી લેવાની દર્દભરી અપીલ કરતો વિડિયો શેર કર્યો

અમોને અહીંથી બહાર કાઢો
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ યુક્રેનમાં ગયેલા અન્ય દેશોના નાગરિકો પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે, ત્યારે અનેક ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા ગયા હતા તે ત્યાં ફસાયા છે. ગુજરાતના પણ રાજકોટ અને વડોદરા સહિતના શહેરોના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. જ્યાં ભીષણ યુધ્ધની વચ્ચે અમે ટર્નોફોલમાં બંકરમાં છૂપાઇને વડોદરાની વિદ્યાર્થિની જ્હાનવી મોદીએ બંકરમાથી વીડિયો શેર કરી જણાવ્યું છે કે, અમે ટર્નોફોલમાં બેઝમન્ટમાં છે. મારી સાથે અન્ય સ્ટુડન્ટ પણ છે. અહીં વોર ચાલુ થઇ ગયું છે. મારા ફેમિલી સાથે સંપર્ક ન કરી શકું. પરંતુ, અમોને અહીંથી બહાર કાઢો, જેથી અમે અમારા ઘરે પહોંચી શકીએ. અહીં પણ અમે સુરક્ષિત છે કે નહીં તેની અમોને ખબર નથી.

યુક્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે
યુક્રેનમાં બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે

પરિવારની મદદની અપિલ
યુક્રેનમાં ફસાયેલ યુવતીના કારેલીબાગમાં રહેતા પરિવારજન પૈકી વૈશાલીબેન પટણીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર કે યુક્રેન સરકાર દ્વારા ફસાયેલા વિદ્યાર્થીઓને કોઇ મદદ મળતી નથી. ઇન્ડિયન ગવરમેન્ટ વહેલી તકે મદદ કરે. વિદ્યાર્થીઓની હાલત કફોડી થઇ ગઇ છે. બહાર પણ નીકળી શકતા નથી. બંકરમા પણ પોતે સુરક્ષિત છે કે નહીં તેની તેઓને ખબર નથી. અમોને ચિંતા વધી ગઈ છે. અમારા સંતાનો સુરક્ષિત આવશે કે નહીં.

યુક્રેનમાં ફસાયેલ યુવતીના કારેલીબાગમાં રહેતા પરિવારજન
યુક્રેનમાં ફસાયેલ યુવતીના કારેલીબાગમાં રહેતા પરિવારજન

સંતાનોને પરત કેવી રીતે લાવવા તેના માટે દોડધામ
મળેલી માહિતી મુજબ વડોદરાના 300 કરતાં વધારે વિદ્યાર્થી અત્યારે યુક્રેનના વિવિધ શહેરોમાં ફસાયેલા છે. તેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ મેડિકલના છે. યુક્રેનની રાજધાની કીવ ખાતેથી વિદ્યાર્થીઓ ફ્લાઇટ પકડવાના હતા. જોકે ફલાઇટ કેન્સલ થઇ જતા વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. જેના પગલે તેમના પરિવારજનો ચિંતિત છે. હવે તેમના સંતાનોને પરત કેવી રીતે લાવવા તેના માટે તેઓ દોડધામ કરી રહ્યાં છે. પરિવારજનો એજન્ટ અને એમ્બેસીનો સંપર્ક કરીને તેમના સંતાનો વહેલી તકે પરત આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.

લોકો હવે ઘરોના બંકરો અને અન્ડરગ્રાઉન્ડમાં છે
લોકો હવે ઘરોના બંકરો અને અન્ડરગ્રાઉન્ડમાં છે

આ હેલ્પલાઈન પર ફોન અને ઇમેલ કરી શકાશે
ભારત સરકાર દ્વારા યુક્રેન ક્રાઈસિસ અંગે યુક્રેન સ્થિત ભારતીય નાગરિકો માટે માહિતી માટે ખાસ હેલ્પલાઈન શરુ કરી છે. જેમાં દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના +911123012113, +911123014104, +911123017905 તેમજ 1800118797 પર ફોન અથવા situationonroom@mea.gov.in પર ઈમેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર ફોન તેમજ cons1.kviv@mea.gov.in પર મેઈલ કરી શકાશે. ગુજરાત રાજ્ય બિન નિવાસી પ્રતિસ્થાન ગાંધીનગર દ્વારા માહિતી માટે ફોન નંબર 079-232 51312 તેમજ 079 232 51316 જારી કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...