પુતિનનો બેટલ પ્લાન લીક:યુક્રેન બાદ પાડોશી દેશ મોલ્દોવા પર હુમલો કરશે, બેલારુસના પ્રેસિડન્ટે ભૂલથી વોર મેપ બતાવ્યો

5 મહિનો પહેલા

યુક્રેન બાદ હવે રશિયા મોલ્દોવા પર હુમલો કરી શકે છે. બેલારુસના તાનાશાહે ભૂલથી આ ખુલાસો કર્યો છે. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેંકો સુરક્ષા પરિષદને સંબોધિત કરી યુક્રેનમાં રશિયાના આક્રમણના રસ્તા વિશે જણાવી રહ્યા હતા. બેટલ મેપ હેઠળ તેઓ પુતિનની રણનીતીઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા, જ્યાંથી આ મેપ જાહેર થઈ ગયો.

લુકાશેંકો પુતિનના મિત્ર અને રશિયાના સહયોગી બેલારુસના પ્રમુખ છે, તેથી તેઓ પુતિનની દરેક રણનીતીઓ જાણે છે. આ નક્શા પ્રમાણે લુકાશેંકો પોતાના ઉચ્ચાધિકારીઓને તે સ્થળની જાણકારી આપી રહ્યા હતા કે જ્યાં આવનારા દિવસોમાં બોમ્બમારા થઈ શકે છે. ફોટોમાં લુકાશેંકો બેટલ મેપની સામે ઉભા છે. અહીં યુક્રેન અને મોલ્દોવા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.

યુક્રેનમાં હુમલાની તૈયારીમાં બેલારુસ
મોલ્દોવા યુક્રેનનો પાડોશી દેશ છે. તેનાથી એ સંભાવના ઉભી થઈ છે કે પુતિન મોલ્દોવા પર પણ આક્રમણ કરી શકે છે. આ અગાઉ યુક્રેને દાવો કર્યો હતો કે બેલારુસ, રશિયાનો સાથ આપવામ માટે યુક્રેનમાં સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે, પરંતુ લુકાશેંકોએ આ વાતથી ઈનકાર કર્યો કે તેઓ રશિયાનો સાથ આપી રહ્યા છે. જોકે એના પછીથી જ બેલારુસના સૈનિક ઉત્તર-પૂર્વી યુક્રેનના ચેર્નીહીવ શહેરમાં ઘુસ્યા હતા.

યુદ્ધ સમાપ્ત કરવા ડિપ્લોમેટિક પ્રયત્નો શરુ
સૈન્ય ઘર્ષણ દરમિયાન આ સંકટને પૂર્ણ કરવા ડિપ્લોમેટિક પ્રયત્નો ચાલી રહ્યા છે. યુક્રેન સંકટ પર યૂનાઈટેડ નેશન હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)એ ઈમરજન્સી ડિબેટનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ UNમાં રશિયાને ખૂબ જ અપમાન સહન કરવુ પડ્યુ હતુ. મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં જેવુ રશિયાના વિદેશમંત્રી સર્ગેઈએ બોલવાનું શરુ કર્યું તો લગભગ 100 જેટલા ડિપ્લોમેટ્સે વોકઆઉટ કરી લીધું.

આજે પોલેન્ડમાં રશિયા-યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીતનો બીજો તબક્કો આજે પોલેન્ડમાં થશે. જોકે, તેનો સમય હજી નક્કી કરાયો નથી. રશિયન ફોર્સે કિવ, ખાર્કિવ અને ચેર્નીહીવમાં તોપોથી હુમલાઓ ઝડપી કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...