રશિયા-યુક્રેન યુદ્ધમાં બીજા દિવસે શું શુ થયું?:યુક્રેનની હાલત કેવી છે, અમેરિકા સહિતના દેશો કેમ ડરે છે, ભારત કેમ યુક્રેનનો સાથ નથી આપતું? વાંચો 15 અહેવાલ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

1. રશિયા -યુક્રેન યુદ્ધના બીજા દિવસનું સંપૂર્ણ કવરેજ વાંચો

યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે. તેમણે કહ્યું છે કે અમારી વ્યૂહરચના ઉપરાંત ઈરાદો તદ્દન સ્પષ્ટ છે. અમે યુક્રેન પર કબજો કરવા ઈચ્છતા નથી. માટે યુક્રેનના લશ્કરને કહેવા માગુ છું કે તે તાત્કાલિક આત્મ સમર્પણ કરી દે. આ ઉપરાંત પુતિને યુક્રેનની સેનાને કહ્યું છે કે દેશની સત્તાની કમાન તમારા હસ્તગત લઈ લો, યુક્રેનની સરકાર ડ્રગ એડિકટ્સનું ગ્રુપ છે આ ઉપરાંત તે દેશની સરકારે યુક્રેનના તમામ લોકોને બંધિકાર કરી લીધા છે. વોલ્દોમિક જેલેંસ્કીની સરકાર ડ્રગ એડિક્ટ અને નાઝીઓની સરગના છે.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

2. યુક્રેની મહિલાએ રશિયન સૈનિકને ધમકાવ્યો: Video Viral

યુક્રેન પર રશિયાના હુમલાનો બીજો દિવસ ચાલી રહ્યો છે. પાટનગર કિવ બ્લાસ્ટથી ઘણઘણી ઉઠ્યું છે. આ દરમિયાન એક યુક્રેની મહિલાએ રશિયન સૈનિકને ધમકાવી દીધો હતો. સૈનિકો પાસે મોટી મોટી બંદૂકો હતી તેમ છતા તે મહિલા સહેજ પણ તેમનાથી ડરી નહતી. ખીસ્સામાં હાથ નાખીને ગુસ્સે થયેલી મહિલાએ રશિયન સૈનિક પર ખૂબ ગુસ્સો કર્યો હતો અને આંગળી ચીંધીને કહ્યું હતું કે, તમે બોલાવ્યા વગર અમારા દેશમાં કેમ આવ્યા? તમારા ખીસ્સામાં સુરજમુખીના બીજ નાખી દો જેથી જ્યારે તમને યુક્રેનની ધરતીમાં દફનાવાવમાં આવે તો ફૂલ ઉગે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

3. પુતિનના નિર્ણયનો રશિયામાં જ વિરોધ: 1700 દેખાવકારોની ધરપકડ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયામાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત 53 શહેરોમાં યુદ્ધ વિરુદ્ધ મોટા સ્તરે પ્રદર્શનો થઈ રહ્યા છે. રશિયાની પોલીસે અત્યારસુધી 1700 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે, પરંતુ વિરોધ ઓછો નથી થઈ રહ્યો. જેમનો પરિવાર યુક્રેનમાં ફસાયેલો છે તેવા લોકો શાંતિથી આ મુદ્દાનો ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે. લોકો હાથમાં NO TO WARના પોસ્ટરો સાથે દેખાઇ રહ્યા છે. જુઓ વિરોધપ્રદર્શનની કેટલીક તસવીરો....
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

..........
4. રશિયા-યુક્રેન યુદ્ધના 10 વિડીયો:રશિયાએ 160 મિસાઇલો ફેંકી, હેલિકોપ્ટરોનાં હુમલાથી હાહાકાર

રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રશિયા તરફથી 160થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. હુમલા બાદ અતેયાર સુધીમાં યુક્રેનના કુલ 137 લોકોના મોત થયા છે. અને સેંકડો લોકો ઘાયલ થયા છે.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

5. યુક્રેનના રાષ્ટ્રપતિની ભાવુક વાત:રશિયા સામે લડવા માટે અમને એકલું છોડી દીધું, તમામ દેશો ડરી રહ્યા છે, અમે ગદ્દાર નથી

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી પ્રમાણે રશિયા હુમલાના પહેલાં દિવસે 137 લોકોના જીવ ગયા છે. જેલેંસ્કીએ એક વીડિયોમાં આ વિશે માહિતી આપી છે. આજે અમે અમારા 137 હિરો, અમારા નાગરિકોને ગુમાવી દીધા છે. જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. તે સિવાય તેમણે યુદ્ધમાં કોઈનો સાથ ના મળવા વીશે પણ વાત કરી છે. રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, તેમના દેશને રશિયા સામે લડવા માટે એકલા છોડી દીધા છે. તેમણે કહ્યું કે, અમારા પડખે કોણ ઉભુ છે? મને તો કોઈ દેખાતુ નથી. યુક્રેનને નાટોની સભ્યતા અપાવવાની ગેરંટી કોણ લે છે? દરેક ડરે છે...
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

6. યુક્રેનની સેનાના આ એન્જિનિયરે કમાલ કર્યો: રશિયાને રોકવા માટે પોતાના પુલને ઉડાવી દીધો

રશિયન હુમલાઓ વચ્ચે યુક્રેનના એક સૈનિકની હિંમતે લોકોને ચોંકાવી દીધા છે. આ સમગ્ર ઘટના રુંવાટા ઊભા કરી દે તેવો છે. શુક્રવારે સવારે જ્યારે યુક્રેનની સેનાને એવી જાણકારી મળી કે રશિયન સૈનિક પોતાના ટેન્કની સાથે રાજધાની કીવ તરફ આગળ વધી રહ્યાં છે, ત્યારે તેને શહેરને જોડતાં ત્રણ પુલને બોમ્બના ધમાકાથી ઉડાવી દીધાં. એક પુલ તો એવો હતો કે જેને ઉડાવવા માટે યુક્રેનની સેનાના એન્જિનિયરે પોતાના જીવની કુરબાની આપી દીધી. યુક્રેનની આર્મીએ પોતાના આ જવાનના હીરો ગણવાત સોશિયલ મીડિયા પર તે અંગેની સ્ટોરી શેર કરી છે.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

7. યુદ્ધ વચ્ચે યુક્રેનવાસીઓ ભાવુક:સ્થિતિ વણસતી જોઈને લોકો રડવા લાગ્યા, પિતા દીકરીને ભેટી રડી પડ્યા; સૈનિકોની પત્નીઓ પણ ભાવુક થઈ ગઈ

યુક્રેન સામે રશિયન હુમલા પછી ત્યાં સ્થિતિ વણસી ગઈ છે. હજારો લોકોને રાજધાની કીવ તથા અન્ય શહેરોમાં બસો દ્વારા સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયામાં વાઈરલ પોસ્ટ દરમિયાન યુક્રેનના લોકો એકબીજાને ભેટીને રડતા જોવા મળ્યા છે. આ દરમિયાન એક પિતા પોતાની દીકરીની સુરક્ષા અંગે ચિંતિત થઈ રડતા જોવા મળ્યા છે. જોકે તે પોતાની દીકરીને સુરક્ષિત સ્થાને ખસેડી પોતે રશિયાની સામે લડત આપવા તૈયાર થઈ ગયો છે.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

8. યુક્રેનનો ભયાનક VIDEO:ચાલતી કાર આગળ અચાનક બોમ્બ પડ્યા, એરસ્ટ્રાઇકમાં મોતનો સામનો થયો
​​​​​​​

રશિયાએ યુક્રેનમાં સતત એરસ્ટ્રાઇક કરીને ખાનાખરાબી સર્જી છે. જેનો એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક ચાલતી કારની આગળ અચાનક બોમ્બ પડે છે અને મોટો વિસ્ફોટ થાય છે. કારમાં બેસેલો યુવક આ જોઈને ફફડી જાય છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો કારચાલક દ્વારા કરવામાં આવી રહેલાં લાઇવ સ્ટ્રિમિંગમાં કેદ થઈ ગયો હતો.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

9. એક્સક્લૂઝિવ:યુક્રેનમાં જમીનથી 2 માળ નીચે છૂપાયેલા રાજકોટના વિદ્યાર્થીની આપવીતી

'હાલ અમને ઘરની બહાર નીકળવા દેતા નથી, અહીં ચારેબાજુ બ્લાસ્ટ થઈ રહ્યા છે. બહુ ડર લાગી રહ્યો છે. અહીંથી સરહદ થોડા કિલોમીટર જ દૂર છે. રાત્રે સેનાના હેલિકોપ્ટર નીકળે છે. ઠંડી અને અંધારાને લીધે ખબર પડતી નથી કે, કોનું હેલિકોપ્ટર છે. અહીં માર્ગો પરથી કેટલીક ટેન્ક પણ નીકળે છે. હેલિકોપ્ટરની ઊંચાઈ ઘણી ઓછી હોય છે અને લોકો ડરે છે. રહેવા માટે એક માત્ર બંકર જ છે. આ 24 કલાક કેમ પસાર કર્યા એ મારુ મન જાણે છે, એકબીજા માથે સુઈ રાત પસાર કરી, ચિપ્સ અને બિસ્કિટથી પેટ ભર્યું' આ આપવીતી છે યુદ્ધની વચ્ચે બંકરોમાં છૂપાયેલા ભારતીય વિદ્યાર્થી હર્ષ સોનીની... ઉલ્લેખનીય છે કે, યુક્રેનના ઓડેસા શહેરમાં ફસાયેલા 2 હજાર ભારતીયોનું લિસ્ટ દિવ્ય ભાસ્કર પાસે છે. જેમાં બંકરોમાં છૂપાયેલા 2000 લોકોમાં 100 ગુજરાતીઓ પણ છે.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

10 યુદ્ધ લાંબુ નહીં ખેંચાય:જાણો યુક્રેનના રાષ્ટ્રપતિ પાસે હવે કયો માર્ગ છે?​​​​​​​

યુદ્ધના બીજા દીવસે જ રશિયન આર્મી યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગઈ છે. તેવામાં નાટો ચીફથી લઈને અમેરિકન રાષ્ટ્રપતિ પણ હવે મિલિટ્રી એક્શનથી પીછેહટ કરી દીધી છે. એટલું જ નહીં તેમણે કહી દીધું છે કે યુક્રેન હવે પોતાની લડાઈ જાતે જ લડી લે. આવી સ્થિતિમાં લાચાર યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાનો નંબર-1 ટાર્ગેટ હું છું, જ્યારે મારો પરિવાર બીજા નંબરનો ટાર્ગેટ છે.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

11. કેમ ભારત તટસ્થ છે?:જ્યારે PM વાજપેયીએ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે UNમાં યુક્રેન આડુ ફાટ્યું હતું, તો હવે મદદની આશા કેમ?

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ ઉપર સમગ્ર દુનિયાની નજર છે. જે રીતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે ત્યારપછી સમગ્ર દુનિયાના દેશો સામે એક સવાલ ઉભો થયો છે કે, તેઓ કયા દેશના પક્ષમાં છે? આ સવાલ સામે ભારતની સ્થિતિ અત્યારે ધરમ સંકટમાં છે. કારણ કે રશિયા-યુક્રેન મુદ્દે રશિયા અને અમેરિકા પણ સામસામે આવી ગયું છે. હકિકત એવી છે કે, રશિયા-ભારત ખૂબ જુના મિત્રો છે, જ્યારે રાજકિય રીતે અમેરિકા પણ ભારત માટે ખૂબ મહત્વનો દેશ છે. તેથી ભારત બંનેમાંથી કોઈ પણ એક દેશ સાથે સંબંધ બગાડવા માંગતું નથી. અને રહી વાત યુક્રેનની, તો જ્યારે ભારતે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)માં ઘણાં દેશોએ ભારતનો વિરોધ કર્યો હતો અને તેમાં યુક્રેને પણ ભારતનો વિરોધ કર્યો હતો. તેથી યુક્રેને હવે ભારત રશિયાનો વિરોધ કરીને તેમને સમર્થન આપે તેવી અપેક્ષા રાખવી જ ના જોઈએ.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

12. રશિયાનો નિર્દય ચહેરો:સરન્ડર કરવાનો ઈન્કાર કરતા યુક્રેનના 13 જવાનોને ઢાળી દીધા, સોશિયલ મીડિયા પર ક્લિપ વાઈરલ​​​​​​​​​​​​​​

​​​​​​​​​​​​​​
રશિયા-યુક્રેનના યુદ્ધની વચ્ચે તાજેતરમાં એક વીડિયો બહાર આવ્યો છે. તેમાં રશિયાના યુદ્ધજહાજમાં હાજર જવાનોએ યુક્રેનના 13 જવાનોને ઠાર કર્યા છે. આ તમામ જવાનોએ સરડન્ડર કરવાથી ઈન્કાર કરતા તેમને ઠાર કરવામાં આવ્યા હતા. વીડિયોમાં રશિયાના યુદ્ધજહાજમાંથી અવાજ આવી રહ્યો છે કે સરન્ડર કરી દો નહિતર, હુમલો થશે. જવાબમાં યુક્રેનની પોસ્ટ ગાળો બોલે છે. પછીથી તે યુદ્ધજહાજમાં હાજર તમામ જવાનોને ઠાર કરવામાં આવે છે.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

13. સુપર પાવરની ધમકીની કોઈ અસર નહીં:રશિયા બીજા દિવસે પણ યુક્રેનને ધમરોળતું રહ્યું ને બાઈડન માત્ર નિવેદનબાજી જ કરતા રહ્યા​​​​​​​​​​​​​​

​​​​​​​રશિયાના રાષ્ટ્રપતિ પુતિની દાદાગીરી સામે કોઈનું ચાલી રહ્યું નથી. રશિયા બીજા દિવસે પણ યુક્રનને ધમરોળી રહ્યું છે, અહીં ઠેર ઠેર કાટમાળના ઢગલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ માત્ર નિવેદનબાજી કરી ચૂપ જોવા મળી રહ્યા છે. US પ્રમુખ જો બાઈડને યુક્રેન સંકટને લઈને એક અઠવાડિયાની અંદર બીજી વખત વ્હાઇટ હાઉસથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

14. દુનિયાભરમાં યુક્રેન પર હુમલાનો વિરોધ:ન્યૂયોર્કથી મોસ્કો સુધી રસ્તા પર ઉતર્યા લોકો; રશિયનોએ કહ્યું- પુતિને દેશને દુનિયાથી અલગ કરી દીધો

​​​​​​​

​​​​​​​યુક્રેન પર રશિયાના હુમલાનો આજે બીજો દિવસ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુક્રેન પર હુમલાના નિર્ણયની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે. અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગરી, ફ્રાન્સ, જાપાન, સ્વિટઝરલેન્ડમાં લોકો રશિયાના હુમલા વિરુદ્ધ પ્રોટેસ્ટ કરી રહ્યા છે. પુતિન વિરુદ્ધ પોતાના જ દેશના લોકો પ્રદર્શન કરી રહ્યા છે. રશિયાની મોટી હસ્તીઓ, પત્રકારોનું કહેવું છે કે આ યુદ્ધની શરુઆત કરી રશિયાએ પોતાને દુનિયાથી અલગ કરી દીધું છે.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

15. રશિયા સામે સો.મીડિયામાં જંગ:બોમ્બ-ટેન્ક વચ્ચે યુક્રેની ગ્લેમરસ મહિલા સોલ્જર્સ ચર્ચામાં, રશિયન સૈનિકો યુદ્ધ ભૂલી ફ્લર્ટ કરવા લાગ્યા​​​​​​​​​​​​​​

​​​​​​​રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. અત્યારે યુક્રેનના મોટાભાગના પ્રમુખ શહેરો અત્યારે રશિયાના તાબા હેઠળ છે. તેવામાં સરહદ યુદ્ધ વચ્ચે યુક્રેનની ગ્લેમરસ મહિલા સોલ્જર પણ જોરદાર ટક્કર આપી રહી છે. એટલું જ નહીં યુક્રેનની મહિલા સોલ્જર્સને જોઈને રશિયન સૈનિકો તેમને રોમાન્સ કરવાનું આમંત્રણ આપી રહ્યા છે. તો બીજી બાજુ યુક્રેનની મહિલા સોલ્જર્સ ટિકટોક પર વીડિયો બનાવી ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેમાં તેઓ લડીશું અને જંગ જીતીશુંના ગીતો પર ડાન્સ કરી રહી છે.
સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...