યુક્રેનથી આવેલા વિદ્યાર્થીને એડમિશનની આશા:સ્વાસ્થ્ય મંત્રાલયે લાઈસન્સ કાયદો બદલવા માટે લેટર લખ્યો, મેડિકલ કમીશન કાલે નિર્ણય લઈ શકે છે

5 મહિનો પહેલાલેખક: પવન કુમાર

રશિયાના હુમલા પછી યુક્રેનથી પરત ફરેલા લગભગ 16 હજાર ઈન્ડિયન મેડિકલ સ્ટુડન્ટ્સને પોતાના ભવિષ્ય અંગે ચિંતા રહેલી છે. આ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે તેમની કારકિર્દી સામે માઠી અસર ન પડે એના માટે ભારતમાં અન્ય સુવિધા આપી શકાય છે. આના માટે કેન્દ્ર સરકાર ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઈસન્સિંગ રેગ્યુલેશન (FMGL) એક્ટમાં ફેરફાર કરવા પર વિચાર કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયના સુત્રોએ કહ્યું છે કે સંભવતઃ શુક્રવારે આ મુદ્દે ખાસ બેઠક કરી શકાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી નેશનલ મેડિકલ કમીશન (NMC)ને એક ચિઠ્ઠી લખવામાં આવી રહી છે, જેમાં કહેવાયું છે કે FMGL રેગ્યુલેશન એક્ટ 2021માં ફેરફાર કરાઈ શકે છે. જેથી બહારથી આવતા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. અત્યારસુધી ફોરેન મેડિકલ કોલેજથી અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોર્સના તમામ પ્રકરણો સહિત અન્ય ટ્રેનિંગ અને ઈન્ટર્નશિપ ભારતના સ્થાને વિદેશમાં કરવાની રહેતી હતી. યુક્રેનમાં 6 વર્ષમાં MBBS થાય છે, પછી 2 વર્ષની ઈન્ટર્નશિપ હોય છે. તેવામાં અભ્યાસ દરમિયાન આવેલા આ વિઘ્નના કારણે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સંકટમાં મુકાઈ શકે છે.

યુક્રેનથી પરત ફરેલા મેડિકલ વિદ્યાર્થીઓના એડમિશનનું શું થશે?
સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ભારત માટે કોઈપણ મેડિકલ કોલેજમાં એડમિશન માટે એ વર્ષે જ NEET પાસ કરવાની હોય છે. જ્યારે ભારતની બહારના મેડિકલ કોલેજમાં NEET પાસ કર્યા પચી 3 વર્ષની અંદર ક્યારેય પણ એડમિશન લઈ શકાય છે. વિદેશથી જેટલા પણ મેડિકલ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તેમાંના મોટાભાગના MBBS સ્ટૂડેન્ટ્સ છે.

જાણો યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ પાસે કેટલા વિકલ્પો છે

  • ફોરેન મેડિકલ વિદ્યાર્થીઓ સરકારી કોલેજમાં એડમિશન લઈ શકે એમ લાગતું નથી. ખાનગી, ડીમ્ડ કોલેજમાં એડમિશન મળી શકે છે.
  • યુક્રેનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર એ હદ સુધી નાશ પામ્યું છે કે ઓનલાઈન અભ્યાસ કરાવવો પણ મુશ્કેલ છે.
  • ચીન અને યુક્રેનથી પરત ફરેલા લગભગ 25 હજાર વિદ્યાર્થીઓને FMGL એક્ટમાં ફેરફારનો લાભ મળી શકે છે. 2014માં 2 કોલેજ વોર ઝોનમાં આવી હતી. ત્યારે અહીં કેટલાક બાળકોએ રશિયા અને કેટલાકે યુક્રેનમાં ટ્રાન્સફર લીધું હતું.

ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઈસેન્સિંગ રેગ્યુલેશન વિશે જાણો
નેશનલ મેડિકલ કમિશને 18 નવેમ્બર 2021ના રોજ નેશનલ મેડિકલ કમિશન (ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાયસન્સ) રેગ્યુલેશન્સ, 2021 પ્રકાશિત કર્યા છે, જે વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સની નોંધણી અને માન્યતા માટેના માપદંડો સાથે કામ કરે છે. આમાં, કોઈપણ વિદેશી તબીબી સ્નાતક ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે નહીં સિવાય કે તેને કાયમી નોંધણી આપવામાં આવે. વિદેશી તબીબી સ્નાતકોની નોંધણી માટે, ઓછામાં ઓછા 54 મહિનાના અભ્યાસક્રમ અને 12 મહિનાની ઇન્ટર્નશિપ સાથેની ડિગ્રી જરૂરી છે. આ નિયમન વિદેશી તબીબી સ્નાતકોને લાગુ પડતું નથી કે જેમણે આ કાયદાઓ શરૂ થયા પહેલા વિદેશી તબીબી ડિગ્રી અથવા પ્રાથમિક લાયકાત પ્રાપ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...