રશિયા યુક્રેન યુદ્ધ અપડેટ્સ:પૂર્વી વિસ્તારોમાં રશિયન સેનાને યુક્રેન તરફથી ભારે પડકાર; રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું- અમારું મિલિટ્રી ઓપરેશન યોજના પ્રમાણે ચાલી રહ્યું છે

20 દિવસ પહેલા

યુક્રેન અને રશિયાની સ્થિતિ વચ્ચે કેટલાક ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે કીવ ઓબ્લાસ્ટમાં 900 લોકોની સામૂહિક કબરો મળી છે. આ ઉપરાંત 5 લાખ યુક્રેની નાગરિકોને ગેરકાયદેસર રીતે રશિયા લઈ જવામાં આવ્યા છે. જોકે રશિયાએ યુક્રેનના 10 લાખ નાગરિકોને તેમની સહમતિથી યુક્રેનમાંથી બહાર કાઢ્યાની વાત કહી છે. બ્રિટને દાવો કર્યો છે કે યુક્રેનના પૂર્વી ડોનબાસ વિસ્તારમાં રશિયાના સૈનિકોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ડોનેટસ્ક અને લૂહાંસ્કમાં રશિયાએ ફરી સૈનિકો ગોઠવ્યા છે, જ્યાં સૈનિકોની સંખ્યા વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે.

બીજી બાજુ દોનબાસ ક્ષેત્ર પર કબજા માટે રશિયાની સેના સતત હુમલા કરી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ આ કાર્યવાહીની ટીકા કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના સ્થાયી પ્રતિનિધિ સર્ગી કિસ્લિત્સિયાએ કહ્યું છે કે પાંચ લાખ યુક્રેની નાગરિકોને બળજબરીપૂર્વક રશિયા લઈ જવામાં આવ્યા છે. તેમાંથી 1.21 લાખ બાળકોનો સમાવેશ થાય છે. આ નાગરિકોને રશિયાના પૂર્વી વિસ્તારના સખાલિન દ્વીપ પર મોકલવામાં આવ્યા છે,જ્યાં ખૂબ જ ઠંડી પડી રહી છે અને આ વિસ્તાર નિર્જન વિસ્તારો સ્વરૂપમાં ઓળખવામાં આવે છે.

યુક્રેનને ટૂલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ
જ્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે યુક્રેનમાં અમારું સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશન પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. લાવરોવે અમેરિકા અને નાટો દેશો ઉપર યુક્રેનને ટૂલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સર્ગેઈએ કહ્યું-આમ કરીને આ દેશ રશિયાને અટકાવવા ઈચ્છે છે.

જો તેમને યુક્રેન મુદ્દે સમાધાન જોઈએ તો સૌથી પહેલા કીવને હથિયારોનો સપ્લાઈ બંધ કરવામાં આવવો જોઈએ. બ્રિટને દાવો કર્યો છે કે યુક્રેનના પૂર્વી ડોનબાસ વિસ્તારમાં રશિયાના સૈનિકોને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ડોનેટસ્ક અને લૂહાંસ્કમાં રશિયાએ ફરી સૈનિકો ગોઠવ્યા છે, જ્યાં સૈનિકોની સંખ્યા વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે.

પેન્ટાગનનો દાવો-સાત દેશોની 20 ફ્લાઈટ્સ યુક્રેનની મદદ માટે પહોંચી
અમેરિકા સંરક્ષણ મંત્રાલય પેન્ટાગને કહ્યું કે છેલ્લા 24 કલાકમાં યુક્રેનની મદદ માટે વ્યાપક પ્રમાણમાં સૈન્ય હથિયારો અને ઉપકરણ પૂર્વી યુરોપ પહોંચ્યા છે. આ સાત દેશની 20 ફ્લાઈટથી પહોંચી છે. એક વરિષ્ઠ અમેરિકાના સુરક્ષા અધિકારીએ કહ્યું કે અમેરિકાના હથિયાર, રોકેટ, નાના હથિયારોના દારૂગોળો અને અન્ય દેશોના હેલમેટ પણ મોકલવામાં આવ્યા છે.