રશિયા-યુક્રેન યુદ્ધના 8મા દિવસે શું શું થયું:યુક્રેનમાં સર્જાયાં ભાવુક દૃશ્યો, ફ્રાન્સ અને અમેરિકા હવે શું કહે છે? વાંચો 13 અહેવાલમાં સંપૂર્ણ કવરેજ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

1. રશિયા-યુક્રેન યુદ્ધના 8મા દિવસે શું શું થયું એ પળે પળનું કવરેજ આ અહેવાલમાં વાંચો

યુક્રેન પર રશિયાનો હુમલો સતત આઠમા દિવસે પણ ચાલુ હતો. રાજધાની કિવ ઉપરાંત ખાર્કિવ સહિત કેટલાંક મોટાં શહેરોમાં રશિયન સેના મિસાઈલ વડે હુમલાઓ કરી રહી હતી. આ વચ્ચે ઉત્તરી કિવથી લગભગ 80 કિલોમીટર દૂર ચેર્નિહિવ, સુકાચી, બુકા શહેરની સેટેલાઈટ ઈમેજ સામે આવી હતી, જેમાં ચારેબાજુ વિધ્વંસતા સિવાય કંઈ દેખાતું નથી. આ ઈમેજ અમેરિકાની મેક્સાર ટેક્નોલોજીએ જાહેર કરી છે.
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો

........

2. Emotional Video:યુક્રેનના લોકોએ રશિયાના સરન્ડર સૈનિકને ચા પીવડાવી, તેની માતા સાથે ફોનમાં વાત કરી તો સાથે ઊભેલા દરેકની આંખમાં આંસુ આવ્યાં

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સરન્ડર થયેલો રશિયન સૈનિક ચા પી રહ્યો છે અને યુક્રેનીએ તેની માતાને ફોન કરીને કહ્યું, તે એકદમ ઠીક છે. આ દરમિયાન રશિયન સૈનિક પણ રડી રહ્યો છે અને તેની માતા સાથે વાત કરાવનાર યુક્રેની પણ રડી રહ્યા છે.
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો
......

3. યુક્રેનમાં ભારતીયો પર અત્યાચાર:ખાર્કિવમાં વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ,'યુક્રેનની આર્મીએ અમને કહ્યું- જો ટ્રેનમાં ચઢશો તો ગોળી મારી દઈશું, યુવતીઓ સાથે પણ ગેરવર્તન

ખાર્કિવ, પૂર્વ યુક્રેનનું એક શહેર, જે રશિયન સરહદથી માત્ર 40 કિમી દૂર છે. 2જી માર્ચે સાંજે લગભગ 1000 હજાર ભારતીય વિદ્યાર્થીઓ વોકજાલ, ખાર્કિવ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ખાર્કિવને કોઈપણ સ્થિતિમાં છોડવાનું હતું, તેમને ગમે તે ટ્રેન મળે, જે પણ બસ મળે એમાં તેમણે ચઢવાનું જ હતું. પરંતુ વિસ્ફોટો વચ્ચે સ્ટેશનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે યુક્રેનની પોલીસે ક્રૂરતાભર્યું વર્તન કર્યું હતું. તેમણે માત્ર જાનથી મારી નાખવાની ધમકી આપી ન હતી, પરંતુ ભારતીયોને ડરાવવા માટે ગોળીબાર પણ કર્યો હતો અને વિદ્યાર્થીઓ પર ત્રાસ પણ ગુજાર્યો હતો.
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો

.............
4. યુક્રેનના રાષ્ટ્રપતિના શાબ્દિક પ્રહાર:વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું- રશિયાના માત્ર ચાર દોસ્ત, તાનાશાહી વધુ દિવસ સુધી નહિ ચાલે

યુક્રેન-રશિયાના યુદ્ધનો આજે આઠમો દિવસ છે. રશિયા સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયા પર શાબ્દિક પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે રશિયાના માત્ર ચાર જ મિત્ર છે, એમાં ઉત્તર કોરિયા, ઈરિટ્રિયા, સિરિયા અને બેલારુસ સામેલ છે. તાનાશાહી વધુ દિવસ સુધી નહિ ચાલે. ઉલ્લેખનીય છે કે આ ચાર દેશે સંયુક્ત રાષ્ટ્ર મહાસાભામાં રશિયાની વિરુદ્ધ આવેલા પ્રસ્તાવમાં રશિયાના પક્ષમાં વોટ કર્યો હતો. આ પ્રસ્તાવમાં યુક્રેનમાંથી રશિયાની આર્મીને કાઢવાની વાત કહેવામાં આવી હતી.
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો
......
5. પુતિનનું ગાંડપણ:રશિયન સેના યુક્રેની સૈનિકોનાં નિર્દોષ બાળકો અને વૃદ્ધોની હત્યા કરી રહી છે, અત્યારસુધીમાં 2 હજાર સામાન્ય નાગરિકોનાં મોત

યુક્રેન પર કબજો કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ કોઈપણ કિંમતે આ યુદ્ધ જીતવા માગે છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, રશિયન સેના ક્રૂરતાથી વર્તી રહી છે. સ્થિતિ એવી છે કે યુક્રેની સૈનિકો અને પોલીસની સાથે સાથે તેમના પરિવાર અને તેમનાં નવજાત બાળકોની પણ પુતિનના સૈનિકો હત્યા કરી રહ્યા છે. આ સીધી રીતે નરસંહાર જ છે. આવી જ એક ઘટનાની માહિતી તમને આપી રહ્યા છીએ.
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો

...........

6. વિદેશમાં ભણેલા ડોકટરો ભારતમાં ફેલ:ડિસેમ્બર 2020માં 14 હજારથી વધુ મેડિકલ સ્ટુડન્ટ દેશમાં નાપાસ; ફેલ થયા હોય તે ભારતમાં પ્રેક્ટિસ ન કરી શકે

યુક્રેનમાં રશિયા સતત હુમલો કરી રહ્યું છે, એવામાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય સ્ટુડન્ટ્સ યુક્રેનમાં ફસાઈ ગયા છે. ભારતના લગભગ 20 હજાર વિદ્યાર્થીઓ ત્યાં ભણવા ગયા હતા. સવાલ એ થાય છે કે ભારતીય વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કરવા માટે યુક્રેન કેમ જાય છે? શું વિદેશી ડીગ્રી લેવા માટે ભારતમાં દરેક પ્રેક્ટિસ કરી શકે છે?
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો
.............

7. સેટેલાઇટ ઇમેજમાં દેખાયો વિનાશ:યુક્રેનનાં ચેર્નિહિવ, સુકાચી, બુકા શહેરમાં ભારે તબાહી, ઘર સળગીને ખાખ થઈ ગયાં

યુક્રેન-રશિયાનું યુદ્ધ સતત આઠમા દિવસે પણ ચાલુ જ છે. રાજધાની કિવ, ખાર્કિવ સહિતનાં અન્ય મોટાં શહેરો પર રશિયાની સેના મિસાઈલથી હુમલો કરી રહી છે. આ દરમિયાન ઉત્તરી કિવથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા ચેર્નિહિવ, સુકાચી, બુકા શહેરની સેટેલાઈટ ઈમેજ બહાર આવી છે. આ તસવીરોમાં વિનાશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો

.........
8. પોલેન્ડમાં ગુંજ્યો નાદ, જય સ્વામિનારાયણ:યુક્રેનના સૈનિકો પણ જમ્યા ગુજરાતી ભોજન, BAPS ના સ્વયંસેવકોએ પોલેન્ડમાં હરતું-ફરતું રસોડું ચાલુ કર્યું, જુઓ તસવીરો
​​​​​​​

BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સેવકોએ પોલેન્ડમાં ભારતીયો માટે સેવા કાર્ય શરૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરીએ બ્રહ્મવિહારીદાસ સ્વામીને વ્યક્તિગત રીતે ફોન કરીને યુક્રેન સાથેની પોલિશ, રોમાનિયન અને હંગેરિયન સરહદો પર ભારતીય નાગરિકોના સલામત માર્ગની ખાતરી કરવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા પાસેથી મદદ માંગી હતી. બ્રહ્મવિહારીદાસ સ્વામી, આપત્તિ રાહત કાર્યમાં વર્ષોનો અનુભવ ધરાવે છે. તેમણે દુબઈથી વિડિયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં આપાતકાલીન બેઠક કરી હતી. શરણાર્થીઓની દુર્દશા પર તેમની વેદના વ્યક્ત કર્યા પછી, બ્રહ્મવિહારીદાસ સ્વામીએ વડાપ્રધાનને ખાતરી આપી કે મદદ પહેલેથી જ ચાલુ છે. "અમને પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સમગ્ર યુરોપમાંથી BAPS સ્વયંસેવકોને એકત્ર કરવા માટે પહેલેથી જ સૂચના આપવામાં આવી છે."
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો
........
9. યુક્રેનથી આવેલા વિદ્યાર્થીને એડમિશનની આશા:સ્વાસ્થ્ય મંત્રાલયે લાઈસન્સ કાયદો બદલવા માટે લેટર લખ્યો, મેડિકલ કમીશન કાલે નિર્ણય લઈ શકે છે

રશિયાના હુમલા પછી યુક્રેનથી પરત ફરેલા લગભગ 16 હજાર ઈન્ડિયન મેડિકલ સ્ટુડન્ટ્સને પોતાના ભવિષ્ય અંગે ચિંતા રહેલી છે. આ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે તેમની કારકિર્દી સામે માઠી અસર ન પડે એના માટે ભારતમાં અન્ય સુવિધા આપી શકાય છે. આના માટે કેન્દ્ર સરકાર ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઈસન્સિંગ રેગ્યુલેશન (FMGL) એક્ટમાં ફેરફાર કરવા પર વિચાર કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયના સુત્રોએ કહ્યું છે કે સંભવતઃ શુક્રવારે આ મુદ્દે ખાસ બેઠક કરી શકાય છે.
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો

........
10. રશિયન આર્મીનો ખેરસન પર કબજો:મેયરે સ્થાનિકોને પુતિનના સૈનિકોની વાત માનવા વિનંતી કરી, તેની સામે આર્મી પાસે સામાન્ય નાગરિકોની સુરક્ષા માગી
​​​​​​​

રશિયાએ એક સપ્તાહથી વધુના યુદ્ધ પછી યુક્રેનના વધુ એક શહેર ખેરસનને પોતાના તાબા હેઠળ લઈ લીધું છે. બ્લેક સી પાસે આવેલા 3 લાખ લોકોની પ્રાદેશિક રાજધાની પર હવે પુતિનની સેનાનો કબજો રહેશે. ઉલ્લેખનીય છે કે આ શહેરના મેયર, ઇગોર કોલીખાયેવે સવારે 1 વાગ્યાની આસપાસના અપડેટમાં જણાવ્યું હતું હતું કે કાઉન્સિલની બેઠક દરમિયાન અચાનક હથિયારો સાથે કેટલાક લોકો ધસી આવ્યા હતા અને કડક કર્ફ્યૂ સહિતના નવા નિયમો સામાન્ય નાગરિકો પર લાદી દીધા હતા. જોકે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ દરમિયાન મેયરે સ્થાનિકોને રશિયન આર્મીની વાત માનવા વિનંતી કરી છે અને તેની સામે મેયરે સિવિયન્સની સુરક્ષાની ખાતરી માગી છે. તો ચલો, આપણે ખેરસન પર રશિયન આર્મીના વર્ચસ્વથી લઈ યુદ્ધમાં આજના દિવસના ઘટનાક્રમ પર તસવીરો દ્વારા નજર ફેરવીએ....

સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો

..........

11. રશિયાને રાષ્ટ્રપતિ નહીં, કઠપૂતળી જોઈએ છે:પુતિન ઝેલેન્સ્કીને હટાવીને જેને યુક્રેનની સત્તા સોંપવા માગે છે તે સોનાના મહેલમાં રહેતા હતા; 17 વર્ષની વયે જેલમાં ગયા હતા
​​​​​​​

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો, પરંતુ હજુ સુધી બંને દેશે નમતું મૂક્યું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનની સત્તા પરથી વોલોડિમીર ઝેલેન્સ્કીને હટાવીને તેમની જગ્યાએ વિક્ટર યાનુકોવિચને બેસાડવા માગે છે. આ વાતનો દાવો યુક્રેનની મીડિયામાં થઈ રહ્યો છે. યુક્રેન મીડિયાના જણાવ્યા મુજબ કીવ પર કબજો મેળવ્યા બાદ વિક્ટર યાનુકોવિચ યુક્રેનના રાષ્ટ્રપતિ બની જશે. વિક્ટર યાનુકોવિચ આ પહેલાં પણ યુક્રેનના રાષ્ટ્રપતિ રહ્યાં છે અને 8 વર્ષ પહેલાં બળવાને કારણે તેમને દેશ છોડવાની ફરજ પડી હતી.
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો
.............
12. પરિવારજનોને રાહત:કીમના વિદ્યાર્થીઓ યુક્રેન સરહદે 4 દિવસ રોકાણ કરી હંગેરી પહોંચ્યા
​​​​​​​

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધથી સમગ્ર દુનિયા હચમચી ઉઠી છે ત્યારે વિશ્વના દેશો પોતાના લોકોને યુક્રેનથી બહાર લાવવા પ્રયાસ કરી રહ્યા છે. યુદ્ધ સ્થિતિ વચ્ચે કીમના બે વિદ્યાર્થી કિવ શહેરમાં હોઈ પરિવાર ચિંતામાં મુકાયો હતો. ત્યારે ચાર દિવસ યુક્રેન બોર્ડર પર વિતાવ્યા બાદ ગુરુવારે યુક્રેન બોર્ડર પાર કરી હોવાનું જાણવા મળે છે.
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો
.........
13. તસવીરોમાં જુઓ યુક્રેનની બરબાદી:ચારેય બાજુ નિરાશા-લાચારી, લોકો ચોધાર આસુએ રડી રહ્યા છે; કહ્યું- હવે શું થશે કઈ ખબર નથી

યુક્રેન પર રશિયાના હુમલાનો આઠમો દિવસ હતો. અત્યારે કિવ શહેરની આખી તસવીર બદલાઈ ગઈ. રસ્તાઓ સૂમસાન થઈ ગયા છે, લાશોને ઉઠાવવા માટે પણ કોઈ નથી. ઈમારતોની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે. આખું કિવ લગભગ ખાલી થઈ ગયું છે. રાતના અંધારામાં આગની જ્વાળાઓ ડરાવી દે એવી છે. શેલ્ટર હોમમાં રહેતા લોકો દર સેકન્ડે પ્રાર્થના કરે છે કે સ્થિતિ સામાન્ય થઈ જાય. તસવીરોમાં જુઓ આઠમા દિવસે યુક્રેનમાં કેવી સ્થિતિ છે...
સંપૂર્ણ કવરેજ વાંચવા માટે અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...