સેટેલાઇટ ઇમેજમાં દેખાયો વિનાશ:યુક્રેનનાં ચેર્નિહિવ, સુકાચી, બુકા શહેરમાં ભારે તબાહી, ઘર સળગીને ખાખ થઈ ગયાં

કિવ7 મહિનો પહેલા
  • રશિયાની આર્મીએ કિવના એક રેલવે સ્ટેશન પર મિસાઇલ છોડી હતી

યુક્રેન-રશિયાનું યુદ્ધ સતત આઠમા દિવસે પણ ચાલુ જ છે. રાજધાની કિવ, ખાર્કિવ સહિતનાં અન્ય મોટાં શહેરો પર રશિયાની સેના મિસાઈલથી હુમલો કરી રહી છે. આ દરમિયાન ઉત્તરી કિવથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા ચેર્નિહિવ, સુકાચી, બુકા શહેરની સેટેલાઈટ ઈમેજ બહાર આવી છે. આ તસવીરોમાં વિનાશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

ચેર્નિહિવના રિવનોપિલ્યા ગામમાં ઘણાં ઘર સળગીને રાખ થઈ ગયાં. ગામની આસપાસના વિસ્તારમાં પણ ભારે વિનાશ થયો છે.
ચેર્નિહિવના રિવનોપિલ્યા ગામમાં ઘણાં ઘર સળગીને રાખ થઈ ગયાં. ગામની આસપાસના વિસ્તારમાં પણ ભારે વિનાશ થયો છે.
ચેર્નિહિવમાં સ્ટ્રીજેન નદી પર બનેલો એક પુલ પણ નાશ પામ્યો છે. રશિયાના હુમલામાં ઘણા રહેણાક વિસ્તારોની ઈમારતને પણ નુકસાન થયું છે.
ચેર્નિહિવમાં સ્ટ્રીજેન નદી પર બનેલો એક પુલ પણ નાશ પામ્યો છે. રશિયાના હુમલામાં ઘણા રહેણાક વિસ્તારોની ઈમારતને પણ નુકસાન થયું છે.
કિવની પાસેના બુકા શહેરમાં પણ બ્લાસ્ટની અસર જોવા મળી. અહીં સળગેલાં રશિયાનાં આર્મીનાં વાહનો જોવા મળ્યાં.
કિવની પાસેના બુકા શહેરમાં પણ બ્લાસ્ટની અસર જોવા મળી. અહીં સળગેલાં રશિયાનાં આર્મીનાં વાહનો જોવા મળ્યાં.
કિવથી 70 કિલોમીટર દૂર આવેલા સુકાચી શહેરમાં પણ રશિયાના સૈનિકોએ બોમ્બ નાખ્યા હતા, જેને પગલે ઘણાં ઘર નષ્ટ પામ્યાં હતાં.
કિવથી 70 કિલોમીટર દૂર આવેલા સુકાચી શહેરમાં પણ રશિયાના સૈનિકોએ બોમ્બ નાખ્યા હતા, જેને પગલે ઘણાં ઘર નષ્ટ પામ્યાં હતાં.

રશિયાની સેનાએ ખાર્કિવમાં ત્રણ શાળા પર મિસાઈલ હુમલો કર્યો
પુતિનની સેનાએ રાજધાની કિવને ઘેરી લીધી છે. થોડા કલાકો પહેલાં જ સેનાએ કિવના એક રેલવે સ્ટેશન પર મિસાઈલ છોડી હતી. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે, જ્યારે લોકોને રેલવે સ્ટેશનથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા હતા. આ સિવાય રશિયાની સેનાએ ખાર્કિવમાં ત્રણ શાળા પર મિસાઈલ હુમલો કર્યો છે.

લડાઈ હજુ ચાલુ છેઃ ઝેલેન્સ્કી
રશિયન સેનાએ ખેરસોન શહેર પર પણ કબજો કરી લીધો છે. રશિયા પછી ખેરસોનના મેયર ઇગોર કોલ્યખેવે પુષ્ટિ કરી છે કે રશિયન સૈનિકોએ બંદર શહેર પર કબજો કરી લીધો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ઓફિસે એક નિવેદન આપ્યું છે કે લડાઈ હજુ પણ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...