ઓપરેશન ગંગા LIVE:યુક્રેનથી નવીનનો મૃતદેહ લાવવા મુદ્દે BJP ધારાસભ્યનું શરમજનક નિવેદન, કહ્યું- ફ્લાઇટમાં કોફિન વધુ જગ્યા રોકે છે

5 મહિનો પહેલા

યુક્રેનમાં જીવ ગુમાવનારો કર્ણાટકનો રહેવાસી નવીન શેખરપ્પાના મૃતદેહને ભારત લાવવાના પ્રશ્ન પર કર્ણાટક ભાજપના ધારાસભ્યએ અમાનવીય નિવેદન આપ્યું છે. અરવિંદ બેલાડીએ પત્રકારોને જણાવ્યું છે કે એક મૃતદેહ ફ્લાઇટમાં 8થી 10 લોકોની જગ્યા રોકે છે. મૃતદેહ લાવવાને બદલે વિમાનમાં લોકોને લાવી શકાય છે. તમને જણવી દઈએ કે અરવિંદ બેલાડી હુબલી ધારવાડ ક્ષેત્રના ધારાસભ્ય છે અને નવીન પણ આ વિસ્તારનો જ રહેવાસી હતો.

વિદેશ રાજ્યમંત્રીએ કહ્યું- અત્યારસુધીમાં 9 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભારત પહોંચ્યા
યુક્રેનથી દિલ્હી પહોંચેલા 219 વિદ્યાર્થી વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી અને IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે ઇંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન લેખીએ કહ્યું કે અમે યુક્રેન અને તેની આસપાસના તમામ દેશોના સંપર્કમાં છીએ અને તેઓ અમારા નાગરિકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. તેમણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનાં માતા-પિતાને ધીરજ રાખવા વિનંતી કરી અને ખાતરી આપી કે સરકાર તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અત્યારસુધીમાં 9,000થી વધુ વિદ્યાર્થીઓ દેશમાંથી પરત ફર્યા છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના અભિયાન 'ઓપરેશન ગંગા' હેઠળ આગામી 24 કલાકમાં 18 ભારતીય વિમાન સાથે પરત ફરશે. શુક્રવારે 3,500 ભારતીયને વતન લાવવામાં આવશે. એ જ સમયે, શનિવારે પણ 3,900 ભારતીયને પરત લાવવામાં આવશે. વળી, રોમાનિયાથી ભારતીયોને લઈ જતી બે ફ્લાઈટ્સ શુક્રવારે વહેલી સવારે મુંબઈ પહોંચી હતી. આ સમયે રેલવે રાજ્યમંત્રી રાવસાહેબ પાટીલ દાનવેએ મુસાફરોનું સ્વાગત કર્યું.

બીજું વિમાન દિલ્હીમાં લેન્ડ થયું ત્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિશીત પ્રામાણિકે પરત ફરેલા ભારતીયોનું સ્વાગત કર્યું હતું. અહીં ભારતીયોને પણ રશિયા મારફત પરત લાવવામાં આવશે. આ માટે વાયુસેના IL-76 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. તમને જણાવી દઈએ કે ભારતને આ વિમાન રશિયાથી જ મળ્યું છે. વાયુસેનાના ત્રણ C-17 ગ્લોબમાસ્ટર્સ શુક્રવારે સવારે 6.30 વિદ્યાર્થીઓ સાથે હિંડન એરબેઝ પર ઊતર્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાની C-17 ગ્લોબમાસ્ટર 3 ફ્લાઇટ્સ ઉપરાંત, એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસ જેટ, ગો એર અને ગો ફર્સ્ટની કોમર્શિયલ ફ્લાઇટ્સ ઓપરેશનમાં સામેલ છે. 15 ફ્લાઇટ્સ હેઠળ, 3,000 ભારતીયને વતન લાવવામાં આવ્યા છે.

10મી માર્ચ સુધીમાં તમામ ભારતીયોને બહાર કાઢવાનો લક્ષ્યાંક
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને 10મી માર્ચ સુધીમાં સ્વદેશ પરત લાવવાના છે. આ માટે કુલ 80 ફ્લાઈટ્સ તહેનાત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના 24 મંત્રીને તેમની વ્યવસ્થા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી રહી છે.

રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી કુલ 35 ફ્લાઈટ્સ આવશે, જેમાં એર ઈન્ડિયાની 14, એર ઈન્ડિયા એક્સપ્રેસની 8, ઈન્ડિગોની 7, સ્પાઈસ જેટની 1, વિસ્તારાની 3 અને ઈન્ડિયન એરફોર્સની 2 ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી કુલ 28 ફ્લાઈટ્સ તહેનાત કરવામાં આવી છે.

હવે જુઓ ભાસ્કરના કાર્ટૂનિસ્ટની નજરથી યુક્રેનથી ભારતીયોનું પરત ફરવું...

દરેકને સુરક્ષિત રીતે ભારત લવાશે- વનલાલહુમા
સ્લોવાકિયામાં ભારતના રાજદૂત વનલાલહુમાએ કોસીસમાં કહ્યું હતું કે અત્યારે કહી શકાય નહીં કે તમામ વિદ્યાર્થીઓ ક્યારે પરત આવશે. આજે 400 જેટલા વિદ્યાર્થીને બે ફ્લાઈટ દ્વારા મોકલવામાં આવ્યા હતા. આવતીકાલે બીજી ફ્લાઈટ છે. આગામી 2-3 દિવસમાં યુક્રેનથી વધુ વિદ્યાર્થીઓ અહીં આવશે. એની પહેલાં અમે સુનિશ્ચિત કરીશું કે દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે ભારત પહોંચે.

130 રશિયન બસો ભારતીયોને લાવવા માટે તૈયાર
આ દરમિયાન રશિયાએ ખાર્કિવ અને સુમી શહેરોમાં ફસાયેલા ભારતીયો અને અન્ય દેશોના નાગરિકોને બહાર કાઢવા માટે 130 બસ તૈયાર કરી છે. રશિયન નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના વડા કર્નલ-જનરલ મિખાઇલ મિઝિન્તસેવે આ માહિતી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી અને યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે કહ્યું છે.

સુમીની 4 હોસ્ટેલમાં લગભગ 900 ભારતીય વિદ્યાર્થી ફસાયા.
સુમીની 4 હોસ્ટેલમાં લગભગ 900 ભારતીય વિદ્યાર્થી ફસાયા.

યુક્રેનના ખાર્કિવમાં ફસાયેલા ભારતીયો માટે એડવાઈઝરી
બીજી તરફ યુક્રેનના ખાર્કિવમાં ફસાયેલા ભારતીયો માટે રક્ષા મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. યુદ્ધના કારણે હવે ત્યાં જોખમી અને મુશ્કેલ સ્થિતિ સર્જાવાની સંભાવના છે.

ફસાયેલા ભારતીયોએ શું કરવું જોઈએ?

 • તમારા ભારતીય મિત્રો સાથે માહિતી મેળવો અને આ માહિતી શેર કરો.
 • 10 ભારતીય વિદ્યાર્થીનું નાનું ગ્રુપ બનાવો
 • કો-ઓર્ડિનેટર (સંયોજક) અને ડેપ્યુટી કો-ઓર્ડિનેટર બનાવો.
 • વ્હોટ્સએપ ગ્રુપ બનાવો. તમામ સભ્યોની વિગતો, નામ, સરનામું, મોબાઈલ નંબર અને સંપર્ક મેળવો.
 • નવી દિલ્હીમાં એમ્બેસી અથવા કંટ્રોલ રૂમ સાથે વ્હોટ્સએપ પર જિયો લોકેશન શેર કરો.
 • ફોનની બેટરી બચાવવા માટે માત્ર કો-ઓર્ડિનેટરે ભારતમાં સ્થાનિક સત્તાવાળાઓ, એમ્બેસી અને કંટ્રોલ રૂમ સાથે વાતચીત કરવી જોઈએ.
યુવતીઓએ વડાપ્રધાનની સહાય માગવા સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે.
યુવતીઓએ વડાપ્રધાનની સહાય માગવા સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે.

રક્ષણ માટે માર્ગદર્શિકા

 • જરૂરી વસ્તુઓની એક નાની કિટ વ્યક્તિગત રીતે અથવા 24 કલાક તૈયાર રાખો.
 • ઈમર્જન્સી કિટમાં પાસપોર્ટ, આઈડી કાર્ડ, આવશ્યક દવા, જીવનરક્ષક દવાઓ, ફ્લેશલાઈટ, મેચ, લાઈટર, મીણબત્તી, રોકડ, એનર્જી બાર, પાવર બેંક, પાણી, પ્રાથમિક સારવાર કિટ, હેડગિયર, મફલર, મોજા, ગરમ જેકેટ, ગરમ મોજાં અને પગરખાં રાખવાં જોઈએ.
 • ખોરાક અને પાણી તમારી સાથે રાખો અને એકબીજા સાથે વહેંચો.
 • અતિશય આહાર ટાળો. શરીરમાં પાણીની અછત ન થવા દો.
 • દરેક સમૂહને લહેરાવા માટે સફેદ ધ્વજ, સફેદ કપડું રાખો.
 • રશિયન ભાષામાં બે કે ત્રણ વાક્યો શીખો, જેમ કે અમે વિદ્યાર્થીઓ છીએ, અમે લડવૈયા નથી, કૃપા કરીને અમને નુકસાન ન કરો, અમે ભારતના છીએ, કૃપા કરીને મદદ કરો.
 • જો લશ્કરી ચેક-પોસ્ટ અથવા પોલીસ, સશસ્ત્ર કર્મચારીઓ, લશ્કર દ્વારા અટકાવવામાં આવે તો સહકાર આપો, આદેશોનું પાલન કરો.
 • ચેતવણીના સાયરનની ઘટનામાં શક્ય હોય ત્યાં તરત જ છુપાઈ જાવો, જો તમે ખુલ્લામાં હોવ તો, તમારા પેટ પર સૂઈ જાઓ અને તમારા બેકપૅકથી તમારું માથું ઢાંકો.

આવું ન કરો

 • તમે બંકર, ભોંયરામાંથી બહાર નીકળવાનું હંમેશાં ટાળો.
 • ડાઉનટાઉન, ભીડવાળા વિસ્તારોમાં ન જશો.
 • સ્થાનિક વિરોધીઓ અથવા લશ્કરમાં જોડાશો નહીં.
 • સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરવાનું ટાળો.
 • લશ્કરી વાહનો, સૈનિકો, ચેકપોસ્ટ, લશ્કર સાથે ફોટા, સેલ્ફી ન લો.
 • જીવંત લડાઇની પરિસ્થિતિઓનો ફોટોગ્રાફ કરવાનો પ્રયાસ કરશો નહીં.
અન્ય સમાચારો પણ છે...