યુક્રેનના ખારકીવમાં જીવન-મરણ માટેના સંઘર્ષમાં કર્ણાટકના નવીને જીવ ગુમાવ્યો. જ્યારે નવીનની બેચના 16 ભારતીય વિદ્યાર્થીઓ બંકરમાંથી નીકળીને કોઈ સુરક્ષિત સ્થાન માટે આગળ વધી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી અને મુઝફ્ફરનગરના ગામ જીવનાની દીકરી દિવ્યાંશીએ આ દ્રશ્યો ખૂબ જ નજીકથી જોયા હતા. દિવ્યાંશી યુક્રેનમાં નવીનની બેચમેટ હતી અને MBBSનો અભ્યાસ કરતી હતી.
સ્વભાવથી ગંભીર અને મનથી શાંત એવા બેચમેટ નવીનની હૃદયદ્રાવક મોતની જાણકારી મળતાની સાથે દિવ્યાંશી થોડા સમય માટે તો બેભાન થઈ ગઈ હતી. દિવ્યાંશીએ ભાસ્કર રિપોર્ટર સાથે વાત કરી અને તેની આપવીતી જણાવી.
નજીકથી મોત જોયા બાદ દિવ્યાંશી ગભરાઈ ગઈ છે
દિવ્યાંશીએ જણાવ્યું કે નવીનના મોત બાદ તે ખૂબ જ ગભરાઈ ગઈ છે. કોઇને આટલા નજીકથી મરતા જોઇ કેટલુ દુ:ખ થાય છે તેનો અંદાજ કદાચ કોઈ લગાવી નહીં શકે.
બંકરથી નવીન જોડે બહાર નીકળી હતી
દિવ્યાંશીના કહેવા પ્રમાણે, મંગળવારે સવારે લગભગ 10.30 વાગ્યે તેમને બંકરમાંથી નીકળીને યુક્રેનના રેલવે સ્ટેશન પહોંચવું પડ્યું. કેબ આવવાની હતી, ત્યાં 16 મેડિકલ સ્ટુડન્ટ્સની બેચ હતી જેમાં તેના સહિત 14 સભ્યો આગળ જઈ રહ્યા હતા. કિવ થઈને, લ્વિવને ટ્રેનમાં જવાનું હતું. નવીન તેની પાછળ એક સાથી સાથે હતો. એકાએક સહેજ ઈશારાથી નવીન પાછો વળી ગયો. તેના અન્ય સાથીએ જણાવ્યું કે તે રસ્તામાં બ્રેડ અને અન્ય વસ્તુઓ લેવા ગયો છે. તે પછીથી જોઈન કરી લેશે.
દિવ્યાંશીએ જણાવ્યું કે તે અને નવીન એકસાથે બંકરમાંથી બહાર આવ્યા હતા. બાકીના સાથીઓને ઈશારો કરીને નવીન નાસ્તો લેવા ગયો હતો તે ક્ષણ તે ભૂલી શકી નહીં. દરેક જણ જીવ બચાવવા ઉતાવળમાં બંકરમાંથી કેવી રીતે બહાર આવી રહ્યા હતા, પરંતુ તે સમયે નવીનના ચહેરા પર શાંતિ હતી.
રશિયન આર્મીની તે ક્રોસ ફાયરિંગ કદી ભૂલી નહી શકીએ
દિવ્યાંશીના કહેવા પ્રમાણે, રેલવે સ્ટેશન માટે બંકરમાંથી નીકળતી વખતે તેના મનમાં ગભરાટ હતો, પરંતુ તેને ખ્યાલ નહોતો કે તે નીકળતાની સાથે જ તેનો કોઈ સાથી ગોળીબારીનો શિકાર બનશે. દિવ્યાંશીએ જણાવ્યું કે ખાર્કિવમાં જબરદસ્ત હુમલો થયો હતો. બંકરમાં ગોળીબારનો અવાજ ઘણીવાર સંભળાતો હતો. તેઓને અપેક્ષા નહોતી કે રશિયન સૈન્ય નાગરિકો પર હુમલો કરશે. જ્યારે રશિયન સેનાએ ક્રોસ ફાયરિંગ કર્યું હતું તે દ્રશ્ય તે ક્યારેય ભૂલી શકશે નહીં.
નવીનનો મૃતદેહ જોવાની પણ હિંમત ન હતી
નવીનના મૃત્યુ પછી તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. બધા ધ્રૂજી રહ્યા હતા. તે નવીનનો મૃતદેહ જોવા માંગતી હતી. તેના ચહેરા પર હંમેશા બીજા માટે કઈક સારુ કરવાની ભાવના રહેતી. કેટલાક મિત્રોને માહિતી મળતાં જ નવીન તરફ જવા કહ્યું. પરંતુ તે નવીનનો મૃતદેહ જોવાની હિંમત પણ ન કરી શકી. છેવટે, સાથીને આટલી ગંભીરતાથી વિદાય લેતા કેવી રીતે જોઈ શકાય? આ સંજોગોએ બધાને ખૂબ ક્રૂર બનાવી દીધા હતા.
ઉજગ્રોદમાં હંગેરી બોર્ડર પર નવીન ખૂબ યાદ આવ્યો
નિયતીની આ તો કેવી રમત હતી કે તે નવીન સાથે રમી રહી હતી. સવારની ઘટના બાદ દિવ્યાંશી હવે ટ્રેન દ્વારા ઉજગ્રોદમાં હંગેરિયન બોર્ડર પર પહોંચી ગઈ છે. તેને દિલગીરી છે કે તે તેના સાથી નવીન વિના હંગેરીમાં પ્રવેશ કરશે. જો નવીન ખાર્કિવમાં બંકર પાસે આવેલા શોપિંગ મોલમાં નાસ્તો લેવા ગયો ન હોત તો આજે તે મારી સાથે હોત. દિવ્યાંશી કહે છે કે આ ક્ષણ માત્ર નવીન માટે જ નહિ પરંતુ સમગ્ર બેચ માટે અવિસ્મરણીય દુ:ખ સાબિત થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.