રશિયા-યુક્રેન યુદ્ધ LIVE:રશિયા સામે કેનેડાએ આકરા પગલા ભર્યાં; રાષ્ટ્રપતિ પુતિનની દીકરીઓ અને રશિયન વિદેશ મંત્રીના પત્ની ઉપર પ્રતિબંધ મુક્યો

4 મહિનો પહેલા
  • યુક્રેનના પૂર્વી ભાગમાં રશિયાએ હુમલા વધાર્યા; IMFએ કહ્યું- યુદ્ધને લીધે સમગ્ર વિશ્વમાં અસહ્ય મોંઘવારી વધી રહી છે

યુક્રેન યુદ્ધમાં રશિયાને ઘેરવા માટે પશ્ચિમી દેશ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે વ્યક્તિગત રીતે પગલા ભરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખી કેનેડાએ પુતિનની બે દીકરીઓ સહિત 14 લોકો ઉપર પ્રતિબંધ મુક્યો છે. ગ્લોબલ અફેયર્સ કેનેડાના અહેવાલ પ્રમાણે ટ્રુડો સરકારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવના પત્ની અને પુતિનની બન્ને દીકરીઓ સહિત કેટલાક રશિયન અબજપતિઓ પર પણ પ્રતિબંધની જાહેરાત કરી છે.

યુદ્ધને લગતા અપડેટ્સઃ

  • EUના કાઉન્સિલ ચીફ ચાર્લ્સ મિશેલ કીવ પહોંચ્યા છે. તેમણે કીવને સ્વતંત્ર અને લોકશાહી યુરોપનું હૃદય ગણાવ્યું છે.
  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ટૂંક સમયમાં યુક્રેન માટે સૈન્ય પેકેજની જાહેરાત કરી શકે છે.
  • ઝેલેન્સ્કીનું કહેવું છે કે જો આવશ્યક હથિયારો મળી જશે તો યુદ્ધને ધારણા કરતા વહેલા પૂરું કરી શકાશે.
  • જો બાઈડને કહ્યું છે કે યુક્રેન યુદ્ધને લીધે વિશ્વભરમાં ગેસ તથા ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થયો છે.
  • લિથુઆનિયાએ રશિયન સેનાના નિશાન 'Z'ને જાહેરમાં પ્રદર્શિત કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે.
  • રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે રશિયા યુક્રેન સામે ફક્ત પરંપરાગત હથિયારોનો જ ઉપયોગ કરશે, પરમાણુ હથિયારોનો નહીં.

ખેરસોન અને માયકોલાઈવમાં જનમત સંગ્રહ માટે રશિયા તૈયાર
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે રશિયા ખેરસોન અને માયકોલાઈવ વિસ્તારમાં પોતાના કબજાને યોગ્ય ઠરાવવા માટે ખોટો જનમત સંગ્રહ કરાવવા તૈયાર છે. બીજીબાજુ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે રશિયાને અપીલ કરી છે ઈસ્ટરને ધ્યાનમાં રાખી 21 એપ્રિલથી 24 એપ્રિલ સુધી યુદ્ધને અટકાવી દે.

યુક્રેનના શહેર મારિયૂપોલમાં સ્થિતિ ઘણી જ મુશ્કેલ છે.
યુક્રેનના શહેર મારિયૂપોલમાં સ્થિતિ ઘણી જ મુશ્કેલ છે.

રશિયા અને યુક્રેન વચ્ચે વિશ્વના અનેક દેશોની મધ્યસ્થતાનું કોઈ જ નક્કર પરિણામ આવ્યું નથી. રશિયાએ મારિયૂપોલ શહેરનો સંપૂર્ણપણે નાશ કરી નાંખ્યો છે. જોકે યુક્રેને આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે કહ્યું છે કે મારિયૂપોલમાં સ્થિતિ ઘણી જ મુશ્કેલ છે પણ અમારી સેના જડબાતોડ જવાપ આપી રહી છે.

IMFએ કહ્યું- યુદ્ધને પગલે વિશ્વમાં મોંઘવારીમાં અસહ્ય વધારો થયો
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ કહ્યું છે કે યુક્રેનમાં યુદ્ધને પગલે સમગ્ર વિશ્વમાં મોંઘવારીમાં અસહ્ય વદારો થઈ રહ્યો છે. અગાઉના અંદાજની તુલનામાં મોંઘવારીની આ સ્થિતિ ઘણા લાંબા સમય સુધી યથાવત રહેશે. IMFએ વૈશ્વિક વૃદ્ધિને લગતા તેના અંદાજને આ વર્ષ માટે જાન્યુઆરીથી 0.8 ટકાથી ઘટાડી 3.6 ટકા કહ્યા છે.

યુક્રેનના પૂર્વી ભાગમાં નિયંત્રણ માટે રશિયાએ હુમલા વધાર્યાં
યુક્રેનના પૂર્વી ઔદ્યોગિક વિસ્તારો પર નિયંત્રણ મેળવવા માટે રશિયાએ હુમલા વધારી દીધા છે. રશિયાની સેનાએ સેંકડો કિમી લાંબા મોરચા હેઠળ આવતા શહેરો અને વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. બન્ને દેશો વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ હવે નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે.

અમેરિકા અને તેના સહયોગી યુદ્ધને ખેંચવાના પ્રયત્નમાં: રશિયા
રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુએ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પર યુક્રેનને હથિયારો આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ દેશ એટલા માટે આમ કરી રહ્યા છે કે જેથી લડાઈ લાંબા સમય સુધી ચાલે. તેમણે કહ્યું કે અમેરિકા અને અન્ય સહયોગી દેશ યુક્રેનમાં રશિયાના ખાસ સૈન્ય અભિયાનને લાંબુ ખેંચવાનો શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...