સુરક્ષા માટે જંગી ખર્ચ:ઝકરબર્ગની સુરક્ષા પાછળ ગત વર્ષે 204 કરોડ રૂપિયા ખર્ચ, બેઝોસના 12 કરોડના ખર્ચથી 17 ગણો

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેટા ટોચના અધિકારી અને તેમના પરિવાર પાછળ રોજ 55 લાખ ખર્ચે છે

વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની મેટા પોતાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) માર્ક ઝકરબર્ગ અને તેમના પરિવારની સુરક્ષા માટે દૈનિક ધોરણે 55 લાખ રૂપિયા ખર્ચી રહી છે. એક રિપોર્ટમાં તે અંગે ખુલાસો થયો છે. અગાઉ ફેસબુકના નામથી જાણીતી દિગ્ગજ કંપનીએ તાજેતરમાં જ એક ફાઇલિંગ કર્યું છે.

તે અનુસાર ઝકરબર્ગના ઘર અને વ્યક્તિગત પ્રવાસ પર મેટાએ 2021માં 1.52 કરોડ ડૉલર (લગભગ 116 કરોડ રૂપિયા) થી વધુ ખર્ચ કર્યો. તેમાં ઝકરબર્ગની સાથે તેમના પરિવારની સુરક્ષા માટે ભથ્થાના રૂપમાં અપાયેલા 1 કરોડ ડૉલર (અંદાજે 76 કરોડ રૂપિયા) અને ખાનગી પ્રવાસ માટે ખાનગી વિમાનના ઉપયોગ માટે 16 લાખ ડૉલર (અંદાજે 12.2 કરોડ રૂપિયા) નો ખર્ચ સામેલ નથી. દરેક ખર્ચને ગણતા ઝકરબર્ગ અને તેમના પરિવારની સુરક્ષાનો ખર્ચ 2.68 કરોડ ડૉલર (અંદાજે 204 કરોડ રૂપિયા) રહ્યો,

જે વર્ષ 2020ની તુલનાએ 6% વધુ છે. ઝકરબર્ગ પાછળનો સુરક્ષા ખર્ચ ટેક ઇન્ડસ્ટ્રીના બીજા CEOની તુલનામાં અનેકગણો વધારે છે. એમેઝોનના ચેરમેન જેફ બેઝોસની સુરક્ષામાં ગત વર્ષે 16 લાખ ડૉલર (અંદાજે 12.2 કરોડ રૂપિયા) ખર્ચાયા. અર્થાત્ ઝકરબર્ગથી 17 ગણો ઓછો ખર્ચ. ટેસ્લા ઇન્કના સીઇઓ ઇલન મસ્કના સુરક્ષાખર્ચનો ખુલાસો નથી થયો.

જ્યારે ગૂગલના સીઇઓ સુંદર પિચાઇનો સુરક્ષાખર્ચ ગત વર્ષે 43 લાખ ડૉલર (અંદાજે 33 કરોડ રૂપિયા) રહ્યો. સૌથી મોટી ટેક કંપની એપલના પ્રમુખ ટીમ કુકનો સુરક્ષાખર્ચ 6.31 લાખ ડૉલર (અંદાજે 4.8 કરોડ રૂપિયા) રહ્યો.

9 વર્ષમાં સુરક્ષા વ્યવસ્થા પાછળનો ખર્ચ 8 ગણો વધ્યો
ઝકરબર્ગની સુરક્ષા વ્યવસ્થા કંપની મેટા કરે છે, કારણ કે ઝકરબર્ગ માત્ર 1 ડૉલરનું વેતન લે છે. મેટા વર્ષ 2013થી સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે. તેમાં તેમના ઘર અને પ્રવાસ દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા પણ સામેલ છે. 2013માં કંપનીએ અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો, જે હવે 8 ગણો વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...