• Gujarati News
  • Business
  • Zuckerberg Said He Was Responsible For The Company's Missteps, Hiring More In Hopes Of Growth

ઝકરબર્ગે 11,000 લોકોની કરી છટણી:આવક ઘટી હોવાનું કારણ આગળ ધર્યું, 18 વર્ષમાં પહેલી વાર આટલી મોટી છટણી કરાઈ

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

Facebook, WhatsApp અને Instagram ની પેરેન્ટ કંપની Meta Platforms Inc. એ તેના 11,000 કર્મચારીઓને બરતરફ કરી દીધા છે. કંપનીના 18 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગે ખુદ કર્મચારીઓને હટાવવાની જાહેરાત કરી હતી. તેણે તેની પાછળનું કારણ આવકમાં ઘટાડો દર્શાવ્યો હતો.

ઝકરબર્ગે લીધી ખોટાં પગલાંની જવાબદારી
વોલ સ્ટ્રીટ જર્નલે એક રિપોર્ટમાં લખ્યું - ઝકરબર્ગ મંગળવારની મિટિંગમાં નિરાશ દેખાઇ રહ્યા હતા અને કહ્યું હતું કે તેઓ કંપનીનાં ખોટાં પગલાં માટે જવાબદાર છે. ઝકરબર્ગે કહ્યું કે કંપનીના ગ્રોથને લઇને તેમનું બહુ આશાવાદી થવાને કારણે ઓવરસ્ટાફિંગ થયું. તેમણે બતાવ્યું કે સૌથી વધુ એમ્પ્લોઇ રિક્રૂટિંગ અને બિઝનેસ ટીમમાંથી નિકાળી કાઢ્યા છે.

મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે મંગળવારે કંપનીની છટણીની યોજનાઓ પર એક બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે તેમની યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે મંગળવારે કંપનીની છટણીની યોજનાઓ પર એક બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે તેમની યોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

એમ્પ્લોઇઝને મળશે ચાર મહિનાની સેલરી
કંપનીની છટણીના પ્લાનની આંતરિક ઘોષણા ભારતીય સમય અનુસાર બુધવાર સાંજે 4.30 વાગ્યાની આસપાસ થવાની સંભાવના છે. મેટાની હ્યુમન રિસોર્સ હેડ લોરી ગોલરે ગ્રુપને જણાવ્યું કે છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને ત્રણ મહિનાની સેલરી આપવામાં આવશે. આ મિટિંગના થોડા દિવસ પહેલાં જ કંપનીના અધિકારીઓને એમ્પ્લોઇઝને બિનજરૂરી યાત્રા રદ કરવા માટે કહ્યું હતું.

મેટાના હ્યુમન રિસોર્સ હેડ લોરી ગોલારે કહ્યું- કાઢી મૂકેલા કર્મચારીઓને 3 મહિનાનો પગાર આપવામાં આવશે
મેટાના હ્યુમન રિસોર્સ હેડ લોરી ગોલારે કહ્યું- કાઢી મૂકેલા કર્મચારીઓને 3 મહિનાનો પગાર આપવામાં આવશે

મેટામાં 87,314 કર્મચારી
સપ્ટેમ્બર 2022ના અંત સુધી મેટામાં 87314 કર્મચારી હતા. મેટા વર્તમાનમાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત દુનિયાના કેટલાંક સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું માલિક છે. જોકે, કંપની મેટાવર્સ પર પોતાનો ખર્ચ વધારી રહી છે. મેટાવર્સ એક આભાસી દુનિયા છે જ્યાં યુઝર્સ પોતાના સ્વયંનો અવતાર બની શકે છે. લો એડોપ્ટેશન રેટ અને મોંઘા R&Dને કારણે કંપનીને લગાતાર ખોટ થઇ છે. છટણીથી નાણાકીય સંકટ થોડું ઓછું થવાની આશા છે.

મેટાવર્સમાં ઇન્વેસ્ટમેન્ટથી નુકસાન
પાછલા મહિનાના અંતમાં, મેટાએ ડિસેમ્બરમાં ક્વાર્ટરના રેવેન્યૂ આઉટ લુકની ઘોષણા કરી હતી. કંપનીએ કહ્યું હતું કે આગલા વર્ષે મેટાવર્સમાં ઇન્વેસ્ટમેન્ટના કારણે તેને ઘણું નુકસાન થશે. આ જાણકારી સામે આવ્યા બાદ કંપનીના શેરની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. મેટાનો શેર આ વર્ષે 70%થી વધુ તૂટી ચૂક્યો છે.

જોકે મેટાના CEO માર્ક ઝકરબર્ગે રોકાણકારોને બ્રાન્ડમાં વિશ્વાસ કરવા માટે કહ્યું છે. તેમણે દાવો કર્યો, જે કંપનીની સાથે રહેશે તેમને તેનો ફાયદો જરૂર મળશે.

મેટાના Q3 (જુલાઇ-સપ્ટેમ્બર) રિઝલ્ટ

મેટારકમગ્રોથ (on-year)
રેવન્યુ$27.7 બિલિયન-4%
નેટ આવક$4.4 બિલિયન-52%
એવરેજ રેવન્યુ પર યુઝર$9.41-6%
ડેઈલી એક્ટિવ યુઝર્સ1.98 બિલિયન3%

મેટાવર્સ શું છે અને ફેસબુકે આ નામને કેમ પસંદ કર્યું?
વર્ચુઅલ રિયાલિટીના નેક્સ્ટ લેવલને મેટાવર્સ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો મેટાવર્સ એક પ્રકારની આભાસી દુનિયા છે. આ ટેક્નિકથી તમે વર્ચુઅલ આઇડેન્ટિટી દ્વારા ડિજિટલ વર્લ્ડમાં એન્ટર થઇ શકો છો. એટલે એક પેરેલલ વર્લ્ડ જ્યાં તમારી અલગ ઓળખ હશે.

તે પેરેલલ વર્લ્ડમાં તમે ફરવા, સામાન ખરીદવાથી લઇને આ દુનિયામાં જ તમારા દોસ્તો-સગાંવહાલાંઓને મળી શકો છો. ભવિષ્યમાં આ ટેક્નોલોજીના એડવાન્સ વર્ઝનથી ચીજોને સ્પર્શવા અને સુગંધ લેવાનો અહેસાસ કરી શકશો. મેટાવર્સ શબ્દના સૌથી પહેલા ઉપયોગ સાયન્સ ફિક્શન લેખક નીલ સ્ટીફેન્સને 1992માં પોતાના નોબલ 'સ્નો ફ્રેશ'માં કર્યો હતો.

ટ્વિટરના આશરે અડધા કર્મચારીઓને નિકાળ્યા
એલન મસ્કે ટ્વિટરને ખરીદતાની સાથે જ દુનિયાભરમાં કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ટ્વિટરના કુલ 7,500 સ્ટાફમાંથી લગભગ અડધાને છૂટા કર્યા છે. ભારતમાં ટ્વિટરના 200થી વધુ કર્મચારી હતા, જેમાંથી મોટા ભાગનાને છૂટા કર્યા છે. એન્જિનિયરિંગ, સેલ્સ, માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ટીમોમાં છટણી કરવામાં આવી છે.

કર્મચારીઓને ત્રણ પ્રકારના ઇમેલ
ટ્વિટરના કર્મચારીઓને ત્રણ પ્રકારના ઇમેલ મોકલ્યા છે. એક ઇમેલ એ લોકો માટે છે જેમને છૂટા કર્યા નથી, એક તે લોકો માટે છે જેમને નિકાળી દેવાયા છે, જ્યારે એક મેલ એ લોકો માટે છે જેમની નોકરી હજુ પણ અધ્ધરતાલ છે.

કંપનીને રોજનું 32 કરોડનું નુકસાન
છટણી માટે મસ્કે કહ્યું હતું, જ્યારે કંપનીને રોજનું 40 લાખ ડોલર (32.77 કરોડ રૂપિયા)નું નુકસાન થઇ રહ્યું છે તો અમારી પાસે કર્મચારીઓને છૂટા કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. જેમને પણ નિકાળવામાં આવ્યા છે, તેમને 3 મહિનાનું સેવરેન્સ આપવામાં આવ્યું છે, જે કાયદા મુજબ આપવામાં આવતી એમાઉન્ટ કરતાં 50% વધુ છે.

અન્ય સમાચારો પણ છે...