રશિયાના હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની પત્ની ઓલેના જેલેન્સકા વોગ મેગેઝિનના કવર પેજ પર ચમકી છે. મેગેઝિન અનુસાર જેલેન્સકા યુદ્વ સમયે સંપૂર્ણ તાકાત સાથે પતિ સાથે ઊભી છે. તે એ વિસ્તારોમાં દેશના લોકો, બાળકો અને મહિલાઓ વચ્ચે જઇ રહી છે જ્યાં બોમ્બમારો અને ફાયરિંગ થયું છે.
પ્રોફેશનથી લેખિકા અને સંપાદક જેલેન્સકા એ સમયે પતિ અને બે બાળકો સાથે રાષ્ટ્રપતિભવનમાં હતી, જ્યારે ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર પહેલો હુમલો કર્યો હતો. ભવ્ય જીવન જીવનારી જેલેન્સકાનું આ હુમલા બાદ જીવન જ બદલાઇ ગયું. યુદ્વ શરૂ થયા બાદ જેલેન્સકાએ દેશના નાગરિકોનો અવાજ દુનિયા સમક્ષ ઉઠાવવા માટે નેમ લીધી છે. પતિને સાથ આપતા જેલેન્સકા પ્રથમ મહિલાની ભૂમિકામાં અડગ રીતે સામે આવી છે.
યુદ્વમાં જ્યારે લાખો મહિલાઓએ હથિયાર ઉઠાવ્યાં, ત્યારે પશ્વિમી દેશોથી મદદ મેળવવા માટે દેશના રાજકારણ અને કૂટનીતિની કમાન જેલેન્સકાએ સંભાળી. તે અનૌપચારિક રીતે અમેરિકા ગઇ, ત્યાં તે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, તેમની પત્ની જિલ બાઇડેનની સાથે મુલાકાત કરી.
અમેરિકી કોંગ્રેસને પણ સંબોધિત કરી. કહ્યું કે, હું પ્રથમ મહિલાની સાથે એક માતા અને પુત્રી તરીકે પણ બોલી રહી છું. જેલેન્સકાએ રોકેટ હુમલામાં જીવ ગુમાવનાર બાળકોની તસવીર પણ શેર કરી હતી. તેમાં 4 વર્ષની બાળકી ડાઉન સિન્ડ્રોમથી પીડિત હતી.
યુદ્વ દરમિયાન ફોટોશૂટ કરાવનાર ઝેલેન્સ્કી દંપતીની ટીકા
યુદ્વ વચ્ચે દરેક મોરચે નેતૃત્વ કરનાર જેલેન્સકા મેગેઝિનના ફોટોશૂટને લઇને પણ ટીકાનો સામનો કરી રહ્યા છે. ઝેલેન્સ્કી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યાં છે. ટીકાકારોએ આરોપ લગાવ્યો છે કે, યુદ્વના સમયે કઇ રીતે કોઇ રાષ્ટ્રપતિ, પત્નીની સાથે ગ્લેમર માટે સમય કાઢી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.