તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વના તમામ દેશોની મુસ્લિમ સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી નહિવત્ છે પણ બ્રિટને આ દિશામાં મોટું પગલું ભર્યું છે. બ્રિટનની મસ્જિદો, મદરેસાઓ તથા મુસ્લિમ સંગઠનોની સૌથી મોટી સંસ્થા કાઉન્સિલ ઑફ બ્રિટને (એમસીબી) ઝારા મોહમ્મદને મહાસચિવ બનાવી છે. 22 વર્ષ જૂની કાઉન્સિલમાં આ પદ સંભાળનારી ઝારા પ્રથમ મહિલા છે. ગ્લાસગોમાં રહેતી 29 વર્ષીય ઝારા વ્યવસાયે ટ્રેનિંગ-ડેવલપમેન્ટ એડવાઇઝર છે.
હ્યુમન રાઇટ્સ લૉમાં માસ્ટર ડિગ્રી ધરાવતી ઝારા કાઉન્સિલમાં સૌથી યુવા છે. તેનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. મહાસચિવની ચૂંટણી એમસીબીના વાર્ષિક અધિવેશનમાં થઇ. આ પદ માટે ઝારાનો મુકાબલો અજમલ મસરુર સાથે હતો, જે ઇમામ હોવા સાથે શિક્ષક અને બ્રોડકાસ્ટર પણ છે. લંડનના મેયર સાદિક ખાને કહ્યું કે મારો દૃષ્ટિકોણ સ્પષ્ટ છે. પરિષદ પ્રતિનિધિત્વના દૃષ્ટિકોણથી વૈવિધ્યપૂર્ણ હોવી જોઇએ. બ્રિટિશ મુસ્લિમોને સારા કામ માટે પ્રેરવાની જરૂર છે. આ ભૂમિકા માટે ઝારાનું મહાસચિવ બનવું ઘણું સારું છે.
પહેલું કામ કોરોના મહામારી સામેની લડાઇમાં મદદ: ઝારા અગાઉ તેના ઘોષણાપત્રમાં કહી ચૂકી છે કે રૂઢિવાદી વિચારોના બદલે તે સમુદાયમાં કોરોના મહામારીનો વ્યવહારુ ઉકેલ શોધવામાં મદદ કરશે. તેણે કહ્યું કે તે ફેક ન્યૂઝ અંગે લોકોને જાગૃત કરવાનું તથા કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવાને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. તેથી મુસ્લિમ સમાજને કોરોના સામે બચાવના રસીકરણમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનું કામ તે ચોક્કસપણે કરશે.
સંસ્થામાં વિવિધતા માટે મહિલાઓ જરૂરી: ઝારા
ઝારાએ કહ્યું કે આટલી મોટી ભૂમિકા અને સંસ્થાને આગળ વધારવા જે જવાબદારી મને સોંપાઇ છે તે માટે હું આભારી છું. સંસ્થાએ મહિલાઓને તક આપવા અને ભવિષ્યમાં તેમના સહકારથી આગળ વધવા મારા જેવી યુવતીને પસંદ કરી છે. હવે માત્ર આગળ જોવાની જરૂર છે. મને લાગે છે કે મહિલાઓ યોગ્યતા તો ધરાવતી હોય છે પણ ક્યારેક નેતૃત્ત્વ સંભાળવામાં સંકોચ રાખે છે. પરિષદના કામોમાં વિવિધતાની દૃષ્ટિએ યુવા વર્ગને, ખાસ કરીને વધુમાં વધુ મહિલાઓને સામેલ કરવી જરૂરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.