તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી અમેરિકાના કેપિટલમાં હિંસા ઉશ્કેરવા માટે વિવાદોથી ઘેરાયા છે. તાજેતરમાં જ Googleએ અમેરિકન રાષ્ટ્રપતિનું YouTube અકાઉન્ટ બ્લોક કરી દીધું છે. આ ડોનાલ્ડ ટ્રમ્પનું ઓફિશિયલ અકાઉન્ટ છે. આ પહેલાં ટ્વિટર અને ફેસબુકે પણ તેમનું અકાઉન્ટ બ્લોક કર્યું હતું. જોકે ટ્વિટરે તેમનું અકાઉન્ટ રિસ્ટોર કરી તેમને ચેતવણી આપી હતી.
ટ્વિટરે અકાઉન્ટ બ્લોક કર્યું હતું
Twitter permanently suspends outgoing US President Donald Trump's account "due to the risk of further incitement of violence". pic.twitter.com/zEC7STxQjs
— ANI (@ANI) January 8, 2021
ઈન્સ્ટાગ્રામે પણ ટ્રમ્પનું અકાઉન્ટ બ્લોક કર્યું
We are locking President Trump’s Instagram account for 24 hours as well. https://t.co/HpA79eSbMe
— Adam Mosseri 😷 (@mosseri) January 7, 2021
સિવિલ રાઇટ ગ્રુપ્સે અકાઉન્ટ સસ્પેન્ડ કરવા દબાણ કર્યું
Googleએ ટ્વીટ કર્યું છે કેપોલિસી વાયોલેશન અને સંભવિત હિંસાને ધ્યાનમાં રાખતાં અમે ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે અને હવે આ ચેનલ પર નવું કન્ટેન્ટ અપલોડ નહીં કરી શકાય. મહત્ત્વનું છે કે સિવિલ રાઈટ ગ્રુપ્સે Googleને ડોનાલ્ડ ટ્રમ્પનું YouTube અકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે કહ્યું હતું. આવું નહીં કરે તો સિવિલ રાઈટ્સ ગ્રુપ્સે YouTubeને વાઈડ બોયકોટની ધમકી પણ આપી હતી.
ટ્રમ્પના યુટ્યૂબ પર 30 લાખ સબ્સ્ક્રાઇબર
YouTube પરથી ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિશિયલ ચેનલ બેન કરાઈ છે અને હવે ઓછામાં ઓછા સાત દિવસ સુધી ટ્રમ્પની YouTube ચેનલ પરથી કન્ટેન્ટ અપલોડ નહીં થઈ શકે. ઉલ્લેખનીય છે કે યુટ્યૂબ પર ડોનાલ્ડ ટ્રમ્પના 30 લાખ સબ્સ્ક્રાઈબર છે.
ટ્વિટરે પણ ટ્રમ્પને ચેતવ્યા હતા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું અકાઉન્ટ રિસ્ટોર કરતી વખતે ટ્વિટરે ચેતવણી આપી હતી કે જો હવે પછીથી પોલિસીનું ઉલ્લંઘન થયું તો અકાઉન્ટ હંમેશાં માટે બેન કરી દેવાશે. તો આ તરફ ફેસબુકે અનિશ્વિત સમય માટે ટ્રમ્પનું અકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.