અમેરિકાની 30 વર્ષીય સારા પરિવારથી માત્ર 45 મિનિટના અંતરે એકલી રહે છે. તે રજાઓનો સમય પરિવાર સાથે વિતાવવાને બદલે એકલતામાં વિતાવવા માંગે છે. સારાનું કહેવું છે કે આ વર્ષે તે ક્રિસમસની રજા અભ્યાસ, ડૉગને ફરવા લઇ જવામાં તેમજ યોગા સેશન એટેન્ડ કરવામાં ગાળશે. પરિવાર સાથે રજાઓ પર જવાથી સમયનો વ્યય થાય છે.
પરિવાર સાથે માત્ર બાળપણમાં યાદો રહે છે. પીઢ થયા બાદ ભાવનાત્મક રૂપથી મજબૂત થવા પર બધું છૂટી જાય છે. આ માત્ર સારા નહીં, અમેરિકાના 64% ટકા 30 વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના યુવાઓ આવું કરવાનું પસંદ કરે છે. વાસ્તવમાં, નેશનલ અલાયન્સ ઑન મેન્ટલ ઇલનેસના સરવે અનુસાર રજાઓના સમયે તેમને પરિવારની સાથે 5 ગણો તણાવ હોય છે. અમેરિકામાં થયેલા આ સરવેમાં 72% યુવાઓના મતે તેનાથી તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. અડધાથી વધુ લોકોનું માનવું છે કે હૉલિડે સિઝનમાં તેમનો માનસિક તણાવ વધ્યો છે.
ચારમાંથી એકનું માનવું છે કે તેમની રજા પરિવારની નકારાત્મકતા (વિવાદ)ને ખતમ કરવામાં અને તેને મેનેજ કરવામાં જ જાય છે. તદુપરાંત કેટલાક અણધાર્યા ખર્ચા પણ થાય છે. પર્સનલ અને પ્રોફેશનલ લીડરશિપ ડેવલપમેન્ટ કંપનીના સ્થાપક સેરી રિલેએ કહ્યું કે 30 વર્ષ સુધીના યુવાઓ હવે પરિવાર સાથે રજા ગાળવાનું ટાળે છે. આ નિર્ણય ચોંકાવનારો છે પરંતુ તેનાથી સ્વયં સાથે સમય વિતાવી શકે છે.
રજાઓમાં શ્રેષ્ઠ અને રચનાત્મક કામ થઇ શકે છે
ન્યૂયોર્કમાં રહેતા 31 વર્ષીય ગૌતમ શર્મા જણાવે છે કે સ્ટાર્ટઅપની દુનિયામાં હોલિડે કેલેન્ડર હોતું નથી. રજાઓમાં કોઇ ફોન કોલ નહીં, મીટિંગ ન હોય એટલે શ્રેષ્ઠ અને રચનાત્મક કામ થાય છે. પરિવારથી મન વિચલિત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.