તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્લેનના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને 8000 કિમી યાત્રા:16 વર્ષનો છોકરો કેન્યાથી નેધરલેન્ડ પહોંચ્યો;નસો જામ થઈ ગઈ હતી, હાલ હોસ્પિટલમાં

એમ્સટર્ડમ19 દિવસ પહેલા
કેન્યાનો 16 વર્ષનો છોકરો અહીં નૈરોબી એરપોર્ટથી પ્લેનના લેન્ડિંગ ગેરમાં સંતાઈને નેધરલેન્ડ પહોંચી ગયો(પ્રતિકાત્મક) - Divya Bhaskar
કેન્યાનો 16 વર્ષનો છોકરો અહીં નૈરોબી એરપોર્ટથી પ્લેનના લેન્ડિંગ ગેરમાં સંતાઈને નેધરલેન્ડ પહોંચી ગયો(પ્રતિકાત્મક)

કેન્યાના નેરોબી એરપોર્ટથી એક કાર્ગો પ્લેન તુર્કી અને બ્રિટન થઈને નેધરલેન્ડ પહોંચ્યું એટલે કે કુલ 8 હજાર કિમીની યાત્રા કરી. પ્લેનના લેન્ડિંગ ગિયરમાં 16 વર્ષનો એક છોકરો સંતાયો હતો. હવે તે નેધરલેન્ડના માસ્ત્રિખ્ત શહેરમાં એક હોસ્પિટલમાં છે અને સ્વસ્થ છે.

વિશ્વાસ કરવો મુશ્કેલ
stuff.co.nzએ એક રિપોર્ટમાં આ ઘટનાની માહિતી આપી છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, બુધવારે કેન્યાના નૈરોબીથી Airbus A330કાર્ગો ફ્લાઈટે ટેકઓફ કર્યું. કોણ જાણે કેવી રીતે 16 વર્ષનો એક કેનિયાઈ છોકરો તેના લેન્ડિંગ ગિયરમાં સંતાઈ ગયો. તુર્કી અને બ્રિટનમાં તો પ્લેનના હોલ્ટ પણ થયા.

બ્રિટન પછી આ ફ્લાઈટ શુક્રવારે બપોરે નેધરલેન્ડના માસ્ત્રિખ્ત એરપોર્ટ પર પહોંચી. અહીં જ્યારે એન્જિનીયર્સે પ્લેન ચેક કર્યું તો લેન્ડિંગ ગિયરમાં આ છોકરો જોવા મળ્યો. તેને બહાર કાઢવામાં આવ્યો અને પછી ચેકઅપ માટે હોસ્પિટલ મોકલી દેવાયો.

જીવતો હોવાથી બધા ચોંકી ગયા
રિપોર્ટે આ છોકરાનું નામ નથી જણાવ્યું. મેડિકલ એક્સપર્ટ્સના હવાલાથી એ જરૂર જણાવાયું છે કે આટલી લાંબી સફરથી તેને હાઈપોથર્મિયા થઈ ગયો છે. આ એક મેડિકલ ટર્મ છે. આ ત્યારે થાય છે જ્યારે કોઈ કારણથી બોડી ટેમ્પરેચર જોખમી સ્તર સુધી ઓછું થઈ જાય. આનાથી નસો જામ થઈ શકે છે અને મોત પણ થઈ શકે છે. ડોક્ટર્સ હેરાન છે આ જીવતો કેવી રીતે બચી ગયો.

મુકદ્દર કા સિંકદર
નેધરલેન્ડના એવિએશન એક્સપર્ટ્સ એ શોધ કરવામાં લાગી ગયા છે કે તે એરક્રાફ્ટ સુધી કેવી રીતે પહોંચ્યો? આટલી લાંબી મુસાફરીમાં તેના સંતાયા હોવાની જાણ કેમ ન થઈ?ફ્લાઈટ મોટાભાગનો સમય 38 હજાર ફુટની ઊંચાઈ પર હતી. આ ઊંચાઈ પર ઓક્સિજન લેવલ ઘણું ઓછું હોય છે. એવામાં જીવતું રહેવું લગભગ અશક્ય છે.બીજી એક વાત જ્યારે એરક્રાફ્ટ લેન્ડ કરે છે તો વ્હીલ્સ ખુલે છે. કોઈ સંતાયું હોય તો પણ જમીન પર પડીને મરી શકે છે. આની સાથે એવું પણ ન બન્યું. એક અધિકારીએ કહ્યું કે, હું તો આ છોકરાને ‘મુકદ્દર કા સિંકદર’જ કહી શકું.

આ છોકરાએ શુક્રવારે કહ્યું- હું એકદમ મજામા છું.કેન્યામાં મારા પરિવાર સાથે વાત કરવા માંગું છું.

પહેલા પણ બે વખત આવું બન્યું છે, દર વખતે લાશ મળી
2019માં કેન્યા એરવેઝની એક ફ્લાઈટમાં કંઈક આવી ઘટના બની. આ ફ્લાઈટ લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચી હતી. લેન્ડિંગ પહેલા સનબાથ લઈ રહેલી એક વ્યક્તિએ ફોન કરીને ઓથોરિટીને જણાવ્યું કે, લેન્ડિંગ ગિયરમાં કોઈ લટક્યું છે.

1997માં પણ આવું બન્યું હતું. આ વખતે પણ ફ્લાઈટ નૈરોબીથી જ આવી હતી. જે બ્રિટનના ગેટવિક એરપોર્ટ પર લેન્ડ થઈ. જેના આગળના લેન્ડિંગ પાર્ટ પર એક કેનિયનની લાશ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો