તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Yesterday 54,674 New Cases Were Reported In Britain, The Highest In The Last 6 Months; Health Minister Sajid Javid, Who Had Taken Both Doses Of The Vaccine, Was Also Infected

બ્રિટનમાં ફરી એકવાર ફેલાયો કોરોના:વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા આરોગ્ય પ્રધાન પણ સંક્રમિત; બ્રિટનમાં એક દિવસમાં 54,674 નવા કેસ, જે છેલ્લા 6 મહીનામાં સૌથી વધુ

લંડન2 મહિનો પહેલા
બ્રિટનના આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદે કહ્યું હતું કે તેમને કોરોના વાયરસથી સંક્રમણ લાગ્યું છે.
  • બ્રિટનમાં નવા કેસની સંખ્યા છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ નોંધાઈ છે

બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર તીવ્ર બની રહી છે. અહીં શનિવારે 54,674 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન 41 લોકોનાં મોત પણ થયાં હતાં. નવા કેસની સંખ્યા છેલ્લા 6 મહિનામાં સૌથી વધુ નોંધાઈ છે. આ પહેલા 15 જાન્યુઆરીએ બીજી લહેર દરમિયાન 55,553 કેસ નોંધાયા હતા.

દુનિયામાં સૌથી વધુ કેસ બ્રિટનમાં નોંધાયા
છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં વિશ્વમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તે પછી ઇન્ડોનેશિયા 51,952, ભારત 41,283, બ્રાઝિલ 34,339, રશિયા 25,116 અને અમેરિકામાં 24,081 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બ્રિટનના આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદને સંક્રમણ લાગ્યું
બ્રિટનના આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદે કહ્યું હતું કે તેમને કોરોના વાયરસથી સંક્રમણ લાગ્યું છે અને તે હોમ આઇસોલેશનમાં છે. તેમણે કહ્યું કે તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે. જણાવી દઈએ કે વેક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ સાજિદ જાવિદેને વાયરસથી સંક્રમણ લાગ્યું છે.

જાવિદે ટ્વીટ કર્યું હતું કે 'આજે સવારે મને કોરોના વાયરસથી સંક્રમણ લાગ્યું હતું. હું મારા પીસીઆર ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહ્યો છું પરંતુ સદભાગ્યે મને વેક્સિનના બંને ડોઝ મળી ગયા હતા અને લક્ષણો હળવા છે.'

તેમણે જણાવ્યુ હતું કે, 'જો તમે વેક્સિન ન લીધી હોય, તો કૃપા કરીને વેક્સિન લેવા માટે આગળ આવો.' આરોગ્ય પ્રધાને ટ્વિટમાં લખ્યું કે, 'મેં વેક્સિનના બંને ડોઝ લીધા હતા અને અત્યાર સુધી મારામાં લક્ષણો ખૂબ જ હળવા છે.'

વર્ષ 2020માં મહામારીની પ્રથમ લહેર દરમિયાન બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જ્હોનસન પણ કોરોના વાયરસના સંક્રમણની ઝપેટમાં આવી ગયા હતા. દરમિયાન, બ્રિટનમાં કોરોના વાયરસના સંક્રમણના 51 હજાર 870 નવા કેસ નોંધાયા છે, જે 15 જાન્યુઆરી પછીનો સૌથી મોટો આંકડો છે. દેશમાં મહામારીને કારણે વધુ 49 લોકોનાં મોત નીપજ્યાં છે.

જણાવી દઈએ કે સોમવારથી બ્રિટનમાં લોકડાઉનના નિયમોનો અંત આવશે. કેટલાક નિષ્ણાતોએ સંક્રમણ દર વધારે હોવાને કારણે માસ્ક સહિતના કેટલાક કાયદાકીય પ્રતિબંધોને જાળવી રાખવા માટે કહ્યું છે.

ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોને સંક્રમણ લાગ્યું

દેશ

કુલ કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

34,953,937

624715

29369181

ભારત

31,106,065

413,640

30269796

બ્રાઝિલ

19,342,448

541,323

17,983,275

રશિયા

5,933,115

147,655

5,322,345

ફ્રાન્સ

5,855,198

111467

5,658,554

તુર્કી

5,522,039

50,488

5,380,752

બ્રિટન

5386340

128,683

4,390,942

અર્જેંટીના

4,749,443

101434

4,379,169

કોલંબિયા

4,621,260

115,831

4,372,434

ઈટાલી

4,284,332

127,864

4,112,977