ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:11 કરોડ અમેરિકનોનો યર એન્ડ ટ્રાવેલ પ્લાન, જ્યારે 10 દેશમાં ફરી પ્રતિબંધો

ન્યૂયોર્કએક મહિનો પહેલા
 • કૉપી લિંક
લૉકડાઉન વખતે પીએમ બોરિસ જોનસન પાર્ટી કરતા હતા - Divya Bhaskar
લૉકડાઉન વખતે પીએમ બોરિસ જોનસન પાર્ટી કરતા હતા
 • ગયા વર્ષથી હવાઈયાત્રામાં 184% વૃદ્ધિ, પ્રતિબંધ લગાવવામાં યુરોપિયન દેશો આગળ

અમેરિકામાં હજુયે કોરોનાના પ્રતિ દિન સવા લાખ કેસ આવી રહ્યા છે. ઓમિક્રોનના કેસ પણ લગભગ ત્રણ દિવસે બમણા થઈ રહ્યા છે. આમ છતાં, આશરે 11 કરોડ અમેરિકનોએ યર એન્ડ ટ્રાવેલ પ્લાન બનાવી દીધો છે. અમેરિકન એવિયેશન એસોસિયેશનના મતે, આ વખતે 23 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે ગયા વર્ષની તુલનામાં હવાઈયાત્રીઓની સંખ્યા 184% વધી છે.

અમેરિકન પ્રમુખના ચીફ મેડિકલ એડવાઈઝર ડૉ. એન્થની ફોસીએ યર એન્ડ ટ્રાવેલિંગની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. આ દરમિયાન દુનિયાભરના આશરે 10 અગ્રણી દેશોએ કોરોનાના ડરે કડક પ્રતિબંધો લાગુ કર્યા છે, જેમાં મોટા ભાગના યુરોપિયન દેશો છે. નેધરલેન્ડ્સે સોમવારે લૉકડાઉન જાહેર કર્યું છે. ક્રિસમસ અને ન્યૂ યરના કારણે લૉકડાઉનનો વિરોધ પણ થઈ રહ્યો છે.

બ્રિટનઃ લૉકડાઉન વખતે પીએમ બોરિસ જોનસન પાર્ટી કરતા હતા
બ્રિટનમાં મે મહિનામાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ આવ્યા ત્યારે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન હોવા છતાં પીએમ બોરિસ પત્ની અને સ્ટાફના 17 સભ્ય સાથે પાર્ટી કરતા હતા. આ ફોટોગ્રાફ જાહેર થતા વિવાદ સર્જાયોે. ક્રિસમસ પહેલાં બ્રિટનમાં 10 દિવસના લૉકડાઉનની જાહેરાત પછી જોનસન પર દબાણ વધી ગયું છે.

ઓસ્ટ્રિયા-બેલ્જિયમમાં વિરોધ છતાં લૉકડાઉન, પરિણામે નવા કેસ ઘટ્યા

 • નોર્વેઃ વર્ક ફ્રોમ હોમ લાગુ કરાયું, હોટલ-રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલમાં માસ્ક વિના નો-એન્ટ્રી.
 • જર્મનીઃ રસી ફરજિયાત, જાહેર સ્થળોએ ભેગા થવા પર પ્રતિબંધ.
 • થાઈલેન્ડઃ વિદેશી પ્રવાસીઓ માટે ફરજિયાત ક્વોરેન્ટાઈન ફરી લાગુ કરવા વિચાર.
 • બેલ્જિયમઃ સરકારે 5થી 11 વર્ષનાં બાળકોને રસીની મંજૂરી આપી.
 • ઈઝરાયલઃ અહીંના લોકો અમેરિકા, કેનેડા સહિત 8 દેશનો પ્રવાસ નહીં કરી શકે.
 • ઓસ્ટ્રેલિયાઃ પીએમ મોરિસન બુધવારે પ્રવાસ પ્રતિબંધો વધારવાનો નિર્ણય કરશે.
 • ઈટાલીઃ રસી નહીં લેનારા જાહેર સ્થળોએ નહીં જઈ શકે.
 • દ. કોરિયાઃ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ, ઓફિસોમાં કામના કલાકો ઘટાડાયા.
 • ઓસ્ટ્રિયાઃ 15 નવેમ્બરથી લૉકડાઉન, વેક્સિન નહીં લેનારાને જાહેર સ્થળોએ નો-એન્ટ્રી.
અન્ય સમાચારો પણ છે...