ઉત્સાહનો માહોલ / ચીનના વુહાનમાં લોકડાઉન હટતા પ્રથમ દિવસે 6.24 લાખ લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરી

Wuhan sees 624,000 public transport users after lockdown lifted
X
Wuhan sees 624,000 public transport users after lockdown lifted

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 11:01 AM IST

વુહાન. ચીનના વુહાનમાં 76 દિવસ પછી લોકડાઉન હટાવાયું હતું. લોકડાઉન હટાવાયાના પ્રથમ દિવસે 6 લાખ 24 હજાર લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હતો. ગત ડિસેમ્બર મહિનાથી અહીં કોરોના વાઈરસ ફેલાવાનું શરૂ થયું હતું અને તે આ વાયરસનું એપી સેન્ટર બની ગયું હતું. 11 સપ્તાહના લાંબા સમય પછી લોકડાઉ હટતા અહીં લોકોમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારો ધમધમતા થયા છે અને લોકો ફરી કામે જવા લાગ્યા છે.       


શહેરના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે લોકડાઉનને હટાવ્યા બાદ  436 બસ અને બોટના રૂટ, સાત સબ-વે રૂટ અને ટેક્સી સર્વિસને બુધવારે ચાલું કરી દેવાઈ હતી.


છ લાખ 24 હજારથી વધારે લોકોએ બુધવારે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી 1 લાખ 84 હજાર લોકોએ બસમાં, 3 લાખ 36 હજાર લોકોએ સબ-વે અને એક લાખ ચાર હજાર લોકોએ ટેક્સીમાં મુસાફરી કરી હતી. 52 હજાર લોકોએ ટ્રેન, પ્લેન અને બસ દ્વારા વુહાન શહેરને છોડ્યું હતું, સાથે 31 હજાર લોકો વુહાન શહેરમાં આવ્યા હતા. 


વુહાનમાં 23 જાન્યુઆરીથી ટ્રાવેલ બેન મૂકવામાં આવ્યો હતો. ચીનમાં કુલ 82 હજાર 809 કેસ અને 3339 મોત નોંધાયા છે. જેમાં 50 હજાર કેસ માત્ર વુહાનમાં નોંધાયા હતા. વુહાનમાં 2500થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી