ઈરાની એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર હિજાબ ઉતાર્યો:લખ્યું- કદાચ આ મારો છેલ્લો વીડિયો હશે; એક દિવસ પછી ધરપકડ કરાઈ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈરાનમાં બે મહિનાથી હિજાબવિરોધી પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન પોલીસે બે ફેમસ એક્ટ્રેસની ધરપકડ કરી છે. બંને ઈરાનમાં થઈ રહેલા પ્રદર્શનના સમર્થનમાં હતી. હેંગામેહ ગજિયાની અને કાતાયુન રિયાહીને સરકાર વિરુદ્ધ જવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, બંને એક્ટ્રેસે હિજાબ વિરોધના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેના એક દિવસ પછી તેમની ધરપકડ કરાઈ હતી. 16 સપ્ટેમ્બરે 22 વર્ષીય મહસા અમિનીના મૃત્યુ બાદ દેખાવો શરૂ થયા હતા. પોલીસે મહસાની હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. તેણે કસ્ટડીમાં જીવ ગુમાવ્યો હતો.

વીડિયો ભીડભાડવાળા વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો, જેમાં હેંગમેહ ગજિયાની પોતાનો હિજાબ ઉતારતી અને વાળ બાંધતી જોવા મળી હતી.
વીડિયો ભીડભાડવાળા વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો, જેમાં હેંગમેહ ગજિયાની પોતાનો હિજાબ ઉતારતી અને વાળ બાંધતી જોવા મળી હતી.

હેંગામેહ ગજિયાનીએ હિજાબ વગરનો વીડિયો પોસ્ટ કર્યો
52 વર્ષીય હેંગામેહ ગજિયાનીએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તેમણે હિજાબ પહેર્યો નહોતો. આ વીડિયો સાથે તેમણે લખ્યું હતું- આ કદાચ મારો છેલ્લો વીડિયો હશે. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે આ પછી મારી સાથે જે પણ થાય, હું મારા અંતિમ શ્વાસ સુધી ઈરાનના લોકોની સાથે અને સમર્થનમાં છું.

હિજાબ ફરજિયાત થયા પછી વિરોધમાં ઈરાનમાં મહિલાઓ હિજાબ સળગાવીને તેમના વાળ કાપી રહી છે.
હિજાબ ફરજિયાત થયા પછી વિરોધમાં ઈરાનમાં મહિલાઓ હિજાબ સળગાવીને તેમના વાળ કાપી રહી છે.

સરકાર પર હત્યાનો આરોપ લગાવ્યો
છેલ્લા અઠવાડિયે હેંગામેહ ગજિયાની અન્ય એક પોસ્ટમાં સરકારને 'ચાઈલ્ડ કિલર' કહેતાં 50 યુવાની હત્યાનો આરોપ લગાવ્યો હતો. કેટલાક એક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે વિરોધપ્રદર્શનમાં અત્યારસુધી 400 લોકોનાં મોત થયાં છે. આમાં કેટલાક યંગસ્ટર્સ પણ સામેલ છે. લગભગ 16,800 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

વિરોધ કરનાર પ્રથમ એક્ટ્રેસની પણ ધરપકડ કરાઈ હતી
60 વર્ષીય કાતાયુન રિયાહી પ્રથમ એક્ટ્રેસ છે, જે મહસા અમિનીના મોત થયા બાદ વગર હિજાબ જાહેરમાં દેખાઈ હતી. તેમને કેટલાક અવોર્ડ પણ મળ્યા છે. તેમણે ફરજિયાત હિજાબ પહેરવાના વિરોધમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. સપ્ટેમ્બરમાં શરૂ થયેલા હિજાબ પ્રદર્શન પછી અત્યારસુધીમાં ઘણી એક્ટ્રેસની ધરપકડ કરવામાં આવી છે. આમાં મિત્ર હજ્જર, બરન કોસરી, તારાનેહ અલીદૂસ્તીની પણ ધરપકડ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...