તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Writer Ved Mehta, Who Introduced America To India, Dies. Wrote More Than Two Dozen Books Despite Not Being Able To See

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્મૃતિ શેષ:અમેરિકાનો ભારત સાથે પરિચય કરાવનારા લેખક વેદ મહિતાનું નિધન. જોઈ શકતા નહોતા છતાં બે ડઝનથી વધુ પુસ્તક લખ્યાં

ન્યુયોર્ક15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતવંશી વેદ મહેતાએ ‘ન્યુયોર્કર’ મેગેઝિન માટે 33 વર્ષ સુધી સંસ્મરણ લખ્યાં

પ્રસિદ્ધ ભારતવંશી લેખક વેદ મહેતાનું 86 વર્ષની વયે નિધન થયું. ત્રણ વર્ષની વયે આંખની રોશની ગુમાવનારા મહેતાએ દૃષ્ટિહીનતાને ક્યારેય નબળાઈ ન બનવા દીધી. તે 20મી સદીના પ્રસિદ્ધ લેખક તરીકે પ્રસિદ્ધ થયા. તેમણે તેમની રચનાઓથી અમેરિકી લોકોનો ભારત અને ભારતના લોકો સાથે પરિચય કરાવ્યો. ન્યુયોર્કર મેગેઝિને શનિવારે તેમના નિધનની જાણકારી આપી હતી. મહેતાએ મેગેઝિન સાથે આશરે 33 વર્ષ સુધી કામ કર્યુ. મહેતાનો જન્મ દેશના ભાગલા પૂર્વે લાહોરમાં 1934માં એક પંજાબી પરિવારમાં થયો હતો.

બે ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં
મેનેન્જાઈટિસને લીધે ત્રણ વર્ષની વયે તેમની આંખોની રોશની જતી રહી હતી. તેમના પિતાએ તેમને દાદરની બ્લાઈન્ડ સ્કૂલમાં ભણવા મોકલ્યા. પછી તેમણે બ્રિટન અને અમેરિકામાં અભ્યાસ કર્યો અને અમેરિકામાં જ વસી ગયા. દૃષ્ટિહીન હોવા છતાં તેમનાં પુસ્તકોમાં કોઈ દૃશ્યનું એટલું જીવંત વર્ણન હોય કે વાચક માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય કે તે જોઈ શકે છે નહીં? આધુનિક ભારતના ઈતિહાસ અને દૃષ્ટિહીનતાને લીધે તેમનું પ્રારંભિક સંઘર્ષ પર આધારિત 12 પોઈન્ટવાળું તેમનું સંસ્મરણ કોન્ટીનેન્ટ્સ ઓફ એક્સાઈલ ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું. તેનો પ્રથમ અંક ‘ડેડી જી’ આખી દુનિયામાં પ્રસિદ્ધ થયો. તેમણે કુલ બે ડઝનથી વધુ પુસ્તક લખ્યાં. તેમાં ભારત પર રિપોર્તાજ પણ સામેલ છે.

1982માં જિનિયસ ગ્રાન્ટ માટે પસંદ થયા હતા
તેમની પ્રસિદ્ધ કૃતિઓમાં વૉકિંગ ધ ઈન્ડિયા સ્ટ્રીટ્સ(1960), પોર્ટેટ ઓફ ઈન્ડિયા(1970) અને મહાત્મા ગાંધી એન્ડ હિઝ અપાસલ(1977) સામેલ છે. સાથે જ તેમણે દર્શન, ધર્મશાસ્ત્ર અને ભાષાવિજ્ઞાન પર અનેક રચનાઓ લખી. 1982માં મહેતાને મેકઆર્થર ફાઉન્ડેશન દ્વારા જિનિયસ ગ્રાન્ટ માટે પસંદ કરાયા હતા. મહેતા બ્રેલ લિપિના માધ્યમથી વાંચન-લેખન બંને જાણતા હતા. જોકે પછી જો તેમણે કંઈ લખવું હોય તો તે તેમના સહાયકને ડિટેક્શન આપતા અને સહાયક ટાઈપ કરતો હતો. અનેકવાર તે પોતાના લેખમાં 100-100 વખત ફેરફાર કરાવતા હતા.

કારનો અવાજ સાંભળી કંપનીનું નામ જણાવી દેતા હતા
વેદ મહેતાના લેખનમાં કોઈ ઘટનાનું એટલું સરસ વર્ણન હોય કે વાચક તો શું કોઈ અન્ય લેખકને પણ શંકા થાય કે તે અંધ છે કે નહીં? અમેરિકી ઉપન્યાસકાર નોર્મન મેલરે કહ્યું હતું કે તે મહેતાને ફેંટ મારીને જોવા માગે છે કે શું તે ખરેખર જોઈ શકતા નથી. જોકે પછી મેલરની શંકા પણ દૂર થઈ. મહેતા વિશે કહેવાય છે કે તેમની સાંભળવાની શક્તિ અદભુત હતી. તે કોઈ કારનો અવાજ સાંભળી તે કઈ કંપનીની કાર છે તે જણાવી દેતા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser