કોરોના વર્લ્ડ LIVE:અત્યાર સુધી 38.86 લાખ સંક્રમિત, 2.68 લાખના મોતઃ પેરુના કૃષિ મંત્રી જ્યોર્જ કોરોનાગ્રસ્ત, જાપાને રેમડેસિવર દવાને માન્યતા આપી

ન્યૂયોર્ક2 વર્ષ પહેલા
ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં કામ કરતી નર્સ પણ પ્રદર્શનમાં સામેલ થઈ હતી - Divya Bhaskar
ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં કામ કરતી નર્સ પણ પ્રદર્શનમાં સામેલ થઈ હતી
  • ચીને અમેરિકાને કહ્યું - જો વુહાનની લેબમાંથી વાઇરસ નીકળવાના પુરાવા મળ્યા છે, તો પછી તેમને સામે લાવો
  • પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શનિવારથી લોકડાઉનમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે

વિશ્વમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધીમાં 2 લાખ 68 હજાર 908 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 38 લાખ 86 હજાર 230 લોકો ચેપગ્રસ્ત થયા છે. આ ઉપરાંત 13 લાખ 31 હજાર 014 લોકોનું ઇલાજ કરવામાં આવ્યું છે. પેરુવિયન કૃષિ મંત્રી જ્યોર્જ મોન્ટેનેગ્રોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. ડોક્ટરોએ તેમને આઈસોલેશનમાં રહેવા સલાહ આપી છે. જો કે, ચિંતાની વાત એ છે કે તે અગાઉ ફૂડ માર્કેટની મુલાકાત લઈ ચૂક્યા છે. આ સમય દરમિયાન તેમણે ઘણા વેપારીઓ સાથે વાતચીત પણ કરી હતી. પેરુમાં અત્યાર સુધીમાં ચેપના 54,000 કેસ નોંધાયા છે જ્યારે 1500 લોકોએ જીવ ગુમાવ્યો છે.
WHOએ કહ્યું- એપ્રિલમાં દરરોજ 80 હજાર દર્દી નોંધાયા
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યુ હતું કે એપ્રિલમાં દરરોજ સરેરાશ 80 હજાર સંક્રમણના કેસ સામે આવ્યા. ભારત અને બાંગ્લાદેશ જેવા દક્ષિણ એશિયાના દેશોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જ્યારે પશ્ચિમ યુરોપના દેશમાં ઘટાડો થઈ રહ્યો છે. 

અમેરિકામાં 80 લાખ લોકોના ટેસ્ટ કરાયા
અમેરિકામાં 12.63 લાખ કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધીમાં 74 હજાર 799 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2.13 લાખ લોકોને સારવાર પછી અહીં રજા અપાઈ છે. અમેરિકામાં કુલ 80 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 2073 લોકોના જીવ ગયા છે અને 25 હજાર 459 નવા કેસ મળ્યા છે. નૂયોર્કમાં મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયુ ક્યુમોએ કહ્યું હતું કે એક દિવસમાં અહીં 232 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકા: ન્યૂયોર્કમાં લોકોએ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે તાળી વગાડી હતી. રાજ્યમાં સંક્રમણ અને મોતમાં ઘટાડો થઈ રહ્યો છે.
અમેરિકા: ન્યૂયોર્કમાં લોકોએ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે તાળી વગાડી હતી. રાજ્યમાં સંક્રમણ અને મોતમાં ઘટાડો થઈ રહ્યો છે.

કોરોના અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે વ્હાઈટ હાઉસ કોરોના ટાસ્ક ફોર્સને વિસર્જન નહી કરે. એક દિવસ પહેલા તેમણે અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે આ ફોર્સનું વિસર્જન કરી અર્થવ્યવસ્થા ખોલનાર ગ્રુપ બનાવવાની વાત કરી હતી. પરંતુ હવે આ પેનલ વેક્સીન બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે.
ટ્રમ્પે કોરોના સંક્રમણની તુલના પર્લ હાર્બર હુમલા સાથે કરી. તેમણે કહ્યું કે અત્યાર સુધી દેશ ઉપર થયેલા હુમલામાં આ સૌથી ખરાબ હુમલો છે. જો ચીન સમયની સાથે પગલા ભર્યા હોત તો આ મહામારીએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં ન લીધું હોત. 7 ડિસેમ્બર 1941 થયેલા હુમલામાં લગભગ અઢી હજાર લોકોના જીવ ગયા હતા.

સ્પેનમાં 1.59 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ
સ્પેનની વાત કરીએ તો અહીં કુલ 2 લાખ 53 હજાર 682 કેસ નોંધાયા છે જેમાં 25 હજાર 857 લોકોના મોત થયા છે. સ્પેનમાં હાલ 68 હજાર 466 એક્ટિવ કેસ છે, અહીં 1.59 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

યુરોપમાં બ્રિટનમાં સૌથી વધુ મૃત્યુઆંક

બ્રિટન: લોકડાઉન વચ્ચે લંડનના માર્ગો ઉપર સન્નાટો છે.
બ્રિટન: લોકડાઉન વચ્ચે લંડનના માર્ગો ઉપર સન્નાટો છે.

30 હજાર મોત સાથે બ્રિટન કોરોના મહામારીમાં મૃત્યુઆંકની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરે અને યુરોપમાં પ્રથમ નંબરે આવી ગયું છે. બ્રિટનમાં કુલ બે લાખથી વધારે કેસ નોંધાયા છે જ્યારે 30 હજાર 76 લોકોએ જીવ ગુમાવ્યા છે.  બ્રિટનમાં એક દિવસમાં 649 લોકોના મોત થયા છે અને પાંચ હજાર નવા કેસ નોંધાયા છે. અહીં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી શકે છે. ઈટાલીમાં 29 હજાર 684 લોકોએ અને સ્પેનમાં 25 હજાર 857 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જર્મનીમાં એક્ટિવ કેસ 21 હજાર
જર્મનીમાં કુલ 1.68 લાખથી વધારે કેસ નોંધાયા છે. અને 7 હજાર 275 લોકોના મોત થયા છે. જર્મનીમાં 27.56 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. અહીં એક્ટિવ કેસ માત્ર 21 હજારની આસપાસ છે. જ્યારે 1.40 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

ઈટાલીમાં રેસ્ટોરાં અને બાર ખોલવાની માંગને લઈને ખાલી ખુરસીઓ રાખીને વિરોધ પ્રદર્શન કરાયું હતું.
ઈટાલીમાં રેસ્ટોરાં અને બાર ખોલવાની માંગને લઈને ખાલી ખુરસીઓ રાખીને વિરોધ પ્રદર્શન કરાયું હતું.

વિશ્વના તમામ દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશકેસમોત
અમેરિકા1,274,08675,839
સ્પેન256,85526,070
ઈટાલી215,85829,958
બ્રિટન206,71530,615
ફ્રાન્સ174,19125,809
જર્મની168,9127,336
રશિયા177,1601,625
તુર્કી133,7213,641
બ્રાઝીલ127,6558,609
ઈરાન103,1356,486
ચીન82,8854,633
કેનેડા63,4964,232
પેરુ54,8171,533
ભારત54,5391,837
બેલ્જિયમ51,4208,415
નેધરલેન્ડ41,7745,288
સાઉદી અરબ33,731219
સ્વિત્ઝર્લેન્ડ30,1261,810
મેક્સિકો27,6342,704
 પોર્ટુગલ26,7151,105
પાકિસ્તાન24,644585
સ્વીડન24,6233,040
ચીલી24,581285
આયર્લેન્ડ22,3851,403
દક્ષિણ કોરિયામાં બેસબોલની મેચ દરમિયાન માસ્ક પહેરેલી ચીયરલીડર્સ નજરે પડે છે.
દક્ષિણ કોરિયામાં બેસબોલની મેચ દરમિયાન માસ્ક પહેરેલી ચીયરલીડર્સ નજરે પડે છે.

દક્ષિણ કોરિયામાં સંક્રમિતોની સંખ્યા 11 હજાર નજીક
દ. કોરિયામાં એક દિવસમાં ચાર દર્દી નોંધાયા છે. અત્યાર સુધીમાં 10 હજાર 810 લોકો પોઝિટિવ છે. 24 કલાકમાં એક વ્યક્તિનું મોત નોંધાયું છે. દ. કોરિયામાં સંક્રમણમાં ઘટાડો થયો છે. અહીં પ્રતિબંધોમાં ઢીલ અપાઈ રહી છે.

અમેરિકા આરોપ લગાવવાને બદલે મહામારી ઉપર ધ્યાન આપે: ચીન
અમેરિકામાં ચીનના રાજદૂત સુઈ તીઆંકીએ અમેરિકાની સરકારને આરોપ-પ્રત્યાઆરોપની રમતને બંધ કરી મહામારી સામે લડવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે ચીન ઉપર આરોપ લગાવવો ઠીક નથી. કારણ કે તેનાથી મહામારી સામેની લડાઈ નબળી પડશે. 

સીરિયામાં પ્રતિબંધો હટાવાયા
સીરિયામાં પ્રતિબંધો હટાવાયા છે. 10 મેથી રાજ્યોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને મંજૂરી અપાઈ છે. 31 મેથી સ્કૂલો ખોલવામાં આવશે.  જોકે અહીં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું ફરજીયાત છે. અહીં 45 કેસ નોંધાયા છે અને ત્રણના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...