તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • 1.61 Million Deaths: US Borders Closed Again For 30 Days; Trump Reiterates That We Will Not Be Ahead Of China In Death Toll

કોરોના વર્લ્ડ LIVE:અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યા

ન્યૂયોર્ક6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જાપાન: તસવીર ટોક્યોની છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને જાપાનના પીએમએ સમગ્ર દેશમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે.
  • યુરોપમાં મોતનો આંકડો એક લાખને પાર, દુનિયામાં કુલ મોતની 63% મોત યુરોપમાં
  • યુરોપમાં સૌથી વધારે મોત ઇટાલીમાં થઈ છે, બીજા નંબરે સ્પેન છે
  • અમેરિકામાં 40 હજારથી વધુ મોત, યૂએસ પછી બ્રાઝિલમાં પણ લોકડાઉનનો વિરોધ

દુનિયામાં અત્યાર સુધી 23,95,636 લોકો સંક્રમિત થયા છે અને 64,565 લોકો મોતને ભેટ્યા છે. તો બીજી તરફ 6,15,668 સ્વસ્થ પણ થયા છે. યુરોપમાં અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. અહીં સૌથી વધુ ઈટાલીમાં 23,660 મોત થઈ છે, તો બીજા નંબર પર સ્પેન છે, જ્યાં 20,453 લોકોના મોત થયા છે. દુનિયાભરમાં થયેલા કુલ મોતના આશરે 63% લોકો યુરોપમાં જ મૃત્યુ પામ્યા છે. કુલ સંક્રમિતોની વાત કરીએ તો ત્રીજા ભાગના લોકો અમેરીકાના છે. આ દરમિયાન પેરિસમાં સાફસફાઈના કામ માટે વપરાતા પાણીમાં પણ કોરોના વાઇરસના અંશ મળ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખી પાણીના સપ્લાયને હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે. અમેરીકા બાદ બ્રાઝિલમાં પણ વિભિન્ન પ્રદેશો દ્વારા લગાવવામાં આવેલા લોકડાઉનનો લોકોએ વિરોધ શરૂ કર્યો છે.
કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ શનિવારે જાહેરાત કરી છે કે કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ રહેશે. આ દરમિયાન બન્ને વચ્ચે બિનજરૂરી યાત્રા ઉપર પ્રતિબંધ રહેશે.

કેનેડામાં મૃત્યુઆંક 1500ની નજીક
કેનેડામાં 24 કલાકમાં 160 લોકના મોત થયા છે, અને 1456 નવા દર્દી નોંધાયા છે. અહીં કુલ મૃત્યુઆંક 1470 થયો છે અને પોઝિટિવ કેસની સંખ્યા 33 હજાર 383 થઈ ગઈ છે. 

અમેરિકા: ફ્લોરિડાના બીચ ઉપર લોકો વોકિંગ કરી રહ્યા છે. અહીં શુક્રવારે આ બીચને બીજીવાર ખોલવામાં આવ્યો છે. જોકે અહીં સ્કૂલો હજુ બંધ છે.
અમેરિકા: ફ્લોરિડાના બીચ ઉપર લોકો વોકિંગ કરી રહ્યા છે. અહીં શુક્રવારે આ બીચને બીજીવાર ખોલવામાં આવ્યો છે. જોકે અહીં સ્કૂલો હજુ બંધ છે.

ટ્રમ્પે ઈરાનને મદદની ઓફર કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મૃત્યુદરમાં અમે નંબર વન નથી. પરંતુ ચીન અમારાથી આગળ છે. ચીને વિશ્વને જે આંકડો બતાવ્યો છે તે ખોટો છે.
તેમણે વધુમાં કહ્યું કે જ્યારે હું ઈરાન ગયો હતો ત્યારે ત્યાં આતંક હતો. ઈરાન સમગ્ર પશ્ચિમ એશિયા ઉપર કબજો કરવા જઈ રહ્યું હતું. પરંતુ હવે તે ખુબ સારો દેશ બની ગયો છે. હવે ઈરાનના લોકો માત્ર જીવતા રહેવા માંગે છે. તેઓ દર સપ્તાહે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સમસ્યાથી ઘેરાયેલા છે. તે હું ઈચ્છતો નથી. મે તેઓને મદદ આપવાની ઓફર કરી છે. તેઓને વેન્ટિલેટરની જરૂર છે. હું તેમને વેન્ટિલેટર મોકલીશ. અમારી પાસે વધારાના હજારો વેન્ટિલેટર છે.

અમેરિકામા 24 કલાકમાં 1867 લોકોના મોત
અત્યાર સુધીમાં અમેરિકામાં 7.39 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 39 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકા છેલ્લા 24 કલાકમાં 1867 લોકોના મોત થયા છે. અહીં 24 કલાકમાં 29 હજાર 57 નોંધાય છે. વ્હાઈટ હાઉસના મીડિયા બ્રીફિંગમાં ટ્રમ્પે શનિવારે કહ્યું કે જો મહામારી ફેલાવવા માટે ચીન જવાબદાર નિકળ્યુ તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. 

કેનેડા: મોન્ટ્રિયલમાં દર્દીને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. કેનેડામાં 33 હજાર 383 કેસ નોંધાઈ ચૂક્યા છે.
કેનેડા: મોન્ટ્રિયલમાં દર્દીને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. કેનેડામાં 33 હજાર 383 કેસ નોંધાઈ ચૂક્યા છે.

બ્રાઝીલમાં 24 કલાકમાં 2917 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ 36 હજાર 760 કેસ નોંધાયા છે અને  2368 લોકોએ જીવ ગુમાવ્યા છે.

બ્રાઝીલ: રિયો ડી જનેરિયોમાં મહામારી દરમિયાન નિયમો તોડનાર યુવકોની ધરપકડ કરાઈ હતી.
બ્રાઝીલ: રિયો ડી જનેરિયોમાં મહામારી દરમિયાન નિયમો તોડનાર યુવકોની ધરપકડ કરાઈ હતી.

સ્વાસ્થ્ય કર્મચારીઓના સન્માન માટે ઓનલાઈન કોન્સર્ટ
મહામારી સામે લડી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીના સન્માન માટે શનિવારે ઓનલાઈન કોન્સર્ટનું આયોજન કરાયું હતું. તેમા વિશ્વના 100 જાણીતા ગાયક એક મંચ ઉપર નજરે પડ્યા. વન વર્લ્ડ ટૂગેઘર એટ હોમ નામના આ કાર્યક્રમમાં તમામ ગાયકોએ પોતાના ઘરેથી જ પર્ફોર્મન્સ આપ્યું હતું.  ગ્લોબલ સિટીજન અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ સિંગર લેડી ગાગાની સાથે મળીને આ આયોજન કર્યું હતું. તેનું પ્રસારણ ફેસબુક, ટ્વિટર, ટ્વિચ, યુટ્યુબ, ટ્યુનઈન અને એમેજોન પ્રાઈમ ઉપર આઠ કલાક કરાયું હતું. 

ચીનનું વુહાન ઓછા જોખમવાળો વિસ્તાર જાહેર
ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ રવિવારે કોરોના વાઈરસના કેન્દ્ર એવા વુહાન શહેરને ઓછો જોખમવાળો વિસ્તાર જાહેર કરી દીધો છે. ચીનમાં થયેલા કુલ મોતના 50 ટકા અહીં થયા હતા. ચીનના સ્ટેટ કાઉન્સિલ દ્વારા નક્કી કરાયેલા જોખમના માપદંડ મુજપબ જે વિસ્તારમાં 14 દિવસથી કોઈ નવો કેસ ન નોંધાયો હોય તેને ઓછો જોખમવાળો વિસ્તાર જાહેર કરાય છે. ચીનમાં શનિવારે 16 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ 82 હજાર 735 પોઝિટિપ કેસ અને 4632 મોત નોંધાયા છે.

સ્પેનમાં 1 લાખ 94 હજાર 416 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 20 હજાર 639 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઈઝરાયલ: તેલ અવીવમાં ખાલી બીચ. અહીં 13 હજારથી વધારે સંક્રમિત છે.
ઈઝરાયલ: તેલ અવીવમાં ખાલી બીચ. અહીં 13 હજારથી વધારે સંક્રમિત છે.

આજે કયા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ

દેશકેસમોત
અમેરિકા738,83039,014
સ્પેન194,41620,639
ઈટાલી175,92523,227
ફ્રાન્સ151,79319,323
જર્મની143,7244,538
બ્રિટન114,21715,464
ચીન82,7354,632
તુર્કી82,3291,890
ઈરાન80,8685,031
બેલ્જિયમ37,1835,453
રશિયા36,793313
બ્રાઝીલ36,7602,368
કેનેડા33,3831,470
નેધરલેન્ડ31,5893,601
સ્વિત્ઝરલેન્ડ27,4041,368
પોર્ટુગલ19,685687
ભારત15,723521
આયરલેન્ડ14,758571
ઓસ્ટ્રિયા14,671443
પેરુ14,420348
સ્વીડન13,8221,511
ઈઝરાયલ13,265164
દ.કોરિયા10,661234
જાપાન10,296222
રશિયા: મોસ્કોમાં ઓલ્ડ-રીટ ચર્ચમાં રિગોઈસ્કી આધ્યાત્મિક કેન્દ્રમાં ઈર્સ્ટરની ઉજવણી કરી રહેલા લોક.
રશિયા: મોસ્કોમાં ઓલ્ડ-રીટ ચર્ચમાં રિગોઈસ્કી આધ્યાત્મિક કેન્દ્રમાં ઈર્સ્ટરની ઉજવણી કરી રહેલા લોક.
તસવીર વેનેઝુએલાની છે. અહીં ડિસેમ્બરમાં સંસદીય ચૂંટણી છે.
તસવીર વેનેઝુએલાની છે. અહીં ડિસેમ્બરમાં સંસદીય ચૂંટણી છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો