કોરોના વર્લ્ડ LIVE:અમેરિકાએ સત્તાવાર રીતે પોતાને WHOથી અલગ કર્યું, બ્રાઝિલના રાષ્ટ્રપતિ કોરોના પોઝિટિવ, દુનિયામાં અત્યાર સુધીમાં 1.18 કરોડ કેસ

ન્યૂયોર્ક2 વર્ષ પહેલા
  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 5.40 લાખ લોકોના મોત થયા, 66.41 લાખ લોકોને સારું થયું
  • સૌથી વધુ અસરગ્રસ્ત અમેરિકામાં 30.40 લાખ સંક્રમિત, જ્યારે 1 લાખ 32 હજાર 979 મોત

દુનિયાભરમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 1 કરોડ 18 લાખ 54 હજાર 520 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 68 લાખ 14 હજાર 686 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 5 લાખ 43 હજાર 666 લોકોના મોત થયા છે. દરમિયાન અમેરિકાએ મંગળવારે સત્તાવાર રીતે પોતાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)થી અલગ કરી લીધું છે. આ અંગે નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. 

આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHO પર કોરોનાવાઇરસ ફેલાવવા મામલે ચીનને બચાવવા અને સમયસર વિશ્વને જાણકારી નહીં આપવાનો આક્ષેપ કર્યો હતો. અમેરિકાએ WHOને આપવામાં આવતું કરોડો ડોલરનું ફંડિંગ પણ રોકી દીધું હતું.

બ્રાઝીલના રાષ્ટ્રપતિ કોરોના રિપોર્ટ પોઝિટિવ
બ્રાઝીલના 65 વર્ષીય રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  રવિવારે તેમની તબિયત ખરાબ થઇ હતી. બોલસોનારોએ કહ્યું છે કે તેઓ હાઇડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાઇસીન દવા લઇ રહ્યા છે. અગાઉ તેમણે કોરોનાવાયરને સામાન્ય શરદી ઉધરસ જેવી બીમારી કહી હતી. બીજી તરફ સંયુક્ત આરબ અમિરાત (UAE)એ વિદેશી પર્યટકોને આવવા માટે મંજૂરી આપી છે. જોકે, આ માટે UAE આવનાર પર્યટકોએ કોરોનાથી બચવા કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. પર્યટકોને આવવા-જવાના સમયે ફેસ માસ્ક પહેરવું પડશે અને સેનિટાઈઝરથી હાથ સાફ કરતા રહેવું પડશે. અહીં માર્ચ મહિનામાં કેસ વધતા પર્યટકો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.

ઈરાનમાં ઘર બહાર નિકળતા પહેલા માસ્ક પહેરવું ફરજિયાત
ઈરાનમાં ઘરની બહાર નિકળવા પર ફેસ માસ્ક લગાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યુ છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ શનિવારે આ નિયમની જાહેરાત કરી હતી. નવા નિયમ પ્રમાણે કોરોનાના બચાવ માટે નિયમોનું પાલન કરવું અને માસ્ક લગાવવાને લઈ લોકોએ સરકારી સેવાઓ મળી શકશે. પ્રાઈવેટ અને સરકારી કર્મચારી માટે આ નિયમનું પાલન કરવું જરૂરી છે.

બેઈજિંગમાં વિતેલા એક મહિનામાં પ્રથમવાર કોઈ નવો કેસ સામે આવ્યો નથી. ઓસ્ટ્રેલિયા તેના બે રાજ્ય વિક્ટોરીયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે સરહદ સીલ કરશે. બે સપ્તાહમાં અહીં દેશના 95% સંક્રમણના કેસ નોંધાયા છે. 

અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત સલૂનની તસવીર. અહીં સલૂન ખોલવાની મંજૂરી અપાઈ છે.
અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત સલૂનની તસવીર. અહીં સલૂન ખોલવાની મંજૂરી અપાઈ છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 30.41 લાખ કેસ નોંધાયા છે. 1.33 લાખ લોકોના મોત થયા છે.  13.25 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

પાકિસ્તાનના ક્વેટામાં શિફ્ટ શરૂ કરતા પહેલા દુઆ કરતા સરકારી હોસ્પિટલના કર્મચારીઓ. -ફાઈલ તસવીર
પાકિસ્તાનના ક્વેટામાં શિફ્ટ શરૂ કરતા પહેલા દુઆ કરતા સરકારી હોસ્પિટલના કર્મચારીઓ. -ફાઈલ તસવીર

પાકિસ્તાન: 50% લોકોની નોકરી ગઈ અથવા તો પગારમાં ઘટાડો થયો
મહામારીના કારણે પાકિસ્તાનમાં 50%થી વધારે લોકોની નોકરી ગઈ અથવા તો પગારમાં ઘટાડો થયો છે. ડન એન્ડ બેડસ્ટ્રીટ પાકિસ્તાન અને ગેલઅપ પાકિસ્તાનના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. સર્વેમાં 1200 લોકોનો સમાવેશ કરાયો છે. તેમાં 18 % લોકોએ કહ્યું છે કે લોકડાઉનના કારણે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે 59% લોકો આશંકા વ્યક્ત કરી છે કે આ સ્થિતિ રહી તો નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે. અભ્યાસમાં એ પણ જણાવાયું છે કે ઓછા પગારવાળા લોકોની નોકરી ઉપર તેની વધારે અસર થઈ છે.

10 દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ

કેસમોતકેટલા સાજા થયા
અમેરિકા30,40,8331,32,979    13,24,947
બ્રાઝીલ16,26,07165,5569,78,615    
ભારત7,20,34620,1744,40,150   
રશિયા6,87,86210,2964,54,329    
પેરુ3,05,70310,7721,97,619
સ્પેન2,98,86928,388 ઉપલબ્ધ નથી
ચીલી2,98,5576,3842,64,371
બ્રિટન2,85,76844,236ઉપલબ્ધ નથી
મેક્સિકો2,61,75031,1191,59,657
ઈટાલી2,41,81934,8691,92,241
બ્રાઝીલના રિયો ડે જનેરિયો સ્થિત ચર્ચમાં પ્રેયર કરતા પાદરી.
બ્રાઝીલના રિયો ડે જનેરિયો સ્થિત ચર્ચમાં પ્રેયર કરતા પાદરી.

બ્રાઝીલ: રાષ્ટ્રપતિ બોલ્સોનારોને કોરોનાના લક્ષણો
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. બોલ્સોનારોએ એક ઈન્ટરવ્યુમાં આ વાત કરી છે. તેમણે પોતાની તમામ મિટિંગ કેન્સલ કરી દીધી છે અને તેઓ હાઈડ્રોક્સીક્લોરોક્વીન દાવ લઈ રહ્યા છે. તેમણે પ્રથમ દિવસે જ પોતોના કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાર પછી તેમણે સ્વસ્થ હોવાનો દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...