તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વર્લ્ડ LIVE:વિશ્વમાં કુલ 69.10 લાખ કેસઃસાઉદી અરબિયાએ જેદ્દામાં ફરી કર્ફ્યૂ લગાવ્યો, મસ્જિદોમાં નમાઝ પર પ્રતિબંધ મૂક્યો

3 મહિનો પહેલા
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં અલ-રજહી મસ્જિદમાં નામઝ અગાઉ માસ્ક પહેરાવવામાં આવે છે
  • ચીને પોતાના નાગરિકોને કહ્યું- ઓસ્ટ્રેલિયા જવાનું ટાળો, ત્યા કોરોનાને લીધે જાતિવાદની હિંસા વધી છે
  • અમેરિકામાં 19.74 લાખ કેસ, 1.11 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
  • WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ
  • ઓસ્ટ્રેલિયામાં 16 હજાર 898 કેસ નોંધાયા અને 672 લોકોના મોત

વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 6,910,915 લાખ કેસ નોંધાયા છે. જેમાં 399,807 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 3,383,483 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. સાઉદી અરેબિયાએ તાજેતરમાં પ્રતિબંધોને હળવા કર્યા બાદ ફરી એક વખત નિયમો કડક કરી દીધા છે. કોરોનાના કેસમાં ઉછાળો આવતા જેદ્દા શહેરમાં દિવસે 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુક્યો છે. આ ઉપરાંત મસ્જિદોમાં નમાજ પર પણ પ્રતિબંધ મુકી દીધો છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના 95 હજારથી વધારે કેસ આવ્યા છે.

ચીને પોતાના નાગરિકોને ઓસ્ટ્રેલિયા ન જવાની સલાહ આપી છે. ચીનના કલ્ચર એન્ડ ટૂરિઝમ મિનિસ્ટ્રીએ નાગરિકોને ચેતવણી આપી છે કે કોરોના વાઈરસના કારણે ઓસ્ટ્રેલિયામાં ચીન અને એશિયાના લોકો સામે જાતિવાદ અને હિંસા વધી છે. આ સાથે તેઓએ ઓસ્ટ્રેલિયામાં રહેતા ચીનના નાગરિકોને પણ સાવધાનીપૂર્વક રહેવાની સલાહ આપી છે. ઓસ્ટ્રેલિયામાં 16 હજાર 898 કેસ નોંધાયા છે અને 672 લોકોના મોત થયા છે. ચીનમાં હાલ 67 એક્ટિવ કેસ છે.

નેપાળમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 323 નવા કેસ આવ્યા છે અને એક વ્યક્તિનું મોત થયુ છે. અહીં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને લીધે કુલ 3225 કેસ સામે આવ્યા છે અને 11 લોકોના મોત થયા છે.

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ
WHOના ઈમરજન્સી હેલ્થ સર્વિસ ડાયરેક્ટર માઈકલ રયાનના જણાવ્યા મુજબ કોવિડ-19નો સૌથી વધારે ખતરો જેમને છે તેમાં દક્ષિણ એશિયાના દેશ સામેલ છે. કારણ કે અહીં વસ્તી ગીચ છે. તેના કારણે વાઈરસ ફેલાવાનું જોખમ વધે છે. આ લીસ્ટમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.

અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત પછી થઈ રહેલા પ્રદર્શનથી અમેરિકામાં કોરોના સંક્રમણ વધવાનું જોખમ ઊભું થયું છે.
અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત પછી થઈ રહેલા પ્રદર્શનથી અમેરિકામાં કોરોના સંક્રમણ વધવાનું જોખમ ઊભું થયું છે.

અમેરિકામાં પ્રદર્શનથી જોખમ
અમેરિકામાં 19 લાખ 65 હજાર 708 કેસ નોંધાયા છે, 1.11 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં 7.39 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મોત પછી થઈ રહેલા પ્રદર્શનથી સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ન્યૂયોર્કમાં સ્થાનિક તંત્ર ટૂંક સમયમાં એ લોકોનો સંપર્ક કરી શકે છે જે લોકો પ્રદર્શનમાં જોડાયા હોય. ગઈકાલે ગવર્નરે પણ અપીલ કરી હતી કે પ્રદર્શનમાં ભાગ લેનાર ટેસ્ટ કરાવે.

ભારત સંક્રમણમાં ઈટાલીથી આગળ નિગળી ગયું
2.36 લાખથી વધારે પોઝિટિવ કેસ સાથે ભારત સંક્રમણની દ્રષ્ટિએ ઈટાલીથી આગળ નિકળી ગયું છે. ઈટાલીમાં 2.34 લાખથી વધારે કેસ નોંધાયા છે.

વિશ્વભરમાં 24 કલાકમાં 1.18 લાખથી વધારે કેસ
વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ છે છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 1 લાખ 18 હજાર 526 કેસ નોંધાયા છે અને 4288 લોકોના મોત થયા છે. યુરોપમાં 22.30 લાખ કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને કહ્યું કે ભારતમાં બે લાખથી વધારે કેસ નોંધાયા છે. પરંતુ 130 કરોડની વસ્તીને જોતા આ સંખ્યા ઘણી નાની છે.પરંતુ કેસ ડબલ થાય તેની ઝડપ ઉપર નજર રાખવી પડશે. સ્થિતિ બગડે નહીં તેનું ધ્યાન રાખવું પડશે. WHOએ આયુષ્માન ભારત યોજનાના વખાણ કર્યા હતા. મોદી સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના આયુષ્માન ભારત અંતર્ગત સરકારે 10 કરોડ ગરીબ પરીવારોને વર્ષમાં 5 લાખ રૂપિયાની નિ:શુલ્ક સ્વાસ્થ્ય સેવા આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

ચીલીના રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરા પોતાની કેબિનેટ મિનિસ્ટર મૈકાર્નાનુ કોણી અથડાવીને અભિવાદન કરતા નજરે પડે છે.
ચીલીના રાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિનેરા પોતાની કેબિનેટ મિનિસ્ટર મૈકાર્નાનુ કોણી અથડાવીને અભિવાદન કરતા નજરે પડે છે.

ચીલીમાં 4207 નવા કેસ
ચીલીમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. 24 કલાકમાં અહીં 4207 નવા કેસ નોંધાયા છે. સંક્રમિતોની સંખ્યા 1 લાખ 22 હજાર 499 થઈ ગઈ છે. 24 કલાક દરમિયાન અહીં 92 લોકોના મોત સાથે 1448 મૃત્યુઆંક પહોંચી ગયો છે.

મેક્સિકોમાં પણ મુશ્કેલ સ્થિતિ
બ્રાઝીલ, પેરુ પછી મેક્સિકોમાં પણ સ્થિતિ બગડી રહી છે. અહીં 24 કલાકમાં 4346 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 625 લોકોના મોત થયા છે. હવે અહીં 1.10 લાખથી વધારે દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. મૃત્યુઆંક 13 હજાર 170 પહોંચી ગયો છે.

સાઉદી અરબમાં ફરી સરકાર કડક થઈ
સાઉદી અરબે જાહેરાત કરી છે કે જેદ્દા શહેરમાં બપોરના 3 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવાશે. શનિવારથી 15 દિવસ માટે આ નિયમ લાગુ પડશે. શુક્રવારે દેશમાં 2591 નવા કેસ નોંધાયા છે. દેશમાં કુલ 95 હજાર 748 કેસ નોંધાયા છે અને 642 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશકેસમોત
અમેરિકા1,974,370111,627
બ્રાઝીલ650,50435,139
રશિયા458,6895,725
સ્પેન288,39027,135
બ્રીટન284,86840,465
ભારત243,7336,845
ઈટાલી234,80133,846
પેરુ187,4005,162
જર્મની185,4148,763
તુર્કી168,3404,648
ઈરાન167,1568,134
ફ્રાન્સ153,05529,111
ચીલી122,4991,448
મેક્સિકો110,02613,170
સાઉદી અરેબીયા98,869676
કેનેડા95,0167,773
પાકિસ્તાન93,9831,935
ચીન83,0304,634
કતાર67,19551
બાંગ્લાદેશ63,026846
બેલ્જિયમ58,9079,566
નેધરલેન્ડ47,3356,011
બેલારુસ47,751263
દક્ષિણ આફ્રિકા43,434908
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો